________________
૭૯
. ૩૮૪ કે.
કંત મુકી કાં સંચરઈ... આંચલી પ્રથમ તિ પ્રેમ કીધો ઘણો, પછઈ જાય ત્રછોડિ રે; તુંહ ઉત્તમ ઘણું ઢું કહું, ગુણ છઈ તુમ કોડિ રે જલ વિણ કિમ રહઈ માછલી, સુકવેલિ વિણ વારિ રે; તુમ વિના કિમ રહું એકલી, સાથિં લીજઈ નારિ રે
••• ૩૮૫ કે. શ્રેણિક કહઈ સુણો સુંદરી, મુઝ પ્રેમ પ્રીય રે; તાત સરૂપ જોયા વિના, તેડી તું નવિ જાય રે
• ૩૮૬ કે. સુંદરી કહઈ તુમે સંચરો, ન જાણું તુમ ઠામ રે; કંત કહો મુઝ કાનમાં, તુમ નગરનું નામ રે
.. ૩૮૭ . રાય કહઈ સુત જવ જણઈ, મોટેરો વલી હોય રે; આઅ ચીઠી વંચાવજે, સહી સમઝસઈ સો રે;
... ૩૮૮ કં. રાજગૃહી નગરી ભલી, ઘોલા તિહાં ટોડાય રે; અમ્યો ગોપાલ છું તેહના, ભાખઈ એમ તિહાં રાય રે
... ૩૮૯ કે. પૂત્ર સપૂત્ર જો એહસઈ, સમજી કાઢસઈ સોય રે; અસિઉ કહી નૃપ ચાલીલ, એલઈ કટક નર સોય રે
... ૩૯૦ કે. અર્થ - રાજકુમાર શ્રેણિકે સુનંદાને કહ્યું કે, “હું હવે જઈશ” ત્યારે આર્ય સનારી સુનંદાએ કહ્યું, “વામી! હું ગર્ભવતી છું. તમે ચાલ્યા જશો તો મારો કોણ આધાર થશે?
.. ૩૮૩ હે નાથ! મને અહીં એકલા મૂકીને કેમ જાવ છો?(તમારા વિના હું એક પળ પણ નહીં રહી શકું) તમે પ્રથમ મારી સાથે પ્રેમ કર્યો અને હવે આમતરછોડીને ચાલ્યા જાવ છો? તમે તો ઉત્તમ પુરુષ છો. તમે ક્રોડો ગુણોથી યુક્ત છો તેથી તમને વધુ શું કહું?
.. ૩૮૪ આર્યપુત્ર! જળ વિના માછલી કેમ રહી શકે? પાણી વિના વેલ પણ સુકાઈ જાય છે, તેમ તમારા વિના હું એકલી કેમ રહીશ? નાથ!તમારી અર્ધાગિનીને તમારી સાથે લઈ જાવ.” ... ૩૮૫
રાજકુમાર શ્રેણિકે કહ્યું, “હે દેવી! સાંભળો, તમે મારી પ્રિય પત્ની છો. પિતાજીની તબીયત જોયા વિના હું તમને શી રીતે ત્યાં લઈ જઈ શકું?”
- આર્ય સનારી સુનંદાએ પતિના કર્તવ્યમાં બાધક ન બનતાં રજા આપતાં કહ્યું, “આર્યપુત્ર! હું તમારા રહેઠાણ વિશે કાંઈ નથી જાણતી. (પુત્ર મોટો થઈને પૂછશે ત્યારે હું શું કહીશ?) હવામી! તમે મારા કાનમાં તમારા નગરનું નામ કહો.”
૩૮૭ - કુમારે કહ્યું, “દેવી! તમે પુત્રને જન્મ આપશો. તે મોટો થશે ત્યારે આ ચિઠ્ઠી તેને વાંચવા આપજો તે સાચું સમજી જશે.”
... ૩૮૮ કુમારે ચિઠ્ઠીમાં લખ્યું હતું, “રાજગૃહી ગામ, ગોપાલ નામ, ધવલ ટોડે ઘર.” અર્થાતુ હું વિશાળ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org