________________
૧૦૦
કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ'
સેનાપતિઓને મનથી ધિક્કાર્યા.
... ૪૯૭ તેઓ નમકહરામ છે! રાજદ્રોહ (રાજા સાથે વિશ્વાસઘાત)નું પાપ ભયંકર છે. તેમને ધિક્કાર છે!' તેઓ મૂઢ બની ધનના લોભથી લલચાઈને મને છોડી મારાજ શત્રુ શ્રેણિક રાજાને મળ્યા. ... ૪૯૮
ચંડપ્રદ્યોતન રાજા શત્રુઓ વડે પકડાઈ જવાના બીકે ઊભી પૂંછડીએ નાઠા. તેમનાં હૈયામાં મરણની બીક હતી. માલવપતિ પાછા વળ્યા. નાયક વિના સેચમાં ભંગાણ પડયું.
...૪૯૯ સુભટોએ પાછળથી એકબીજાને ચંડપ્રદ્યોતન રાજાના નાસી જવાની અને ફરી ન દેખાવાની વાતો કરી. ચંડપ્રદ્યોતન રાજા ઉજ્જયિની નગરીમાં પાછા આવ્યા. સેનાપતિ બધું સમેટી પાછા ફર્યા. તેમણે રાજાને અચાનક પાછા ફરવાનું કારણ પૂછ્યું.
... ૫૦૦ ચંડપ્રદ્યતન રાજાએ કહ્યું, “હે દુષ્ટો!તમે નમકહરામ છો. રાજદ્રોહનું મોટું પાપ કરીહવે તમે મને પાછા ફરવાની વાત પૂછો છો? ધિક્કાર છે તમારા માતા-પિતાને! સોનાની અસંખ્ય સોના મહોરો આપી તમારું પોષણ કર્યું, છતાં લાંચરુશ્વત લઈ દગાબાજી કરી?”
... ૫૦૧ ત્યારે અઢાર દેશના રાજાઓએ હસીને ચંડપ્રદ્યોતન રાજાને કહ્યું, “મહારાજ! તમે શું વાત કરો છો? અમે અનેક યુદ્ધ કર્યા છે પરંતુ ક્યાંય કૃતજ્ઞતા નથી કરી.
... ૫૦૨ આજ તમને પાછળથી શું આપત્તિ આવી કે સમજ્યા વિના જ ત્યાંથી ઊભા થઈ નાશી આવ્યા? તમે અમારું પણ નામ બદનામ કર્યું છે.” ચંડપ્રદ્યોત રાજાએ વિચાર્યું, (તમે જો લાંચ લીધી નથી તો....) આ નક્કી અભયકુમારનું જષäત્ર છે.
...૫૦૩ ચંડપ્રદ્યોતન રાજાને ખાત્રી થઈ કે, “અભયકુમાર જૂઠો છે. તેણે મને ખોટો પત્ર લખ્યો હતો. મારી બુદ્ધિ ભ્રષ્ટ થવાથી હું લેશ માત્ર વિચાર કર્યા વિના ત્યાંથી નાસી આવ્યો.”
... ૫૦૪ હવે અભયકુમારને પકડીને જો કોઈ વ્યક્તિ અહીં લાવે તો મારા મનને શાંતિ – સમાધિ ઉપજે. કવિ ઋષભદાસ કહે છે કે, તે ઘણી મોટી કથા છે.
... ૫૦૫ દુહા : ૩૦ બુધિ વખાણી કુમરની, એ સમ અવર ન કોય; વલી બુધિ પરધાનની, નર સુણયો સહુ કોય
... ૫૦૬ અર્થ - અભયકુમારની બદ્ધિની ચારે તરફ મુક્ત કંઠે પ્રશંસા થવા લાગી. એમના જેવો બુદ્ધિશાળી બીજો કોઈ નથી. હે માનવો! મહામંત્રી અભયકુમારની બુદ્ધિ વિશે તમે સાંભળો.
ઢાળઃ ૨૫ સુજ્યેષ્ઠાનો વાદ વિજય કાદૂ વજાવઈ વાંસલી એ દેશી. રાગઃ અશાવરી સીધુ સુણો પુરુષ નર આગલિ, શ્રેણિક સુત વાતો; મહારાય ચેડા તેણઈ છઈ પુત્રી સાતો, પભાવઈ પોગાવઈ; એ સીતા જેહવી, જેઠ સુજીઠ, મિગાવઈ, સતી ચિલણા દેવી ...૫૦૭
... ૫૦૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org