SearchBrowseAboutContactDonate
Page Preview
Page 516
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯૫ કન્યાના વસ્ત્રના છેડે બાંધી દીધી. ત્યાર પછી રાજાએ અભયકુમારને કહ્યું કે, “મારી મુદ્રિકા કોઈએ ચોરી લીધી છે, તપાસ કરો.'') શ્રેણિકરાજાની મુદ્રિકાની ઘણી શોધખોળ થઈ પરંતુ તે ક્યાંયથી ન મળી ત્યારે અભયકુમારે રાજાની મુદ્રિકા મેળવવા યુક્તિ કરી. ઉદ્યાનના દ્વારો બંધ કરાવી પ્રત્યેક વ્યક્તિની ચકાસણી કરાવી. ત્યાં કેટલાક સેવકો એક કન્યાને પકડી લાવ્યા. તેમણે કહ્યું. ...૮૭૪ “મંત્રીશ્વર ! આ એક રબારીની કન્યા છે. તેની પાસેથી રાજાની મુદ્રિકા મળી છે.” અભયકુમારે જોયું કે કન્યા અત્યંત રવરૂપવાન હતી. તેના વસ્ત્રના છેડે મુદ્રિકા બાંધેલી હતી. અભયકુમારે વસ્ત્રના છેડે બાંધેલી મુદ્રિકા ખોલી. (તેમણે કહ્યું, “તમે રાજાની વીંટીની ચોરી કરી?' યુવતીએ કાન ઉપર હાથ રાખીને કહ્યું, “બાપરે ! મને તો કાંઈ ખબર પણ નથી. મારા વસ્ત્રના છેડે આ મુદ્રિકા કોણે બાંધી? હું કાંઈ જાણતી નથી" અભયકુમારે જોયું કે દૂર ઊભેલા મહારાજા કન્યાની આ સ્થિતિ જોઈ હસી રહ્યા હતા.) ...૮૭૫ બુદ્ધિનિધાન અભયકુમાર પિતાના હૃદયની ભાવના સમજી ગયા. શ્રેણિકરાજા આ યુવતી સાથે વિવાહ કરવા ઉત્સુક થયા હોવાથી તેમણે પોતાની મુદ્રિકા સ્વયં તે યુવતીના વસ્ત્રના છેડે બાંધી હતી....૮૭૬ “ઉલટા ચોર કોટવાલ કો દાંટે” તે યુક્તિ અનુસાર અભયકુમારે રબારીને દબાવતાં કહ્યું, “હે ગોવાળ! તારી આ કન્યાએ રાજાની મુદ્રિકા લઈ લીધી છે. તેને હું શું દંડ (શિક્ષા) આપું? જો તું તારી પુત્રી શ્રેણિક રાજાને પરણાવીશ તો તારી આબરૂ રહી જશે.' ..૮૭૭ રબારી અભયકુમારના વચનો સાંભળી મનમાં ખૂબજ ખુશ થયો. તેણે પોતાની પુત્રીના લગ્ન હર્ષભેર ધામધૂમથી રાજા સાથે કરાવ્યા. શ્રેણિકરાજા પણ (સ્વરૂપવાન નવવધૂને પ્રાપ્ત કરી) અતિ હર્ષિત થયા. બુદ્ધિનિધાન અભયકુમાર પોતાના પિતાજીના મનની વાત પામી ગયા! ...૮૭૮ એકવાર મહારાજા પોતાની રાણીઓ સાથે ક્રીડા કરી રહ્યાં હતાં. તેમાં એક શરત હતી. જે જીતે તે હારવાવાળાની પીઠ ઉપર ચડે. જે રાણીઓ જીતી તેમણે રાજાની પીઠ ઉપર પોતાનું વસ્ત્ર મૂકી શરત પૂર્ણ કરી. મહારાજા જીત્યા ત્યારે રાણીઓની પીઠ ઉપર ધીમેથી બેઠા. રમતાં રમતાં વેશ્યા પુત્રી દુર્ગધા જીતી ગઈ. શરત પ્રમાણે તે) અન્ય રાણીઓની જેમ ન કરતાં રાજાની પીઠ ઉપર બેસી ક્રીડા કરી ફરવા લાગી. મહારાજાને ભગવાન મહાવીરસવામીનાં વચનો યાદ આવ્યાં. “પૂર્વે મેં રસ્તામાં જે નવજાત બાલિકા જોઈ હતી તે જ આ બાલિકા છે, જે રબારીના ઘરે ઉછરી રહી છે. મને આ કન્યાના અપાર સૌંદર્યને જોઈ તેના પ્રત્યે અતિ અનુરકિત થઈ તેથી અભયકુમારે પોતાની બુદ્ધિ પ્રતિભાથી તેના વિવાહ મારી સાથે કરાવ્યા”. પ્રભુ વીરનાં વચનો સાંભળી હસવું આવ્યું. રાણીએ પૂછ્યું, “પ્રાણનાથ! આપ અચાનક શા માટે હસ્યા? “મહારાણીની હઠથી મહારાજાએ ભગવાન દ્વારા કહેવાયેલી તેના જીવનની પૂર્વઘટના સંભળાવી. સાંભળતા મહારાણીને પોતાના દુષ્કૃત્ય ઉપર ગ્લાનિ ઉત્પન્ન થઈ. તે આત્મચિંતન કરવા લાગી. તે વૈરાગ્યથી પ્રબુદ્ધ થઈને મહારાજાની આજ્ઞા લઈ સાધ્વી બની....૮૮૦ કયવન્ના કુમારની ચાર પત્નીઓ હતી. ચાર સ્ત્રીઓએ ચાર પુત્રોને જન્મ આપ્યો હતો. હવે તેની કથા સર્વ ભવ્યજનો સાંભળજો. કવિ ઋષભદાસ આ કથા ખૂબ આનંદપૂર્વક કહે છે. ...૮૮૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy