SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૨ બહુ સીસ નમાવઈ નૃપનિં... આંચલી. સોલ સહેસ નૃપ સેવા સારઈ, અવર નૃપ નહી પારો રે; ગામ નગર પુર પાટણ ઝાઝાં, દેસ તે સોલ હજાર રે. એક દિન મંત્રીનિં રાય પુછઈ, રહી કાંઈ પ્રથવી લેતાંરે; મંત્રી કહઈ મહી સઘલી લીધી, ગામ નગર પુર જેતાં રે. ગફા તિમિષ્ટા છઈ વૈતાિં, તિહાં તો ચક્રી જાય રે; ત્રણિ ખંડ તિહાં અસુર વસંતાં, તે કોણિં ન લેવાય રે. કોણી કહઈ પ્રથવી બલીયાની, જે સુરો તે ખાય રે; ગજ હયવર સહુ સેના લેઈ, ગફા ભણી તે જાય રે. અર્થ :- કોણિકરાજાનું આધિપત્ય ઘણા દેશના રાજાઓએ સ્વીકાર્યું. તેઓ સ્વર્ગલોકના મહારાજા ઈન્દ્રની જેમ સર્વ રાજાઓ ઉપર હકૂમત ચલાવતા હતા. તેઓ ત્રણ ખંડના અધિપતિ બની ભોગવટો કરતા હતા. જાણે ત્રણ ખંડના અધિપતિ શ્રી કૃષ્ણ વાસુદેવ ન હોય ! ૧૭૧૬ ૧૭૨૦ બ૦ કોણિકરાજાની પુણ્યની પ્રચુરતાથી સોળ હજાર મુખ્ય રાજાઓ તેમની સેવા કરતા હતા. અન્ય નાના નાના ખંડિયા રાજાઓનો તો કોઈ પાર ન હતો. (જેઓ તેમનો પડયો બોલ ઝીલવા તૈયાર હતા.) નાના નાના અનેક ગામો, નગરો, શહેરો (મોટાં નગરો) એમ સઘળાં મળીને સોળ હજાર દેશોએ કોણિકરાજાનું અધિપત્ય સ્વીકાર્યું હતું. કવિ ઋષભદાસ કૃત ‘શ્રી શ્રેણિક રાસ’ Jain Education International દુહા ઃ ૯૧ ગફા ભણી તે સંચરયો, મંત્રી વારઈ તામ; એ પ્રથવી ચક્રી તણી, એ નહી આપણું કામ. ... ૧૭૧૭ બ For Personal & Private Use Only ૧૭૧૮ બ૦ ૧૭૧૭ (પ્રચુર સંપત્તિના સ્વામી હોવા છતાં જેમ ‘વિનાશ કાળે વિપરીત બુદ્ધિ' તે યુક્તિ અનુસાર લોભ વશ) કોણિકરાજાએ એક દિવસ પોતાના મુખ્ય મંત્રીને બોલાવી પૂછયું, ‘હે મંત્રીશ્વર ! હવે આ પૃથ્વી ઉપર કોઈ દેશ જીતવાનો બાકી છે ?'' મંત્રીએ ઉત્તર આપતાં કહ્યું, “મહારાજા! આ પૃથ્વી પર જેટલાં ગામ, , શહેર હતાં તેટલાં બધા પ્રદેશો કબ્જે કરી જીતી લીધાં છે. નગર, ... ૧૭૧૮ વૈતાઢય પર્વત પાસે તમિસ્રા ગુફા છે. ત્યાં ફક્ત ચક્રવર્તી જ જઈ શકે છે. વળી તે ત્રણ ખંડમાં અનાર્ય લોકો વસે છે. તે ખંડમાં ચક્રવર્તી સિવાય કોઈ ન જઈ શકે તેથી તે પ્રદેશો ઉપર શી રીતે વિજય મેળવી શકાય ’’ ૧૭૧૯ બ૦ ... ... ૧૭૧૯ કોણિકરાજાએ કહ્યું, ‘‘આ પૃથ્વી ફક્ત બળવાન અને મારા જેવા શૂરવીર પુરુષોની છે. જે પરાક્રમી છે, તે પૃથ્વી ઉપર વિજય મેળવી તેને ભોગવી શકે છે.’’ (પોતાના સામ્રાજ્યની સીમાઓ વધારવાના લોભથી કોણિકરાજાને મનમાં છ ખંડ સાધવાની ચટપટી જાગી.) કોણિકરાજા (સર્વ સત્તાધીશ ચક્રવર્તી બનવા) હયદળ, ગજદળ, રથદળ અને મહા સૈન્યને લઈ વૈતાઢય પર્વતની તમિસ્રા ગુફા તરફ સંચર્યા. ... ૧૭૨૦ ૧૭૨૧ www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy