SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ ••. ૫૦૧ ••. ૫૦૨ જાઉ દુષ્ટ સું પૂછો વાત, ધિગ તુમ જનની ધિગ તુમ તાત; કનક કોલી લીઈ પોસ્યા બહુ, ધન લેઈનિ ફરીયા સહુ રાય અઢાર વદઈ તિહાં હસી, ભૂપતિ વાત કરો છો કસી; અનેક ઠામિં કિધાં સંગ્રામ, તિહાં ન કરયાં અમ્યો લુણહરામ આજ કર્યું તુમ આપત્ત પુઠિ, જે અણસમઝેિ નાઠા ઉઠિ; ખોયું તુમ્યો અહા નામ, એ સહુ અભયકુમારનાં કામ .. ૫૦૩ આવ્યો હઈડઈ ખરો વિચાર, એ ખોટારો અભયકુમાર; લખી મોકલયો ખોટો લેખ, હું નાઠો મતિ નહી મુઝ રેખ ... ૫૦૪ હવઈ અભયકુમાર નઈ જોય, ઝાલી લાવઈ નર વલી કોય; તો મુઝ નઈ સુખ શાતા હોય, ઋષભ કહઈ વાત ઘણી સોય ... ૫૦૫ અર્થ - એક દિવસ ચંડપ્રદ્યતન રાજાએ રાજગૃહી નગરી પર ચડાઈ કરી. તેની પાસે વિશાળ સૈન્ય હતું. તેણે રાજગૃહી નગરીને ચારે બાજુથી ઘેરી લીધી. મહારાજા શ્રેણિકે આવી પડેલા સંકટમાંથી ઉગરવા માટે અભયકુમારને તરત જ બોલાવી તેનો ઉપાય પૂછયો. ... ૪૯૨ | (ચંડપ્રદ્યોતન જેવા પ્રતાપી શત્રુની સાથે બળથી નહીં પરંતુ કળથી કામ લેવા) અભયકુમારે એક યુક્તિ કરી. અડધી રાતે ગુપ્તચરો દ્વારા ચંડપ્રદ્યોતન રાજાના સૈનિકોની છાવણીઓની પાછળ ચાર ખૂણામાં ચાર સોનામહોરોના ભરેલા કળશો દટાવ્યા. ત્યારપછી અભયકુમારે ચંડપ્રદ્યોતન રાજાને ખોટો પત્ર લખ્યો. “માસા! હું આપનો હિતેચ્છું છું. તમે મારા માસા છો તેથી તમને વારું (રોકું) છું. મારા પિતાજીએ આપના મુખ્ય સેનાપતિઓને પૈસા આપી ફોડી નાખ્યાં છે. તેમને ધનની લાલચ આપી ખરીદી લીધાં છે. અવસર આવશે ત્યારે તમને પણ તેઓ પકડીને બંદીવાન બનાવશે. ... ૪૯૪ તમને વિશ્વાસ ન હોય તો જ્યાં સેનાપતિના તંબુ છે, ત્યાં જજો. તે તંબુના ચારે ખૂણામાં સુવર્ણ કળશો દાટેલાં છે. હે રાજન્!તમે અહીંચેતી જાવ.” ...૪૯૫ અભયકુમારે પત્ર લખી દૂત મારફતે ચંડપ્રદ્યોતન રાજાને મોકલ્યો. મહારાજા શ્રેણિક સાથે તમે યુદ્ધ માંડી વાળો; એવું અભયકુમારનું મંતવ્ય ચંડપ્રદ્યોતન રાજાએ જાણ્યું. અભયકુમારના વચનો મનથી સાચા સમજી ઉજ્જયિની નરેશે તેના પર સંપૂર્ણ વિશ્વાસ રાખ્યો. (યુદ્ધ થતાં અટકી ગયું.) ...૪૯૬ ઉજ્જયિની નરેશે ખાતરી કરવા છૂપી રીતે સેનાપતિની છાવણીના ચારે ખૂણાઓ ખોદાવ્યા. તેમાંથી ચાર સુવર્ણ કળશો નીકળ્યા.(જેમાં મગધ દેશની ચમકતી સુવર્ણમુદ્રા હતી) ચંડપ્રદ્યોતન રાજાએ (૧) ઉજ્જયિની નરેશ ચંડપ્રદ્યોતન રાજાએ પોતાના સાઢુભાઈ શ્રેણિકને દૂત દ્વારા કહેવડાવ્યું કે તમારું કલ્યાણ ઈચ્છતા હોતો અનુપમ વંકચૂડ હાર, સેચનક હાથી, અભયકુમાર પુત્ર અને રાણી ચેલણાને વિના વિલંભે મોકલી આપો. આ સાંભળી ક્રોધિત થયેલા શ્રેણિક રાજાએ કહેવડાવ્યું કે તમે તમારી કુશળતા ઈચ્છતા હો તો અગ્નિરથ, અનિલગિરિ હાથી, વજર્જા દૂત અને શિવાદેવી રાણી શીધ્રાતિશીધ્ર મોકલો. આ સમાચાર સાંભળી બદલો લેવા ચંડપ્રદ્યોતન રાજાએ મોટી સેના લઈ રાજગૃહી પર ચડાઈ કરી. (શ્રી નંદીસૂત્ર પૃ. ૧૪૮ થી ૧૫૧.) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy