SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ કવિ ઋષભદાસ કૃત ‘શ્રી શ્રેણિક રાસ’ કવિ કહે છે કે સાપ જેમ પોતાના શરીર પરથી કાંચળી ઉતારી ફેંકી દે છે, તેમ સજ્જનો આ મનુષ્ય જન્મના ભોગ સુખોને સમય આવે ત્યારે ઘડીકમાં ત્યાગ કરે છે. મૂર્ખ લોકો બળખા પર બેઠેલી માંખીની જેમ સંસારના નાશવંત સુખોમાં ખૂંચી જાય છે. ... ૩૯૯ અંજલિમાં રહેલું જળ અને મનુષ્યનું આયુષ્ય ગમે તેટલું સાચવાતાં સચવાતું નથી. અબુધજનો આ જાણતા નથી તેથી અચાનક આયુષ્ય પૂર્ણ થતાં તેઓ છેતરાય છે (પશ્ચાતાપ કરે છે). ૪૦૦ એક દેહના રાગના કારણે સંસારી જીવો લાખો જીવોનો કચ્ચરઘાણ કરે છે. કવિ કહે છે કે, તારો જીવ એવું કરવાથી નરકગતિમાં પડશે. તારી આ કાયા રાખ બની જશે. ...૪૦૧ આત્મા શાશ્વત છે, દેહ નહીં. તેથી શાશ્વત સુખ મેળવવા આત્મ સુરક્ષાનો ધર્મ કરો. જે જીવ ધર્મ કરતો નથી, અંત સમયે પણ જાગૃત થતો નથી, તેને પૂર્વના ચીકણાં કર્મો ઉદયમાં આવે છે. ...૪૦૨ જે વ્યક્તિઓ તનથી તંદુરસ્ત છે, શ્રીમંત છે અને યૌવન વયમાં બળવાન છે, છતાં ધર્મનાં કાર્યો કરી પુણ્ય ઉપાર્જન કરતા નથી; તેઓ ગમે તેટલા બળવાન હોવા છતાં વૃદ્ધાવસ્થામાં બળહીન બને છે. અંતે મૃત્યુના સમયે તેમની પાસે પસ્તાવા સિવાય શું રહે ? ...૪૦૩ ૮૨ : ૨૪ દુહા : અત્યુત્તમ ધર્મ પુરુષાર્થ ક્રોધ ઘણો નિદ્રા બહુ, આહાર તણો નહી પાર; ભોગિં ત્રપતિ ન પામતો, તસ દુરગિતં નિરધાર નિદ્રા ભોજન અલ્પ કથા, વચન સાર ધ્યન ત્યાગ; ૠષભ કહઈ પૂજા દયા, ઉત્તમ વહેલો રાગ સુર સૂખી, નારક દૂખી, તિર્યંચ વિવેક વિનાય; ધર્મ આછઈ માનવ ભવે, પુરુષ ન ચેતઈ કાંય કવિ કહે છે કે જે માનવ અતિશય ક્રોધી, ઊંઘણસી, ખાઉધરો, વિષયાસકત અને અસંતોષી છે; તેની નિશ્ચયથી દુર્ગતિ નિર્ધારિત છે. ૪૦૬ રા. અર્થ ૪૦૪ કવિ કહે છે કે-અલ્પ નિદ્રાવાળો, અલ્પભોજન કરનારો, વિકથાનો ત્યાગ કરનારો, અલ્પભાષી, ઉત્તમ શબ્દો બોલનારો, ધનનો પરિગ્રહ ઘટાડનારો-દાનવીર, દયાળુ, અલ્પરાગી એવો ઉત્તમ પુરુષ સર્વત્ર પૂજનીય બને છે. ...૪૦૫ દેવતાઓ જગતમાં અત્યંત સુખી છે. નરકના જીવો અત્યંત દુખી છે. તિર્યંચો વિવેક વિનાના છે. આ ત્રણે ગતિમાં ધર્મ આદરી શકતો નથી. એક માત્ર મનુષ્યભવમાં જ ધર્મનું આરાધન થઈ શકે છે. માનવ ભવ પામ્યા પછી પણ લોકો શા માટે ચેતતા નથી ? (સખેદાશ્ચર્ય છે !) .૪૦૬ : Jain Education International ઢાળ : ૨૦ અભયકુમારનો જન્મ અને શિક્ષણ ચતુર ચંદ્રાનની એ દેશી. રાગ : મલ્હાર. આપ ચેતી નર છંડતો, રાજ રમણિ સુખ ભોગ રે; ગજ રથ અશ્વ નગરી તજી, લીધો સંયમ યોગ રે For Personal & Private Use Only ... ... ૪૦૪ રા. ૪૦૫ રા. ... ૪૦૭ રા. www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy