SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ३८ દુહા : ૮ સ્વારથ જગમાં વલ્લ હો, પર વહલો ન કોય; જેણી નારિ નર નાખીઉં, ચીર ઘરઈ સિર સોય ૧૩૬ અર્થ : આ વિશ્વમાં સૌ જીવોને સ્વાર્થ પ્રિય છે. પરમાર્થ કોઈને વલ્લભ નથી, અર્થાત્ પરમાર્થ કોઈ વિરલ વ્યક્તિને જ પ્રિય હોય છે. જે સ્ત્રીનો પતિએ ત્યાગ કર્યો છે તે સ્ત્રીને માથા પર વસ્ત્ર ઓઢવું પડે છે. ... ૧૩૬ ઢાળ : ૭ તેજંતૂરીની ઓળખ : કવિ ઋષભદાસ કૃત ‘શ્રી શ્રેણિક રાસ’ ચતુર ચંદ્રાનની એ દેશી. રાગ : મલ્હાર. સુપન દીઠુંઅ પરદેસિઉં, મલિં લાભ હોય જામ રે; તેહની ભગતિ કરજે ઘણું, થસઈ સકલ તુઝ કામ રે પૂરવ દિસ થકી આવસઈ, વરસ વીસનો પુરૂષ રે; ઉજલાં અંબર પેહરણઈ, ઉપાસઈ તુઝ હરખ રે સાત ઘડી દિન ગયા પછી, આવઈ પુરૂષ રે; તેહથી આપદા તુઝ જસઈ, કરે તાસ યતત્ન રે શ્રેણિક ચિંતવિ સેઠિઉ, કહઈ સકલ કથાય રે; ધરત કુરણા નૃપ નિં ઘણું, બેસઈ હાટમાં જાય રે; તેજનતુરીય દેખતું, કહઈ સેઠનિં તામ રે; વસ્તુ આહવી એમ મોકલી, મુંકી કાં તુમ આમ રે સેઠ કહઈ રજ વાહણની, પડી હાટડામાંહિં રે; કામિ વરસાલઈ આવસઈ, નાખિસિ કાદવમાંહિ રે નૃપ કહઈ જાણપલું વલી, દોહિલું છઈ જગમાંહિ રે; સુત્રથી શાસ્ત્ર ભનઈ ઘણાં, ઘોડાઅ રથ લહઈ પ્રાંહિં રે ભાખઈ ઋષભ તે તાંહિ રે. ચં. Jain Education International ૧૩૭ ૨. For Personal & Private Use Only ૧૩૮ ચં. ૧૩૯ ચં. ... ૧૪૦ ચં. ૧૪૩ ચં. અર્થ ધનાવાહ શેઠે રાજકુમાર શ્રેણિકના પ્રશ્નોનો ઉત્તર આપતાં કહ્યું, ‘‘કુમાર ! મને ગઈ કાલે રાત્રે કોઈ દેવે સ્વપ્નમાં આવી કહ્યું કે, ‘‘ઓ શેઠ ! તમને સવારે કોઈ પરદેશી મળશે. આ પરદેશીથી તમને ખૂબ લાભ થશે. શેઠ ! તમે તેની ભકતિ કરજો તેથી તમારાં સર્વ કાર્ય પૂર્ણ થશે. ... ૧૩૭ ૧૪૧ ચં. ૧૪૨ ચં. તે પરદેશી પૂર્વ દિશામાંથી આવશે. તે વીસ વર્ષનો નવયુવાન હશે. તેણે સુંદર અને સ્વચ્છ વસ્ત્રો પહેર્યાં હશે.તેને જોઈને તમે આનંદથી પુલિકત થશો. ૧૩૮ હે શેઠ ! સૂર્યોદય પછી સાત ઘડી(૨ ૧/૨ કલાક પછી) વ્યતીત થશે ત્યારે પૂર્વ દિશા તરફથી એક યુવાન પુરુષ આવશે. તેની પાસે ઘણાં રત્નો હશે. તે યુવાન થકી તમારી સર્વ આપત્તિઓ, સંકટો ટળશે. તે તારી વિપત્તિઓ દૂર કરવા માટે ખૂબ પ્રયત્ન કરશે. "" ... ૧૩૯ www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy