________________
४८४
કવિ ઋષભદાસ કૃત ‘શ્રી અભયકુમાર રાસ'
૮૭૦
દેખી રાગ હુઉ મુઝ હુઉ અપાર, પરણાવિ મુઝ અભયકુમાર. .. ૮૮૦ કઈવનાની ચ્યારે નારિ, વ્યારિ પૂત્ર કાઢયા તેણઈ ઠારિ; સોય કથા સુણજયો નર સહી, રીષભ દાસ બોલેં ગહ ગહી.
... ૮૮૧ અર્થ :- એક વખત શ્રેણિક મહારાજા ભગવાન મહાવીર સ્વામીનાં દર્શન કરવા (ગુણશીલ ઉદ્યાનમાં) ગયા. વંદન કરવા જતાં માર્ગમાં રાજાએ એક બાલિકાને રડતી જોઈ. (સૈનિકોએ વિચાર્યું કે, “કોઈ અપરાધી માતાએ જન્મતાંની સાથે જ પુત્રીનો ત્યાગ કર્યો છે. તેને બચાવવી જોઈએ. સૌનિકોએ તેને ઉપાડી લીધી. તે જોરથી રડવા લાગી.) તે બાળકી અતિ ભયંકર દુર્ગધથી ગંધાતી હતી. ભગવાનના સમવસરણમાં આવી જિનેશ્વર ભગવંતને વંદના કરી રાજાએ બાળકી વિષે પૂછયું, “પ્રભુ! માર્ગમાં એક ભયંકર દુર્ગઘથી યુક્ત નવજાત બાલિકા જોઈ. તેણે પૂર્વ જન્મમાં એવું શું પાપકૃત્ય કર્યું હશે?”
ભગવાન મહાવીર સ્વામીએ કહ્યું, “રાજનું! (રાજગૃહી નગરીના પાર્થવતી પ્રદેશમાં શાલિગ્રામ નામનો દેશ છે. ત્યાં ધનમિત્ર નામના શેઠ રહેતા હતા. તેમને ધનશ્રી નામની કન્યા હતી. ગ્રીષ્મ ઋતુમાં કેટલાક મુનિઓ ઉગ્ર વિહાર કરી ધનમિત્ર શેઠને ત્યાં ગોચરી લેવા પધાર્યા. શેઠે ધનશ્રીને ગોચરી વહોરાવવાનું કહ્યું. ધનશ્રી સ્વચ્છતાપ્રિય અને શોભાપ્રિય હતી. ગ્રીષ્મ ઋતુમાં પરસેવાના કારણે મુનિઓના શરીરમાંથી અને વસ્ત્રમાંથી થોડી દુર્ગધ આવતી હતી. તેમનાં વસ્ત્રો મલિન હતાં. તેથી દુર્ગંધના કારણે તેણે મોઢું બગાડયું. મુનિઓની જુગુપ્સા કરવાના કારણે તેણે આ કર્મ બાંધ્યું, જેથી તેને દુર્ગધમયે શરીર મળ્યું) પૂર્વભવમાં આ બાલિકા શ્રાવિકા હતી. તે દાન, શીલ અને તપધર્મનું આરાધન કરી પોતાના આત્માને ભાવિત કરતી હતી પરંતુ તેણે મુનિઓના મલિન વસ્ત્રો અને પરસેવો જોઈ દુર્ગછા કરી તેથી જુગુપ્સા મોહનીય કર્મ બાંધ્યું. તે મરીને રાજગૃહી નગરીની એક વેશ્યાના ઘરે જન્મી. (જન્મતાંની સાથે તેની ભયંકર દુર્ગધથી આખા ઘરનું વાતાવરણ અતિ દુર્ગંધમય બન્યું તેથી વેશ્યાએ તેનો ત્યાગ કર્યો)''
...૮૭૧ (શ્રેણિક મહારાજએ કન્યાનો હદયદ્રાવક ભૂતકાળ સાંભળ્યો. તેનું ભાવિ કેવું હશે? તે સંબંધી પ્રભુ મહાવીરને પ્રશ્ન પૂછયો. ત્યારે ભગવાને ઉત્તર આપતાં કહ્યું,) “રાજનું! આ કન્યા (અશુભ કર્મોને ખપાવી) યુવાવસ્થામાં તે તમારી રાણી બનશે.” શ્રેણિકરાજાએ આશ્ચર્ય સહિત ભગવાનને કહ્યું, “પ્રભુ! તેનું એંધાણ કહો.” પ્રભુએ કહ્યું, “આ કન્યા (ક્રીડા કરતાં અંતઃપુરમાં) પીઠ પર ચડી લીલા કરશે” આવી કૂતૂહલજનક વાતો સાંભળી મહારાજા શ્રેણિક વિસ્મિત થતાં રાજમહેલમાં પધાર્યા.
...૮૭૨ | દુર્ગધાની દુર્ગધ ધીમે ધીમે દૂર થઈ. એક વંધ્યા સ્ત્રીએ તેનું પુત્રીની જેમ પાલન પોષણ કર્યું. તે કન્યાનું સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠયું. એકવાર રાજગૃહી નગરીમાં કૌમુદી મહોત્સવનું આયોજન થયું. શ્રેણિક રાજા અશ્વ ઉપર બેસી પોતાની રાણીઓ સાથે ઉદ્યાનમાં ગયા. નગરના હજારો લોકો મહોત્સવમાં ભાગ લેવા રાજાની પાછળ ચાલ્યા. તેઓ સર્વ ઉદ્યાનમાં આવી મહોત્સવ ઉજવવા લાગ્યા. (દુર્ગધા પણ પોતાની પાલક માતા સાથે ત્યાં આવી.)
...૮૭૩ (રાજા દુર્ગધાના સૌદર્ય તરફ આકર્ષાયા. રાજાએ ચતુરાઈપૂર્વક પોતાની એક અમૂલ્ય મુદ્રિકા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org