________________
૩૧૪
કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ”
અર્થ - (ચંપાપતિને છ ખંડ સાધવાની તીવ્ર તમના જાગી) તેઓ ચૌદ રો લઈને તમિત્રા ગુફા પાસે આવી (ચક્રવર્તીની જેમ નકલ કરી) પૌષધ વ્રત સહિત ત્રણ ઉપવાસ (અઠ્ઠમ) કર્યા. ગુફાના અધિષ્ઠાયક દેવ પ્રસન થઈ પ્રગટ થયા.(કોણિકરાજાએ દેવને ગુફાના દ્વાર ખોલવાની આજ્ઞા કરી.)
... ૧૭૨૩ તમિસ્રા ગુફાના અધિષ્ઠાયક કૃતમાલ દેવે કહ્યું, “હે કોણિકરાજા ! આ સ્થાન તમારું નથી. આ સ્થાનના દ્વાર તમારા માટે નહીં ખૂલે.) જે ચક્રવર્તી (નરદેવ) હોય, તેનું જ આ કાર્ય છે.” ... ૧૭૨૪
કોણિકરાજાએ અભિમાનથી કહ્યું, “હે દેવતા! તમે સાંભળો. હું પણ ચક્રવર્તી છું.” દેવે કહ્યું, “મહારાજા! આ અવસર્પિણી કાળમાં બાર ચક્રવર્તીઓ થઈ ગયા છે. હવે પછી કોઈ નવા ચક્રવર્તી આ આરામાં નહીં થાય.'
... ૧૭૨પ કોણિકરાજાએ ગર્વથી ઊંચા સ્વરમાં કહ્યું, “હું તેરમો ચક્રવર્તી છું. તમે ઝડપથી તમિસ્યા ગુફાના દ્વાર ખોલો.” હઠાગ્રહી કોણિકરાજાએ (દેવનું કહ્યું ન માનતાં) દંડ રત્ન લઈ તમિસા ગુફાના દ્વાર ઉપર પ્રહાર કર્યો. કોણિકરાજાની ઉદ્ધતાઈથી કૃતમાલદેવ અત્યંત ક્રોધિત થયા.
... ૧૭૨૬ (ગુફામાંથી અગ્નિની ભયંકર જ્વાળાઓ નીકળી.) અગ્નિની જ્વાળાઓએ કોણિકરાજાને ચપેટમાં લીધાં. અગ્નિ વાળાઓથી ઘેરાયેલો કોણિકરાજા આર્તધ્યાન અને રૌદ્રધ્યાન કરી મૃત્યુ પામ્યા. તેઓ છઠ્ઠી નરકમાં ઉત્પન થયા. તેમને કોઈ શરણભૂત ન થયા.(અરિહંત વચન મિથ્યા ન હોય).... ૧૭૨૭
જેઓ ખૂબ મહત્વાકાંક્ષી છે, તેવા લોભી વ્યક્તિઓ જગતમાં કદી સુખી થતા નથી. (“અતિ લોભ એ પાપનું મૂળ છે.” ઈચ્છાઓ આકાશ સમાન અનંત છે.) ત્રણ ખંડના અધિપતિ નવ વસુદેવ (આ અવસર્પિણી કાળમાં) નરકમાં ગયા. (બાર ચક્રવર્તીઓમાં) સુભૂમ ચક્રવર્તી (સાતમો ખંડ જીતવાની અભિલાષાથી) લવણ સમુદ્રમાં ડૂબી ગયા.
.. ૧૭૨૮ વનમાં વસવાટ કરતા તાપસી પણ વનફળો ખાઈને સંતોષ માને છે. સર્પ પણ વાયુ ભક્ષીને સંતુષ્ટ થાય છે. ગાયો પણ નદી કિનારાનું ઘાસ ખાઈ તૃપ્તિ અનુભવે છે.
... ૧૭૨૯ તેવું સમજી હે માનવો! તમે પણ તૃણાનો ત્યાગ કરો. તૃણા કરનાર કોણિકરાજાની જેમ દુઃખ પામે છે. કવિ ઋષભદાસ કહે છે કે,(અતિ લોભ તે પાપનું મૂળ છે) સંતોષથી ખૂબ સુખ શાંતિ મળે છે.... ૧૭૩૦
દુહા : ૯૨ ઉદાયીનો રાજ્યાભિષેક શ્રેણિક સુત કોણી હવો, મુઉ તે પ્રથવી કાજિ; ઉદાઈ સુત તેહનો, વેગિ બેઠો રાજિ.
.. ૧૭૩૧ ચંપામાં ચિત નવિ વરઈ, દેખી પિતાનો ઠામ; પાડલીપુર વારયું તહી, ચાચર ચોક આરામ.
... ૧૭૩૨ અનિકાપુત્ર નીતું બલી, પાડલ વૃક્ષ ઉગેહ; મહિમા તેહનો અતિ ઘણો, છાહ્યા ફલ સુખ દેહ.
... ૧૭૩૩ (૧-૨) જુઓ પરિશિષ્ટ વિભાગ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org