SearchBrowseAboutContactDonate
Page Preview
Page 518
Loading...
Download File
Download File
Page Text
________________ ४८७ ••• ૮૯૧ ૮૯૨ ભોગવતાં ત્યાં રહ્યો. આ દરમ્યાન બાર વર્ષ વ્યતીત થયાં. સ્ત્રીઓએ ચાર પુત્રોને જન્મ આપ્યો....૮૮૭ બાર વર્ષ પૂર્ણ થતાં પુનઃ આ સ્ત્રીઓએ પણ તેને ઘરની બહાર કાઢયો. (રાજા અવારસદારનું ધન લઈ લે છે માટે વૃદ્ધાએ ચાર પુત્રવધૂઓને કવન્નાકુમાર સાથે ત્યાં રાખી હતી.) ત્યારે કયવત્રાકુમાર ફરી પોતાના ઘરે પાછો આવ્યો. ...૮૮૮ શ્રેણિકરાજાએ પોતાની પુત્રીના લગ્ન કયવત્રાકુમાર સાથે કર્યા. હવે રાજાનો જમાઈ બની સુખ ભોગવતો રાજમહેલમાં જ રહ્યો. ...૮૮૯ ઢાળ : ૩૦ ચંદ્રાયણિની એક દિવસ કઈવનો સારો, પાસે બઈઠો અભયકુમારો; કહત બનેવી તો બુધિ તાહરી, ચ્યાર પુત્ર મેલવો જો નારી. • ૮૯૦ કહે મંત્રી મેલવસ્યું તુઝો, માસ એક મોહોલતિ દઈ મુઝો; વાત ચલાવું નર અતિ રોગિં, કયવનો પહંતો પરલોગઈ. થયો જક્ષ માનવને મારઈ, એમ કહી મુરતિ કરાવી ત્યારે; કરી પ્રસાદ માંડી તે માંહિ, ફેરિયો ડાગરો નગરીમાંહિ. મોદક પંચ લાપસી પંચ ધારો, ધરી આગલિ પૂજા કરો સારો; નહીં આવૈ તસ રુસૈ રાઈ, કઈવનો જક્ષ તેહને ખાઈ આવે લોક પાઈ સહુ પડતો, જંખ્ય મહીમા હુઉ દીન દીન ચઢતો; એક દીન બોલી વહુરો ચ્યારે, સાસૂ કીજૈ જગને જુહારો. વારેં ડોકરી કાંઈક ફંદો, ઘર બેઠી તુમ કરો રે આનંદો; કહે વહુરો જખ્ય સુતને ખાંઈ, કહ્યાં ન માને તવ તિહાં જાય. ઘૂંઘટ કરે રખે દેખું કોયો, નર્વે જણા રથ બઈઠા જોયા; દહેરામાંહિ તે ઘવ ધવ જાવું, બેટા બાપ કહી બોલાવેં. એક પાએ એક વલગો બહિ, રિસાવી આવ્યા તે કાંઈ; એક જઈ મસ્તક ઉપર ચડતો, એક સુખલડી માંગઈ રડતો. ... ૮૯૭ પડયો ધાસકો ડોસી પેટો, આજ અજાણ્યે પડીઆ નેટો; સમશ્યા કિરતી નારી ચ્યારો, ઈહાં કહાંથી આપણો ભરતારો. ... ૮૯૮ સંખેપઈ પુજી તિહાં કરતી, તેડી પુત્રને ડોસી ફરતી; તાણ્યા છોકરા નાચે જ્યારઈ, અભયકુમાર બોલ્યો વલી ત્યારઈ. ... ૮૯૯ વલગો છોકરા જખ્યને શાને, આ તુમ બાપ વલગો જઈ આવે; કેવનો દિઠો જેણી વારે, લાજી ફરી રહે વહુરો ચારો. ••• ૯૦૦ ... ૮૯૩ ••૮૯૪ ... ૮૯૫ ••• ૮૯૬ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy