________________
૩૧૩
ચૌદ રતન પાખિ વલી, કિમ સાધેસ્યો દેશ; કોણી વારયો નવિ રહઈ, કીધો કારયમ વેશ.
... ૧૭રર અર્થ - કોણિકરાજાએ તમિત્રા ગુફા તરફ પ્રયાણ કર્યું ત્યારે તેમના મુખ્ય મંત્રીએ તેમને ત્યાં જતાં રોક્યા. મંત્રીએ કહ્યું, “મહારાજા ! તમિસ્રા ગુફા તરફની પૃથ્વી ઉપર ફક્ત ચક્રવર્તીનો અધિકાર છે. તે પૃથ્વી ઉપર જવું તે આપણું કાર્ય નથી.”
. ૧૭૨૧ તમારી પાસે 'ચક્રાદિ ચૌદ રત્નોમાંથી એક પણ રન આોછું હોય તો બીજા ખંડોકઈ રીતે જીતશો. (મંત્રીની સલાહકોણિકરાજાના ગળે ન ઉતરી.) તેઓ કોઈ રીતે અટક્યાં નહીં. તેમણે યુદ્ધમાં પ્રયાણ કરવા યોગ્ય વેશભૂષા પહેરી.
...૧૭૨૨ ઢાળઃ ૭૭ કોણિકરાજાનું નરકાગમન
આવઈ આવઈ 28ષભનો પુત્ર એ દેશી. ચઉદ રતન કરઈ કરિમાં એ, આવ્યો કોણી રાય, શ્રેણિક સુત એ સહી એ, પોષધ ત્રણ તિહાં કરયા એ, કૃતમાલ સુર તેણઈ ઠાય.
•. ૧૭૨૩ શ્રેણિક સુત....આંચલી. કૃતમાલ સુર એમ કહઈ એ, એ નહી તાહરો ઠામ, શ્રેટ જે નરદેવ હોઈ વલી એ, એ છઈ તેહનું કામ.
... ૧૭૨૪ શ્રેટ કોણી કહઈ સુણો દેવતા એ, હું છું ચક્રી તોય , શ્રેટ ચકી બાર તો થઈ ગયા એ, સુર કહઈ નવો ન હોય.
•.. ૧૭૨૫ શ્રેટ કોણી કહઈ હું તેરમો એ, વેગિં ઉઘાડો બાર. શ્રેટ એમ કહી દંડ તે મારીઉં એ, સુર થયો ક્રોધ અપાર.
. ૧૭૨૬ શ્રેટ તામ ચપેટો મારીઉં એ, કોણી પામ્યો મર્ણ, શ્રેટ છઠી નરગિં ઉપનો એ, ન થયું કોહિનૂ શર્ણ.
. ૧૭૨૭ શ્રેટ જેહનિ તૃણા અતિ ઘણી એ, તે નહી સુખીયા ક્યાંહિં, શ્રેટ નવ વંદન નરગિં ગયા એ, સુભમ તે સાગરમાંહિં.
૧. ૧૭૨૮ શ્રેટ સંતોષેિ તાપસ સુખી એ, ખાતા વનના કંદ; શ્રેટ પવન ભખિત પુષ્ટા અહી એ, તરણ ભખિ તટ ગયંદ.
•. ૧૭૨૯ શ્રેટ તેણેિ તૃષ્ણા નર નવિ કરો એ, કોણી પરિ દુખ જોય; શ્રેટ 2ષભ કહઈ સંતોષથી એ, બહૂ સુખશાતા હોય.
... ૧૭૩૦ શ્રે૦ (૧) ત્રિ.શ.પુ.ચ. અનુસાર-કોણિકરાજાએ ભગવાનને પૂછ્યું,“ભગવનું હું ચક્રવર્તી કેમ નહીં? મારી પાસે ચતુરંગી સેના પણ છે.” પ્રભુએ કહ્યું, “તારી પાસે ચક્રાદિ રત્નો નથી.” અહંકારી કોણિકરાજાએ લોઢાના એકૅન્દ્રિય સાત મહારત્નો કરાવ્યા. પદ્માવતીને સ્ત્રીરત્ન અને હસ્તિને પંચેન્દ્રિય રત્નો કલ્પી દીધાં. ચક્રવર્તીના ૧૪ રત્નો માટે જુઓ પરિશિષ્ટ વિભાગ. (૨) ત્રિ.શ.પુ.ચ. પર્વ-૧૦, સર્ગ-૧૨, પૃ. ૨૩૮.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org