________________
કવિ ઋષભદાસ કૃત “શ્રી અભયકુમાર રાસ”
૩૭
લાગી રહ્યો નર અભયકુમારો, આવી પવિત્ર કરો મુઝ બારો; પરદેશી સંઘવણિ શ્રાવિકાઈ, તરીઈ પાત્ર સુદાનથી કાઈ
... ૧૫૭ અર્થ - ગણિકાએ કહ્યું, “મહાપ્રતાપી રાવણ પણ સુવર્ણની લંકાનગરીને છોડી પરલોક ભણી ચાલ્યા તેમ મારા પતિદેવ અને મારા પુત્રો પણ બધું જ છોડી વર્ગે સિધાવ્યા. આવા નશ્વર સંસારમાં શા માટે રહેવું જોઈએ? તેથી શત્રુંજ્ય યાત્રા કરી, પુષ્કળ દાન આપી ત્યાર પછી અમે પ્રવજ્યા અંગીકાર કરશું (તીર્થયાત્રા કરતાં સંયમ યાત્રા શ્રેષ્ઠ છે.)
••.૧પર ધર્મબંધુ! માનવભવ વિના સંયમ નથી. સંયમ વિના મુક્તિના શાશ્વત સુખ નથી. મુક્તિ વિના જન્મમરણની ઘટમાળનો અંત નથી. સિદ્ધગતિમાં જન્મ-જરા અને મરણનું પુનરાવર્તન નથી. ...૧૫૩
હે મંત્રીશ્વર! આ ત્રિવિધ દુઃખોને નષ્ટ કરવા અમે સર્વવિરતિના પંથે પ્રયાણ કરશું. ધર્મપ્રેમી શ્રાવકની આ બન્ને પુત્રીઓ પણ ખૂબ ધાર્મિક અભ્યાસ શીખીને (આયુષ્યની ક્ષણભંગુરતા જાણી) વૈરાગ્ય ભાવ ઉત્પન્ન થવાથી ઘર અને સંપતિનો ત્યાગ કરશે.”
...૧૫૪ ગણિકાની સંયમ ભાવના અને ઉચ્ચ વિચારોથી પ્રભાવિત થયેલા અભયકુમારે છેવટે ખુશ થતાં વિચાર્યું, “મારા મહાપુણ્યોદયથી મને પવિત્ર શ્રવિકાનો મિલાપ થયો છે.” તેમણે પ્રમોદભાવે ગણિકાને આમંત્રણ આપતાં કહ્યું, “ધર્મભગિની ! આજે આપ મારા ઘરે પધારી અમારા અતિથિ બનો. આપ જિનપૂજા કરી મારા મહેલે ભોજન લેવા પધારો (સાધર્મિકોનું આતિથ્ય પાવનકારી છે.)
...૧૫૫ - સાધર્મિક ભક્તિ કરવામાં તીર્થ યાત્રાથી પણ અધિક લાભ છે. (તેમાં ધર્મ-ધર્મી ઉભયનો સત્કાર છે.) આપ પણ જંગમતીર્થ સમાન છો. (સાધર્મિકોની અવગણના તે જૈનધર્મની વગોવણી છે.) આપ મારા મહેલે આવી મારો ઉદ્ધાર કરો. (આપની ભક્તિ કરવાનો અમૂલ્ય અવસર આપો)” ...૧૫૬
મહામંત્રી અભયકુમાર શ્રાવિકા બહેનોને વારંવાર ઔચિત્ય કરી વિનંતી કરતા રહ્યા. તેમણે કહ્યું, “હે પરદેશી સંઘવણિ શ્રાવિકાજી! આપ મારા ઘરે પઘારી સાઘર્મિક દાનનો સુઅવસર આપો. મારા ઘરને આજે પવિત્ર કરો. સુપાત્રદાનથી કેટલાંય જીવો (ઈતિહાસમાં) સંસારને ઓળંગી ગયા છે.” ...૧૫૭
દુહા : ૯ સુપાત્રદાનની મહત્તા વ્યાજંદુગુણાવિણજવો, ખેત્રઈ શત ગુણાય; રીષભ કહઈ પાત્રઈ દઈ, દાન અનંતા થાઈ નવિ ખાઈ ખરચું નહીં, લાજે મલ્યો સંયોગ; તે કિમ પામેં બાપડો, રૂ૫ કલા ભલ ભોગ રીષભ કહે મહુઉરડે, કહઈ સુખ નહીં ખિણ માત્ર; પાત્ર લહુ તવ ફલ નહી, ફલ તવ ન મિલે પાત્ર તિણ કારણિ મંત્રી કહે, લખમી મલિયાં પાત્ર; ભગતિ ભલી તુમ કરું, સફલ હોઈ ભવ ગાત્ર
• ૧૫૮
૧૫૯
•
૧૬૦
... ૧૬૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org