________________
૩૧૧
કાંઈ કરો એહવું આકરૂંજાઉં હું તમતમાં માંહિ રે; તમ પ્રભા છઠી મુઝ નવિ ગમઈ, જાય અબલા રંક ત્યાંહિ રે. ... ૧૭૧૩ વિ. અઢું કહી વંદી ઉઠી, આવ્યો નગરી મઝારો રે;
ઋષભ કહઈ રમઈ માલીઈ, સુખ વિલસઈ સંસારો રે. .. ૧૭૧૪ વિ. અર્થ - કોણિકરાજાએ ભગવાન મહાવીર સ્વામીને ત્રણ વખત વિધિપૂર્વક વંદન કર્યા. તેમણે ભગવાનને પોતાનું ભવિષ્ય જાણવા પૂછ્યું, “હે પ્રભુ! મેં વિપુલ પ્રમાણમાં પાપકર્મો કર્યા છે. હું મરીને કઈ ગતિમાં જઈશ?”
... ૧૭૦૯ ભગવાન મહાવીર સ્વામીએ કહ્યું, “હે રાજન્! તમે મરીને છઠ્ઠી નરકમાં જશો. ત્યાં તમારું આયુષ્ય બાવીસ સાગરોપમનું હશે. આ છઠ્ઠી નરક સુધી સ્ત્રીઓ પણ જઈ શકે છે.”
કોણિકરાજાએ ગર્વિષ્ઠ થઈ પ્રભુને કહ્યું, “ભગવન્! હું નરવીર થઈને જ્યાં સ્ત્રીઓનું સ્થાન છે ત્યાં જાઉં? પ્રભુ! આ સારું ન કહેવાય. હે પરમાત્મા! લાંઘણ ઉપવાસ કરવા ઉત્તમ છે પણ જાણી જોઈને ખરાબ વસ્તુ કોણ ખાય?”
.. ૧૭૧૧ તૂટેલી શિલા, વાંકો ચૂકો ખાટલો જેમાં પુષ્કળ માંકડ છે, તેના ઉપર બેસવું તેના કરતાં ભૂમિ ઉપર શયન કરવું શું ખોટું છે? ત્યાં આપણું (અનિષ્ટ ન થતાં) અસ્તિત્વ (અધિકાર) સલામત રહે છે....... ૧૭૧ર
કોણિકરાજાએ અતિ ઘમંડપૂર્વક ભગવાનને કહ્યું, “હે દેવાધિદેવ! એવો આકરો ઉપાય બતાવો જેથી હું તમ તમા(મહા તમ પ્રભા) નામની સાતમી નરકે જાઉં. મને તમ પ્રભા નામની છઠ્ઠી નરકે જવું નહીં ગમે કારણકે છઠ્ઠી નરકમાં દીન અને અબળા નારીઓ જાય છે. (હું શૂરવીર પુરુષ છું)'' ... ૧૭૧૩
કોણિકરાજા એવું કહી પ્રભુને વંદન કરી ત્યાંથી ઉઠયા. તેઓ ચંપાનગરીમાં આવ્યા. કવિ ઋષભદાસ કહે છે કે, કોણિક રાજા રાજમહેલમાં પોતાની રાણીઓ સાથે વિવિધ ક્રીડાઓ કરી સંસારના સુખો ભોગવી રહ્યાં હતાં.
... ૧૭૧૪ દુહા : ૯૦ વીર તણા ગુણિ મનિ ધરઈ, વાધી સબલજગીસ દેસ દેસના નરપતિ, નૃપનિ નામિં સીસ.
... ૧૭૧૫ અર્થ - કોણિકરાજાએ ભગવાન મહાવીર સ્વામીના વચનો (છઠ્ઠી નરકમાં ગમન) અંતઃકરણમાં અંકિત કર્યા. કોણિકરાજાની મહત્વકાંક્ષાઓ પ્રતિદિન વધવા લાગી. દેશ વિદેશના મહારાજાઓ તેમને નમસ્કાર કરવા લાગ્યા.
... ૧૭૧૫ ઢાળ ઃ ૭૬ તીવ્ર મહત્ત્વાકાંક્ષા
નંદન તુ ત્રિસલા હુલારાવઈ એ દેશી. બહુ નૃપ સીસ નમાવઈ નૃપનિ, રાજ્ય કરઈ જિમ ઈદો રે; ત્રણિ ખંડ તણો હુઉ ભોગતા, જાણે કૃષ્ણ નરિંદો રે.
•.. ૧૭૧૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org