________________
૭૮
કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ'
ચાલશે. હે પુત્ર!તેથી તને વિનંતી કરું છું કે તું ઉતાવળો અહીં આવ.
... ૩૭૨ પ્રચંડ વાયરો વાતાં કલ્પવૃક્ષનું પાંદડું ઉડે છે. આ પાંદડું જ્યાં જ્યાં જાય ત્યાં લોકોની દરિદ્રતા દૂર કરી વિશેષ પ્રકારે શીતલતા અર્પે છે.
... ૩૭૩ રાજહંસ, ચિંતામણિ રત્ન, ગંધ હસ્તિ, કેવડો, મણિ, સજ્જન પુરુષો અને શંખ જેના આવાસે જાય છે તેના ઘરે સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.
.. ૩૭૪ સંભવ છે કે કાળો ભ્રમર ચંપક પુષ્પ ઉપર બેસવા છતાં તેના ગુણોને ગ્રહણ કરતો નથી, છતાં ચંપક પુષ્યોના ગુણો કદી નષ્ટ થતાં નથી.
...૩૭૫ વનમાં રહેતો ભીલ-આદિવાસી સાચા મોતીને ઓળખી શક્તો નથી તેથી તે ગળામાં લાલ ચણોઠીનો હાર પહેરે છે, છતાં મોતીનાં ગુણો અંશે પણ નષ્ટ થતાં નથી.
... ૩૭૬ હે પુત્ર! તું ચંપક પુષ્પ અને મોતી જેવો ગુણવાન છે. તારા ગુણો અપાર છે. તું પિતાની અંતિમ ઈચ્છા પૂર્ણ કરવા તેમને સ્વસ્થ કરવા જલ્દીથી અહીં આવ.'
... ૩૭૭ રાજકુમાર શ્રેણિકે પિતાનો પત્ર વાંચ્યો. તે અત્યંત દુઃખી અને નિરાશ બન્યા. તેમણે વિચાર્યું; મારા જેવા પુત્રને ધિક્કાર છે! મારા માટે સતત ચિંતા કરતેં મારા પિતાજીને રોગ થયો. ... ૩૭૮
જે પિતાની આજ્ઞાનું ઉથાપન કરે છે તેવા પુત્રનું જીવતર શું કામનું?' રાજકુમાર શ્રેણિક ઊભા થઈને સુનંદાના આવાસ તરફ ચાલ્યા.
... ૩૭૯ કુમાર પોતાની પત્ની સુનંદાના શયનખંડમાં આવ્યા. તેમણે કહ્યું, “દેવી! સાંભળો રાજગૃહીથી આવેલ વ્યક્તિ અને પત્ર દ્વારા જાણ્યું કે, પિતાજી બિમાર છે. પ્રિયે!તેઓ મને જલ્દીથી ત્યાં બોલાવે છે. તમારે ત્યાં જવું પડશે.) ... ૩૮૦
દેવી ! તમે ધનાવાહ શેઠની આજ્ઞાને મસ્તકે ધરજો. અર્થાત્ તેમની આજ્ઞામાં રહેજો. તમે આ સમયે પિયરમાં રહેજો.” એમ કુમારે પત્નીને કહ્યું, એવું કવિ ઋષભદાસ કહે છે.
... ૩૮૧ દુહા : ર૩ પહરિ પનોતી તું રહે, હું ચાલીશ હવડાંય; શ્રેણિકરાય સમઝાવતો, નિજ નારી નઈ ત્યાંહિ
••• ૩૮૨ અર્થ - રાજકુમાર શ્રેણિકે પોતાની સગર્ભા સ્ત્રીને શાંતિપૂર્વક સમજાવતાં કહ્યું, “દેવી! તમે ભાગ્યશાળી છો. તમે પિયરમાં રહી સુખેથી આપણા પુત્રને જન્મ આપજો. મારે રાજગૃહી નગરી તરફ હમણાં જ પ્રયાણ કરવું પડશે.'
ઢાળ : ૧૯ સુનંદાની વ્યાકુળતા
ચતુર ચંદ્રાનની એ દેશી. રાગ : મલ્હાર. નારી કંઈ કહઈ વાલસું, સતી કહઈ તેણી વાર રે; તુંહ વાલઈ હું તો ગર્ભણી, મુઝ કુણ આધાર રે
• ૩૮૩
... ૩૮૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org