________________
કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ'
અભિમાનમાં શ્રેષ્ઠ હતા. તેઓ વીર પ્રભુના વંદન કરવા ગયા ત્યારે ઈન્દ્ર મહારાજા સાથે હોડ કરી....૪૮૮
આ જગતમાં શાલિભદ્ર સમાન કોઈ ઋદ્ધિવંત નથી. જંબુકુમાર જેવો કોઈનો શ્રેષ્ઠ કોટિનો વૈરાગ્ય નથી અને કયવનાકુમાર જેવું સૌભાગ્ય પણ કોને પ્રાપ્ત થયું છે?
••• ૪૮૯ 'નંદીષેણ મુનિની પ્રખર દેશના અને સનકુમાર ચક્રવર્તીનું રૂપ જગતમાં વિખ્યાત છે. કુમારપાળ રાજા જેવો ધર્મપ્રેમી અને જીવદયા પ્રેમી રાજા આજ દિવસ સુધી કોઈ થયો નથી. ...૪૯૦
આ જગતમાં સ્થૂલિભદ્ર જેવો ઈન્દ્રિય વિજેતા યોગી (મહાત્મા) કોઈ થયો જ નથી, તેવી જ રીતે અભયકુમાર જેવો બુદ્ધિ નિધાન પણ બીજો કોઈ થયો નથી.
.. ૪૯૧ ચોપાઈઃ ૭ બુદ્ધિનો અદ્ભુત ચમત્કાર ચંડપ્રદ્યોતન રાજા ઠગાયા
એક દિન ચંડપ્રદ્યોતન રાય, ચઢી રાજગૃહી ઉપરિ જાય; સબલ સેના લઈ વિટિ૬ ગામ, અભયકુમાર નઈ પૂછઈ તામ ... ૪૯૨ અભયકુમારિ તિહાં બુધિ કરી, ચ્ચાર કલસ સોનઈ ભરી; ચંડપ્રદ્યોતનના નર જ્યોહિં, ડાટયા ડેરા પુઠાલિ
... ૪૯૩ ખોટા કાગલ લખિઆ અતી, વારું છું તુમ માયાવતી; સુભટ સહૂ પતલ્યા ધન ગ્રહી, માસા તુમનઈ ઝાલાઈ સહી ... ૪૯૪ નવિ માનો તો જોયો ત્યાંહિ, વડા સુભટના ડેરા જ્યાંહિ; સોવન કલસ ડાટયા છઈ તહી,ચેતે રાજા તુમનિ અહી અશા લેખ લખી દે હાથિ, માંડ વઢયો નૃપ શ્રેણિક સાથિ; ચંડપ્રદ્યોતન જાણઈ સંઈ, મનસ્યું, સાચું સમઝયો તiઈ
••• ૪૯૬ ચંડપ્રદ્યોતન બીહતો ત્યાતિ, વડા સુભટના ડેરા જ્યાંહિ; સોવન કલસ પ્રગટયા તિહાં ચાર, ભૂપ કહઈ નર નઈ ધિકાર
... ૪૯૭ લુણહરામ તણા કરણહાર, નૃપ દ્રોહિનું પાપ અપાર; ફટો મૂઢ દ્રવિર્યું વલ્યા, તજી તાથ શ્રેણિકનઈ મલ્યા
૪૯૮ ધૂર્યો રાય બોલ્યો નવિ ફરી, હઈડઈ બીહીક મરણની ધરી; ગણઈ અવ્યા રે માલવરાય, ભાંગુ કટક તે કેડિ થાય
•.. ૪૯૯ પંઠિથી પુછઈ સહુ કોય, નાસઈ રાય ફરી નવિ જોય; ઉજેણીમાં આવ્યો ભૂપ, પૂછઈ નાઠા તણું સરૂપ
••• ૫૦૦ (૧) શાલીભદ્ર ચરિત્ર - કથારત્ન મંજૂષા, ભા.-૧, પૃ.-૨૪૧ થી ૨૫૫ (૨) જંબુસ્વામી – ભરફેસરની કથાઓ, પૃ.- ૬૨ થી ૬૫ (૩) કવન્ના કુમાર - ભરતેસરની કથાઓ, પૃ.૩૯ થી ૪૩ (૪) નંદીષેણ મુનિ - ભરફેસરની કથાઓ, પૃ. ૩૪ થી ૩૬ (૫) સનકુમાર ચક્રવર્તી – ઉત્તરાધ્યયન સૂત્ર, એ.-૧૮, ગા.-૩૬. (૬) સ્થૂલિભદ્ર – ભરફેસરની કથાઓ, પૃ. ૨૧ થી ૨૬
••. ૪૯૫
.
.
.
9
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org