________________
૪૧૨
કવિ ઋષભદાસ કૃત “શ્રી અભયકુમાર રાસ”
તે ઈટ વડે કૌશાંબી નગરીની ચારે બાજુ ફરતો મજબૂત ગઢ (કિલ્લો)બનાવો. આ કાર્ય પૂર્ણ થતાં હું મારું સર્વસ્વ તમને સોંપીશ”
. ૩૯૯ ચંડ પ્રદ્યોતનરાજાએ હા પાડી. તેમણે મૃગાવતી રાણીના વચનોને માન્ય કરી સંપૂર્ણ જવાબદારી સ્વીકારી. રાજાએ પાકી ઈટ મેળવવા અવંતી નગરીનો કોટ કિલ્લો) તોડી નાંખ્યો. ચૌદ ગામના રાજાઓના લશ્કરે એક શ્રેણિમાં પંક્તિબદ્ધ ઊભા રહી આ ઈટ પહોંચાડવાનું કાર્ય પૂર્ણ કર્યું. ...૪૦૦
આ લશ્કર દ્વારા રાજાએ એક હાથમાંથી બીજા હાથમાં ઈટ આપી. કૌશાંબી નગરીમાં મંગાવી. અલ્પ સમયમાં રાજાએ કૌશાંબીને ફરતો કિલ્લો ચણાવી દીધો. આ કિલ્લામાં તાપ, શત્રુઓ પર પત્થર ફેંકવાના યંત્રો રાખવાની વ્યવસ્થા પણ કરવામાં આવી. આ કિલ્લાને ફરતી સુરક્ષા માટે ખાઈ ખોદવામાં આવી આ પ્રમાણે વ્યવસ્થા હોય ત્યાં કોઈ શત્રુ શી રીતે નાસી શકે?
.. ૪૦૧ મૃગાવતી રાણીના કહેવાથી ત્યારપછી રાજાએ ઘણા સમય સુધી ચાલે તેટલું ધન-ધાન્ય(અને ઈધનાદિ) કૌશાંબી નગરીમાં ભરાવ્યું. તેમણે આ રીતે ઉદાયનકુમારની સુરક્ષા કરવા માટે સંપૂર્ણ વ્યવસ્થા કરી. વિષયાંધ વ્યક્તિઓ તે કહેવાય જે સ્ત્રીઓનાં સર્વ કાર્યો કરે છે.
. ૪૦૨ પાર્વતીએ (નટેશ્વર) મહાદેવને નૃત્ય કરાવ્યું. બ્રહ્માનું ધ્યાન ઉર્વશીએ ભંગ કર્યું. દેવ અને ઈન્દ્રને દેવીઓ પગે લગાડે છે. વળી બિલાડીરૂપે થઈ દેવ સ્ત્રીને ભોગવે છે, એવું ઈતર શાસ્ત્રમાં છે. બધે કામવાસના બળવાન છે.
...૪૦૩ વિષયભોગો નરવીરો પાસેથી પણ અનિષ્ટ કાર્યો કરાવે છે. મણિરથરાજાએ પોતાની ગીરવતા ગુમાવી, પોતાના જ લઘુ બાંધવ યુગબાહુરાજાને મારી તેની જ પત્નીમાં આસકત બન્યો. મૂર્ખ મણિરથરાજા નરકમાં પહોંચ્યો.
.. ૪૦૪ બ્રહ્મદત્ત ચક્રવર્તીની પત્ની ચલણીએ શું કર્યું? તેણે પોતાના કુળને કલંકિત કર્યું વિષયોની પૂર્તિમાં નડતરરૂપ બનેલા પોતાના જ પુત્રને માતાએ સ્વયં મારી નાંખ્યો. ખરેખર!કામ વાસના સકળ ગુણોનો પરાજ્ય કરે છે.
..૪૦૫ કામવાસનાથી પીડિત મૂર્ખ શિરોમણી ચંડપ્રદ્યોતનરાજાએ ઉજ્જયિની નગરીની સુરક્ષા કરતો ગઢ પાડી નાખ્યો. તેમણે કૌશાંબી નગરીની સુરક્ષા માટે તેને ફરતો ચારે બાજુ મજબૂત ગઢ કરાવ્યો. ત્યાર પછી તેમણે મૃગાવતી રાણી પાસે જઈ કહ્યું.
... ૪૦૬ “દેવી! તમે જે જે કાર્યો કહ્યાં છે તે સર્વ કાર્યો મેં આજે મર્યાદા ત્યજી પૂર્ણ કર્યા છે. હવે તમે મારી માંગણી સ્વીકારો.” ચંડપ્રદ્યોતનરાજા આ પ્રમાણે બોલ્યા, એવું કવિ ઋષભદાસ કહે છે. (મૃગાવતી રાણીએ દૂતને કહ્યું, “હું તારા રાજાને મનથી પણ ચાહતી નથી. માત્ર અવસર ટાળવા માટે જ મેં આ પ્રમાણે ગોઠવણ (યુક્તિ) કરી હતી.'')
...૪૦૭ (૧) રાણીએ નગરને મજબૂત કિલ્લાથી સુરક્ષિત બનાવી દીધું ત્યારે દૂતે આવી રાણીને ઉજ્જયિની નગરીમાં આવવાની માંગણી કરી. રાજા ચંડપ્રદ્યોતને સ્વયં આવીને નહીં. (ભરડેસરની કથાઓ : પૃ. ૧૯૦).
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org