SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ વિરખ જીવ તે મુલગો, તેનેિં એક અવતાર; ઝાર્ડિ ચાસ બેઠો લીઈ, આફણીઈ મુખિ આહાર. તિહાં નગર તે વાસીઉં, પાટલીપુર તસ નામ; ઉદાઈ રાજ્ય કરઈ તહી, ટાલઈ રીપુનો ઠામ. અર્થ: મહારાજા શ્રેણિકના પુત્ર કોણિકરાજા હતા, જેમનું પૃથ્વી ઉપર એકચક્રી રાજ્ય સ્થાપવાના લોભથી મૃત્યુ થયું. તેમના પુત્રનું નામ ઉદાયી હતું. કોણિકરાજાના મૃત્યુ પછી (ચંપાનગરીની રાજગાદી ખાલી પડતાં પદ્માવતી રાણીનાં પુત્ર) ઉદાયી રાજા તરત જ રાજગાદીએ બેઠા. ...૧૭૩૫ ૧૭૩૧ ઉદાયી રાજાનું ચિત્ત ચંપાનગરીમાં ઉદાસ રહેવા લાગ્યું કારણકે આ સ્થાનમાં પિતાનો વૈભવ જોઈ તેમને પિતાની સ્મૃતિ થતી તેથી તેમણે પાટલિપુત્રમાં પોતાની રાજધાની સ્થાપી. તેમણે પાટલિપુત્રના ચાચર ચોકમાં પોતાનો મહેલ બનાવ્યો. ૧૭૩૨ અગ્નિકા પુત્રાચાર્યની માથાની ખોપરીની અંદર દૈવયોગે પાટલિવૃક્ષનું બીજ પડયું. તેમાં પાટલિવૃક્ષ ઉગ્યું, જે અનુક્રમે વિશાળ થયું. તે જ આ વૃક્ષ છે. મહામુનિના મસ્તમાં ઉત્પન્ન થયેલ હોવાથી તે પાટલિવૃક્ષ પવિત્ર ગણાય છે. આ વૃક્ષ પથિકોને છાયા અને ફળો આપે છે. ચોપાઈ : ૧૯ સુશ્રાવક ઉદાયીરાજા' કરઈ રાજિઉ ઉદાઈ રાય, વયરી સકલ નમાવ્યા પાય; ઘણા દેશ લીધા બલ કરી, રાજિ કરઈ જિમ સર્ગિ હરી. એક દિવસ ઉજેણી રાય, ઉદાઈ ઉપરિ કરઈ કષાય; કહઈ મારઈ જઈ કો એહનિં, મોહ માગ્યું આપું તેહિનં. કોઈક દેસનો રાજ જેહ, રાય ઉદાઈ મારયો તેહ; નાહઠો સુત તસ મરવા ભણી, આવી મલ્યો ઉજેણી ઘણી. અધમ નર ઉઠયો કહિ ત્યાંહિ, ઉદાઈનું સિર લાવું આંહિં; કહેણ તમારૂ નૃપ કીજીઈ, મહારો દેશ મુઝનિં દીજીઈ. અસ્તું કહીનઈ ચાલ્યો તેહ, ઉદાઈનિં પાસિં આવેહ; કરઈ મારવા તણો ઉપાય, પણિ છોછો નવિ લાધઈ રાય. ... ૧૭૩૪ ... (૧) ઉદાયીચરિત્ર : શ્રી પરિશિષ્ટ પર્વ, સર્ગ-૬, પૃ. ૧૩૨ થી ૧૩૬. Jain Education International ૩૧૫ ... ૧૭૩૩ તેનો મૂળ જીવ એકાવતારી હોવાથી તે વિશેષ પ્રકારે પવિત્ર છે. વળી પાટલિવૃક્ષ ઉપર બેઠેલું ચાસ પક્ષી સ્વયં મુખ ખોલતાં આહાર મેળવે છે, તેમ પુણ્યવંત રાજા પણ આ ઉત્તમ સ્થાનમાં નગર વસાવતાં સ્વયં સંપત્તિ પ્રાપ્ત કરશે. ૧૭૩૪ For Personal & Private Use Only ... નૈમિત્તિકોના કહેવાથી ઉદાયી રાજાએ પાટલિવૃક્ષના પ્રભાવના આધારે અને ચાસ પક્ષીના નિમિત્તને જોઈ નગરની સ્થાપના કરી. પાટલિવૃક્ષના નામથી ‘પાટલિપુત્ર’ નગર નામ પાડવામાં આવ્યું. ત્યાં ઉદાયી રાજા રાજ્ય ક૨વા લાગ્યા. તેમણે શત્રુઓને પરાજીત કર્યાં. ... ૧૭૩૫ ... ૧૭૩૬ ૧૭૩૭ ... ૧૭૩૮ ... ૧૭૩૯ ૧૭૪૦ www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy