________________
કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ'
•.. ૩૯૧ કે.
અને સુંદર એવી રાજગૃહી નગરીનો રહેવાસી છું. ત્યાંના મહારાજા પ્રસેનજિતનો હું ગોપાલ(પુત્ર) છું. હું સફેદ ઊંચા મહેલમાં રહું છું.
... ૩૮૯ જો એ બુદ્ધિશાળી પુત્ર હશે તો જરૂર સમજીને શોધી કાઢશે. એમ કહી રાજકુમાર શ્રેણિકે (એક હજાર શ્રેષ્ઠ અશ્વ અને હજાર શસ્ત્રસજ્જ સૈનિક લઈ) રાજગૃહી નગરી તરફ પ્રયાણ કર્યું. ... ૩૯૦
ભીલનો પરાજય ભંભા વાજતઈનીસો, આગલિ ભીલનું રાજ રે; લાખ સવા મલ્યા એકઠા, વઢવું સહી આજ રે ભાણ ચુંકઈ સવિ ભીલડા, જાણ્યું વરસતો મેહ રે; તીડ તણી પરિ પરવયા, નૃપ મ્યું જવ ઢહ રે
... ૩૯૨ કે. કુમર મલ્યો જઈ તાત નઈ... આંચલી. શ્રેણિક રાય સ્ટોભ્યો ઘણું, ઘસ્યો જિમ વનિ સીહ રે; ભીલ સીયાલ ભાગા સહી, જીત્યો રાય અબીહ રે
... ૩૯૩ કુ. ભીલ ઝાલ્યો જઈ જીવતો, કહઈ વાટ દેખાડિ રે; વનપતિ વાડ દેખાડતો, મુક્યા ડુંગરા વાડિ રે
... ૩૯૪ કુ. અર્થ - રાજકુમાર માર્ગમાં ભંભાનો નાદ કરતા નીકળ્યા. થોડા દિવસોમાં તેઓ ભીલ રાજાના વિસ્તારમાં પહોંચી આવ્યા. સવા લાખ ભીલ સૈનિકો ત્યાં એકઠાં થયાં હતાં. કુમારે વિચાર્યું, “હું તેમને આજે લડાઈ કરવા પ્રોત્સાહિત કરું.'
... ૩૯૧ (કુમારે ભંભા વગાડી. હજારો ભીલ સૈનિકો તીર-કમાન લઈ સજ્જ થયાં.) ભીલ સૈનિકો મુશળધાર વરસાદની જેમ રાજકુમાર શ્રેણિક પર તૂટી પડ્યા. તેમણે કુમાર પર તીરોનો મારો ચલાવ્યો. તેઓ તીડની જેમ કુમારને ઘેરી વળ્યા. ત્યારે કુમારના ઘણાં સૈનિકો મૃત્યુ પામ્યા.
... ૩૯૨ રાજકુમાર શ્રેણિક ક્ષોભ પામ્યા. (તેમણે અંગરક્ષક રત્નનું સ્મરણ કર્યું.) હવે કુમાર વનના સિંહની જેમ ત્રાડ પાડતા ભીલ સૈનિકો પર ત્રાટક્યા. ભીલ સૈનિકો શિયાળ બનીને કુમારને પ્રણામ કરી ભાગ્યા. (અંગરક્ષક રત્નને કારણે કુમારના શરીરની આસપાસ કવચ બની ગયું તેથી શત્રુનું એક પણ બાણ તેમને ન વાગ્યું) રાજકુમાર શ્રેણિકની જીત થઈ.
.... ૩૯૩ - રાજકુમાર શ્રેણિકે ભીલ રાજાને જીવતા પકડડ્યા. તેને આકરા શબ્દોમાં કહ્યું, “ભીલરાજા! હવે આગળ ચાલી રાજગૃહી નગરીનો માર્ગ દેખાડો.”વનપતિએ જંગલની કેડીઓ ઉપર આગળ ચાલી રાજગૃહી નગરીનો માર્ગ દેખાડયો. તેમણે માર્ગમાં આવતા ડુંગર, ઘાટ, ખીણોને પાર કર્યા. ... ૩૯૪
રાજ્યાભિષેક રાજગ્રહી પૂર માંહા ગયો, સાહમા ભ્રાત આવેહરે; રાય શ્રેણિક જઈ તાત નઈ, વલી પાય લાગેહ રે.
... ૩૯૫ કુ. (૧) રાજકુમાર શ્રેણિક પૃ.-૭૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org