________________
૪૯૬
કવિ ઋષભદાસ કૃત “શ્રી અભયકુમાર રાસ'
ઢાળઃ ૨૯ કયવના ચરિત્ર
ઈણિ પરિ રાય કરતા રે એ દેશી સેઠિ બનાવો ત્યાંહિ રે, નારિ સુભદ્રા એ સુત કયવનો તેહનો એ. મુંકયો ગણિકા ઘઈર રે, વિદ્યા શિખવા; કામ ભોગ સુખ વિલસવા એ. વિચે ગયા વરસ બાર રે, બાર કોડી ધન વિલર્સે; કોણ્યા મંદીર તે રહી એ. નીરધન હુઉં જામ રે, તવ તસ કાઢીઉં; નીજ નારી કે આવીઉં એ. ચલવ્યો તવ પરદેશ રે, સૂતો વન જઈ; નારી પાંચ લેઈ ગઈ એ. વિલર્સે સુખ સુસાર રે, બાર વરસ લગે; ચ્ચાર પુત્ર હુઆ સહી એ. બારે વરસે તેહરે, કાઢયો ઘર થકી; આવ્યો મંદીર અપણે એ. શ્રેણીક પુત્રી સાર રે, તે પણ પરણીઉં; સુખ વિલસું મંદિર રહ્યો એ.
... ૮૮૯ અર્થ - રાજગૃહી નગરીમાં પન્ના નામના શ્રેષ્ઠી રહેતા. હતા. તેની પત્નીનું નામ સુભદ્રા હતું તેમને કયવન્ના (કૃતિપુણ્ય) નામનો એક પુત્ર હતો. (તે નાનપણથી જ ધર્મની રૂચિવાળો હતો. તે ધન્યા નામની સ્ત્રીને પરણ્યો હતો પરંતુ તેની સામે પણ જોતો ન હતો.)
...૮૮૨ આ દરમ્યાન બાર બાર વર્ષનો સમય વ્યતીત થઈ ગયો. કયવન્નાશેઠે બાર કરોડ સોનામહોરો જેટલી સંપત્તિ પુત્ર પાછળ ખર્ચી નાખી. કયવત્રાકુમાર કોશાના પ્રેમમાં લુબ્ધ બની તેના ઘરે રહ્યો. ...૮૮૪
શેઠ અને શેઠાણીનું મૃત્યુ થતાં કુમાર નિર્ધન બન્યા ત્યારે ધનની લોભી અનંગસેના કોશાએ (શેરડીના સાંઠાની જેમ ચૂસીને) તેમને કાઢી મૂક્યો. કયવન્નકુમાર પોતાની પત્ની પાસે આવ્યો. ...૮૮૫
નિર્ધન કયવન્નાકુમાર જીંદગી સુખેથી જીવવા વ્યાપાર ખેડવા પરદેશ ચાલ્યો. રસ્તામાં ચાલતાં થાકી ગયો ત્યારે જંગલમાં એક વૃક્ષ નીચે જઈ સૂઈ ગયો. સવારે ઉઠીને જોયું તો પાંચ કન્યાઓ (એક વૃદ્ધા અને બીજી ચાર સ્ત્રીઓ) તેને પોતાના આવાસે લઈ ગઈ.
...૮૮૬ (ભાગ્યની લીલા સમજી) ચાર કન્યાઓ સાથે પ્રીતિ બંધાતાં કયવન્નાકુમાર તેમની સાથે ઉત્તમ સુખો (૧) ભરોસરની કથાઓ, પૃ. ૩૯ થી ૪૩.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org