________________
૪૧૩
દુહા : ૨૦ રાય ભણે સુણ સુંદરી, હવઈ તું મુઝ ઘરિ આવી; નયણે નીરખી ને હસ્ય, પ્રેમ કરી બોલાવિ
.. ૪૦૮ અર્થ - ચંડપ્રદ્યોતનરાજાએ આવીને રાણી મૃગાવતીને પ્રીતિપૂર્વક હસીને કહ્યું, “હે સુંદરી! હવે તમે મારા રાજમહેલમાં ચાલો.” રાજાએ મૃગાવતી રાણીને પ્રત્યક્ષ નજરે જોઈ.
... ૪૦૮ ઢાળઃ ૧૬ નીતિશાસ્ત્રની શિક્ષા આપતા મૃગાવતી રાણી આંગણિ ભૂલભદ્ર આવ્યો રે બહેની એ દેશી. રાગ ઃ અશાવરી સીધૂઉં નૃપના વચન સુણી બોલેં, નૃપ વારઈ અચાઈ; અનાચાર પોતિ કિમ કરસ્યો, ચિત વિચારો રાઈ; જુઉં તુમ વેદ સીધાંત જ સોય, જે પરદાર જોય; જુઉં તુમ દૂરગતિ તેહને હોય, જુઉં જસ કરતિ અહી ખોય; જુઉં લોક ભણે ઉપવાદ
•.. ૪૦૯ સતકી કઈચક દીરઘ દેખો, પરસ્ત્રી ગમન કરતા; એ ત્રણે બીજા દુખ પામ્યા, પરભવિ નરગિં ફરતા; અહી મણિ લીધુ કુણઈ ન જાય, સીહણિ કિમ દુહવાઈ રે; સ્વામી ચિત વીમાસો રાય રે, સ્વામી સીલ સતી ન લોપાય રે; વામી કીજૈ તત્વ વિચાર
... ૪૧૦ સુભટ બાણ ચુકો પછતાઈ, તિમ અવંતીરાઈ; મૃગાવતીનો વાહ્યો રાજા, દેશું દેશ વગોવાઈ; અવંતીસ મુંકઈ મનથી માણ, શાસ્ત્ર શસ્ત્રનો જાણ૯ રાજા; પણિ મુઝ કીધ અજાણ, હો રાજા, પણિ મુઝ કીધ અજાણ હો રાજા; હવઈ મ્યું ચાલઈ પરાણ હો રાજા, રહ્યો ગઢ વીંટી રાય
... ૪૧૧ અર્થ:- ચંડપ્રદ્યોતનરાજાના વચનો સાંભળી સતી મૃગાવતીએ કહ્યું, “રાજન! પ્રજાપાલક રાજા અન્યાયને રોકે છે, સ્વયં પોતે અનાચાર શી રીતે કરી શકે? આપ તો લોકોના રખેવાડ છો તેથી બુદ્ધિપૂર્વક વિચાર કરો. તમે વેદશાસ્ત્રોના સિદ્ધાંતો જુઓ તેમાં પણ કહ્યું છે કે, “પરસ્ત્રીનો સંગ કરનાર પરલોકમાં દુર્ગતિ પ્રાપ્ત કરે છે તેમજ આ લોકમાં પ્રતિષ્ઠા ગુમાવી નિંદનીય બને છે.”
. ૪૦૯ સત્યકી, કેચક (દ્રોપદીમાં) અને દીર્ધ (ચુલનીમાં) જેવા મહાન વ્યક્તિઓએ પરસ્ત્રીગમનનું પાપ કર્યું. તેના પરિણામ સ્વરૂપે ત્રણે વ્યક્તિઓ બીજા ભવમાં ખૂબ દુઃખ પામ્યા. તેમણે પરભવમાં નરક ગતિમાં ગમન કર્યું. મણિધર નાગના મસ્તકે રહેલું મણિ કે સિંહણનું દૂધ કોઈ લઈ શકતું નથી, તેમ હે નરપતિ! સતી સ્ત્રીઓના શીલના ભંગ જેવા દુષ્કત્યો કરતાં તત્ત્વજ્ઞાનનો વિચાર કરો.”
...૪૧૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org