________________
૩૧૬
કવિ ઋષભદાસ કત “શ્રી શ્રેણિક રાસ'
••• ૧૭૪૨
•• ૧૭૪૪
ન મલઈ સંચ ન મારયો જાય, નૃપ હણવા લીધી દિખાય; બાર વરસ વચિમાં વહી જાય, પણિ મારયો નવિ જાય રાય. ... ૧૭૪૧ અધમ સાધ નિત મેલું ધ્યાન, બિગ લોચન પિગ તેહનાં કાન; દેખી સુણી ન બુઝયો કસ્યો, જાણું મીન જલમાંહિં વસ્યો. ન ગઈ ગંધ મછિના દેહની, પાપ મતિ ન ગઈ તેહની; શુક ના પાઠ પરિ થયું જ્ઞાન, એક નૃપનિ મારયાનું ધ્યાન. ... ૧૭૪૩ એક દિન ગુરૂ ચંપાઈ ગયા, ચોમાસું તેણઈ થાનકિ રહયા; ઉદાઈ રાય નિત વંદન જાય, કર જોડીનિ સુણઈ કથાય. પંચ અનુવ્રત પાલઈ સદા, જિનની ભગતિ ન ચૂકઈ કદા; દઈ દાન જિન પૂજા કરઈ, સમકિત સુધુ હઈડઈ ધરઈ;
૧૭૪૫ શ્રેણિક કુલ દીપાવ્યું સહી, વીર વચન રહયો હઈડઈ રહી; એક દિન પાખી મનમાં ધરઈ, ઉદાઈ રાય પોષધ આદરઈ. ૧૭૪૬ મંદિરમાં જઈ પોષધશાલા, તિહાં પોસો પાલઈ ભૂપાલ; ગુરૂ આવિ તિહાં કરઈ કથાય, સાથિ અધમ અછઈ ત્રષિરાય.
... ૧૭૪૭ નૃપ ગુનિ વિસામણ કરઈ, મુન્ય વરત મુખથી આદરઈ; કાંમિ ગુરૂ મ્યું બોલઈ રાય, ગણઈ ભણઈ કે કરઈ સજઝાય. ... ૧૭૪૮ દિવસિં નીદ્રા નૃપ નવિ કરઈ, સંથારા પોરસિ આદરઈ; શરણ ચાર કરી નૃપ સુઈ, અધમ સાધ બેઠો બલ જૂઈ.
.. ૧૭૪૯ નૃપ નિદ્રાવસિ હુઉ જસઈ, કાઢી કંકણ લોહ પાલી તસઈ; ઉદાઈ કંઠિ મેહલઈ જેતલઈ, મસ્તક અલગું થયું તેતલઈ. ... ૧૭૫૦ લોહી તણો ચાલ્યો પરવાય, પાસિંથો જાગ્યો ઋષિરાય; નૃપનિ મારયો જાણ્યો જસઈ, મહા ભયંકર હુઉં તસ.
.. ૧૭૫૧ જોયો શિષ્ય દીઠો તામ, ગુરૂનિ ચેતા પોહતા તામ; ઉદાઈનિ તે મારી ગયો, અભવ્ય જીવ એ વરિ કહ્યો.
... ૧૭પર અર્થ:- ઉદાયી રાજાએ પાટલિપુત્ર શહેરને રાજધાની બનાવી. તેમણે (પોતાના પિતાની જેમ) સર્વ શત્રુઓ ઉપર વિજય મેળવી તેમને અંકુશમાં રાખી નમાવ્યા. તેમણે પોતાના પરાક્રમથી અનેક દેશો ઉપર વિજયનો ડંકો વગાડયો. તેઓ પાટલિપુત્રમાં રહી વર્ગલોકનાદેવેન્દ્રની જેમ રાજ્ય કરતા હતા. .. ૧૭૩૬
એક દિવસ ઉજ્જયિની નરેશ ચંડપ્રદ્યોતને કોઈ કારણસર ઉદાયી રાજા ઉપર ખૂબ ગુસ્સો કર્યો. તેમણે બદલો લેવા માટે ઢઢેરો પીટાવ્યો કે, “જે પાટલિપુત્ર નરેશ ઉદાયી રાજાને મારશે તેને ઘણું ધન આપવામાં આવશે.
... ૧૭૩૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org