SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૬ કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ” હોય વેદના કરઈ પુકાર, ઘરનાં માણસ ન કરઈ સાર; તવ સેતુક મનમાં ચીંતવઈ, કરૂં કુટુંબનિ દુખીઉં હવઈ. •.. ૧૦૫૩ લાવ્યો બોકડો નિજ ઘરબારિ, ખરડી પશુ ચરાવઈ ચારિ; રોગી થયો જ્યારઈ બોકડો, પછઈ વિચાર કરઈ તિહાં વડો. ... ૧૦૫૪ માયા કરી બોલ્યો તેણઈ ઠાય, મિં તો વેદન ખમી ન જાય; ભગતિ કરું કુટુંબની ઘણી, પછઈ જાઉં છું તીરથ ભણી. ... ૧૦૫૫ તેડી કુટુંબ મારી અજાય, મલી એકઠાં સહુ કો ખાય; સજન સાથિ પછઈ બોલાવેહ, પુર મુકી આઘે ચાલેહ. ... ૧૦૫૬ જતાં વાર્ટિ તરસ્યો થાય, નીર કાજિ તે દહો દેસિ જાય; સરોવર એક વનમાં હિં, તરસ્યો નીર પીઈ જઈ ત્યાંહિ. ૧૦૫૭ તે જલ હતાં પરબત તણાં, ઉષધ તિહાં ધોવાણાં ઘણાં; રેચ સબલ તરસ લાગો સહી, રોગ સકલ તસ ચાલ્યો વહી. ... ૧૦૫૮ લાગી ભૂખ ગયો પુરમાંહિ, પુછઈ લોક ઘણો રે તયંહિં; રોગ રહિત કેમ હુઆ દેવ, કેમિં દેવ આરાધ્યા સવે. ૧૦૫૯ અનુકરમિં ધરિ આવ્યો સોય, રોગ રહિત દીઠું સહુ કોય; કઈ ગરઢાનિ જે અવગણઈ, તે દુખ પામઈ રોગિં ઘણઈ. • ૧૦૬૦ પુત્ર કહઈ સુણિ પાપી બાપ, તિ કીધું જગિ મોટું પાપ; મારયો અજ કરી વિશ્વાસઘાત, કુષ્ટિ મંસિ કોઢિ થાત. .... ૧૦૬૧ માનભ્રષ્ટ કરયો તેણઈ ઠારિ, પોહતો નગરી કેરઈ બારિ; એતલઈ આવ્યો વીર નિણંદ, ઋષભ કહઈ હુઉં આણંદ. ... ૧૦૬૨ અર્થ - જે સ્ત્રીઓ પોતાના પતિ માટે દુષ્ટ વિચાર કરે છે, તે સ્ત્રીઓ ‘કુનારી' કહેવાય છે. આવી નારીઓ સર્પિણી અને વાઘણી સાથે તુલનીય છે. આવી ધૂર્ત, માયાવી સ્ત્રીઓ પોતાના પતિનું જ અનિષ્ટ કરે છે. પોતાના પતિને યમસદન પહોંચાડી વિલાસ કરે છે ... ૧૦૪૧ પક્ષીઓમાં કાગડો ધૂર્ત છે. તેને કોયલ છેતરે છે. તે કાગડાના માળામાં જઈ પોતાના ઈડા ત્યાં મૂકી આવે છે અને કાગડાના ઈડાઓ ફેંકી દે છે. બંનેના ઈડાઓ સમાન હોવાથી કાગડો છેતરાઈ જાય છે. તે કોયલના ઈડાઓનું સેવન કરે છે. ..૧૦૪૨ આજ દિવસ સુધી સ્ત્રીચરિત્ર કોઈ ઓળખી શક્યું નથી. જે ઘેર્યવાન (અડગ) હોય તે સ્ત્રીનો ત્યાગ કરી યોગી બને છે. નારીથી ભોજરાજા અને ભરથરી રાજા ઠગાયા. પ્રદેશ રાજાને પોતાની જ સ્ત્રીએ વિષ આપ્યું. તેમણે પોતાના પ્રાણ ગુમાવ્યા. ... ૧૦૪૩ પરશુરામ સ્ત્રીના કારણે બળીને મૃત્યુ પામ્યા. મુંજ રાજાએ સ્ત્રીના કારણે પોતાનું રાજ્ય ગુમાવ્યું. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy