________________
તાત હરખ્યો તિહાં અતિ ઘણું, મલ્યો વલભ પ્રાણ રે; રાય રૂદય ચાંપી રહ્યો, હું તો કિહાંઅ સુજાણ રે
•.. ૩૯૬ કુ. બેનાતટિ હું તો વલી, જપતો તુમ નામ રે, આજ દરસણ પ્રભુ પામીઉં, સીધાં સઘલીડાં કાજ રે
... ૩૯૭ કુ. અર્થ - કેટલાક દિવસો બાદ કુમાર રાજગૃહી નગરીમાં આવી પહોંચ્યા. નવાણુ ભાઈઓને સમાચાર મળતાં તેઓ પણ કુમારને લેવા સામે આવ્યા. કુમાર પ્રથમ સીધા મહારાજા પ્રસેનજિતના શયનકક્ષમાં ગયા. તેમણે પિતાની ક્ષેમકુશળતા પૂછી તેમના ચરણ સ્પર્શ કરી નમસ્કાર કર્યા.
... ૩૯૫ મહારાજા પ્રસેનજિત પુત્રને જોઈ હર્ષ વિભોર બન્યા. તેમણે કુમારને હૃદય સરસો ચાંપ્યો. તેમને આજે પ્રાણથી પણ પ્રિય પુત્ર મળ્યો હતો. તેની ખુશી હતી. તેમણે કુમારને પૂછ્યું, “બુદ્ધિશાળી પુત્ર! આટલા દિવસ તું ક્યાં હતો?”
•.. ૩૯૬ કુમારે કહ્યું, “પિતાજી! બેનાતટ નગરે રહેતો હતો ત્યારે પણ તમને નિત્ય યાદ કરી તમારા નામની માળા જપતો હતો. આજે મને તમે મળ્યા જાણે પ્રભુ દર્શન થયા! મારાં સર્વ કાર્યો આજે સિદ્ધ થયાં.” (પ્રસેનજિત રાજાએ નવાણુ પુત્રોને બોલાવ્યા. શ્રેણિકને યુવરાજની પદવી આપી પોતે હવે નિવૃત્ત થવા માંગે છે, તેવું પુત્રોને જણાવ્યું. સર્વપુત્રોએ પોતાની સહમતિ દર્શાવી.)
... ૩૯૭ મહારાજા પ્રસેનજિતની દીક્ષા રાજ શ્રેણિક નઈ આપતો, બીજાનઈદઈ દેસરે; આપ સંયમ લઈ તાતજી, મુક્યા સકલ કલેસ રે
... ૩૯૮ કુ. રાય રમણિ ઋધિ મુકતો... આંચલી સુપરખ ભોગ છાંડઈ સહી, જિમ કંચૂઉ સાપ રે; મુરખ માખી પરિ ખુશીઆ, સંસાર ચૂક માંગ્યા પરે
... ૩૯૯ કુ. અંજલી જલ બીજું આઉખું, રાખ્યું નવિ રહઈ તેહ રે; જા તૂ મૂઢ જાણઈ નહી, આવઈ ટપ તસ છેહ રે
. ૪૦૦ રા. આતમા એક નઈ કરસિં, મારઈ જીવ કઈ લાખ રે; નરગિ પડસઈ તુઝ જીવડો, હોસઈ દેહડી રાખ રે
... ૪૦૧ રા. એહ સરુપ છઈ જીવનું, આરાધઈ નહી ધર્મ રે; અંતિ સમઈ રે ચેતઈ નહી, પૂર્વ ચીકણાં કર્મો રે
... ૪૦૨ ૨. તન ધન યોવન બલ છતાં, પુણ્ય જે ન કરંત રે; સબલ હીણ અંતિ વલી, સુતા હાથ ઘસંત રે
... ૪૦૩ રા. અર્થ - મહારાજા પ્રસેનજિતે શુભ મુહૂર્ત શ્રેણિકને રાજ્ય સોંપ્યું. અન્ય ભાઈઓને પણ બીજા દેશો વહેંચી આપ્યા. મહારાજાએ ઘરબાર, પુત્ર-પરિવાર અને રાજ્યનો મોહ ત્યજી સર્વવિરતી ધર્મ સ્વીકાર્યો.... ૩૯૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org