________________
૩૭.
... ૧૩૪ ચં.
પુરુષ ચિંતઈએ હાર્થિ ગ્રહઉં, આવો તુમે મુઝ ઘરિ રે; સરવ તાહરું સુખિં અહી રહો, કરસિઉ ભગતિ બહુ પેરિ રે ૧૩ર ચં. કુમર કહઈ હિત અતિ ઘણું, કરો કિમ તુમ સાહિ રે; દેશ પરદેસ જોયા ઘણાં, વહિ કો નવિ જાય રે
• ૧૩૩ ચં. સનેહ ઘરો સહુ ઉપરિ, કયમ વાણિક મુઝ સાથિ રે; કે કારય મુઝસ્યું પડિઉં, કિંવા મોકેલા હાથિ રે કામ વલભ નર હું સહી. થાઈ તુઝથી કામ રે; તુઝ મલઈ મહોર વાઘસઈ, વાઘઈ તુઝથી દામ રે
... ૧૩૫ ચં. અર્થ:- રાજકુમાર શ્રેણિકનો સંગ થતાં શેઠને ચંદ્રમા જેવી શીતળતાનો અનુભવ થયો. શેઠનું મન પ્રફુલ્લિત બન્યું. શેઠે આદરમાન આપતાં કહ્યું, “હે પરદેશી !તમે આ પેઢી પર આવી તેને પવિત્ર કરો.” ...૧૨૮
કુમાર પેઢીએ બેઠા.(ગ્રાહકોની અવરજવર ચાલુ થઈ ગઈ.) શેઠને તે દિવસે અત્યધિક લાભ થયો. ચકોર ધનાવાહ શેઠે જાણ્યું કે આ કોઈ ઉત્તમ પુનિત વ્યક્તિ છે. જેના આગમનથી મને ઘણો નફો થયો છે. શેઠ અતિ હરખાયા.
... ૧૨૯ ધનાવાહ શેઠે કહ્યું, “હે પરદેશી યુવાન! અહીં જુઓ. અહીં એક પાત્રમાં મીંઢળના ફળ છે, બીજામાં રોહિણી વૃક્ષની છાલ છે. ત્રીજામાં તજ અને કચૂરો છે. ચોથામાં ત્રિફલા છે. પાંચમામાં સિંધવ, સૂંઠ, ગલોસત્વ વગેરે ભરેલાં છે. કુમાર!તમને જે જોઈએ તે વિના સંકોચે લઈ શકો છો. ... ૧૩૦
મારી હાટમાં ઈન્દ્રજવથી ભરેલી છાબડી છે, તેમજ પુષ્કળ પ્રમાણમાં ડાંગર અને કરડાં છે. હે કુમાર! તમે પૈસાની ચિંતા ન કરતા. તમે કોઈ પણ વળતર(ખર્ચ) વિના ગરમાળો વગેરે વસ્તુઓ લઈ શકો છો. (રાજકુમાર મૌનપણે સાંભળતા રહ્યા ત્યારે શેઠે કહ્યું) હે કુમાર!તમે શું વિચારો છો?” ... ૧૩૧
રાજકુમાર શ્રેણિક શેઠની સામે જોઈ વિચાર કરવા લાગ્યા કે, “આ શેઠ કેટલા ઉદાર છે !' ત્યાં તો શેઠે તેમનો હાથ પકડી લીધો. શેઠે કહ્યું, “હે યુવાન! તમે મારી હવેલીએ ચાલો.(મને અતિથિ સત્કારનો અવસર આપો.) અહીં બધું જ તમારું છે. તમે સુખેથી મારે ત્યાં રહો. અમારા પરિવારજનો તમારી ખૂબ સેવા ભક્તિ કરશે.”
...૧૩૨ રાજકુમાર શ્રેણિકે કહ્યું, “શેઠજી! પરદેશી છું. એક અજાણ્યો વ્યક્તિ છું, છતાં તમે મારા પ્રત્યે આટલો સદ્ભાવ શા માટે બતાવો છો? મેંદેશ વિદેશ જોયાં પરંતુ તમારી તોલે કોઈ ન આવે. ... ૧૩૩
તમે બધા ઉપર સ્નેહ રાખતા હશો પરંતુ શેઠજી ! તમે મારા પર આટલો સ્નેહ કેમ વરસાવો છો? તમને મારું શું કામ પડ્યું? તમને મારાથી શું લાભ થશે? મારી ઉપર આટલી કૃપા શા માટે?" ... ૧૩૪
ધનાવાહ શેઠે સ્મિતપૂર્વક કહ્યું, “હે પરદેશી! હું અર્થ પ્રિય વણિક છું. તમારા થકી મારાં અનેક કાર્યો થશે. તમારાથી મારી મોટાઈ, કિર્તી વધશે. તમારાથી મને ઐશ્વર્ય અને સંપત્તિનો લાભ થશે.” ૧૩૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org