________________
૨૦૧
વાતો સાંભળી છે.' આ પ્રમાણે ઉહાપોહ-ચિંતન કરતાં દેડકાને જાતિસ્મરણ જ્ઞાન થયું. (જેમાં તેને પોતાના પૂર્વભવનું ભૂતકાળનું જ્ઞાન થયું.)
... ૧૦૭૨ દેડકો પોતાનો પૂર્વભવ (સંડુક બ્રાહ્મણો જોઈ ખૂબ પશ્ચાતાપ કરવા લાગ્યો. તેને થયું કે હું મારા સ્વભાવથી જ મનુષ્ય ભવ હારી ગયો. હવે તિર્યંચના ભાવમાં પણ હું જિનેશ્વર દેવને વંદન કરી મારા સર્વ દુઃખોનો સંતાપ દૂર કરું.
... ૧૦૭૩ દેડકો (પરમાત્માના દર્શન કરવાની અભિલાષા સાથે) જિનેશ્વરનું સ્મરણ કરતો ભાવપૂર્વક વંદન કરવા ચાલ્યો. મહારાજા શ્રેણિક પણ (પોતાના પરિવાર અને ચતુરંગી સેના સાથે) પ્રભુના વંદન કરવા ચાલ્યા. ભગવાન મહાવીર સ્વામી મહારાજા શ્રેણિકને કહ્યું, “હે રાજન! તમારો ઘોડો (કિશોર) દોડયો. માર્ગમાં ચાલતો દેડકો ઘોડાના ડાબા પગ નીચે આવી ચગદાઈ ગયો.”
... ૧૦૭૪ દેડકો આલોચના, ભાવવંદન કરી શુભ ભાવમાં મૃત્યુ પામ્યો તેથી તે મરીને (દુર્દરાવતુંસક નામના વિમાનમાં દુર્દરાંક નામનો દેવતા થયો. આ જગતમાં શુભ ધ્યાન જેવું શ્રેષ્ઠ બીજું કાંઈ નથી. મરૂદેવી માતા, ભરત ચક્રવર્તી, વલ્કલચિરિ' જેવા શુભધ્યાનથી સંસારનો પાર પામ્યા.
... ૧૦૭૫ દેડકો મૃત્યુ પામી દુર્દરાંક દેવ બન્યો. તેણે દેવ બની વિચાર્યું, “હું કયા પુણ્યથી અહીં રવર્ગલોકમાં દેવ બન્યો ? મારો પૂર્વ ભવ કયો હતો?'
... ૧૦૭૬ (દેવે ઉપયોગ મૂકી પોતાના પૂર્વભવ જોયો.) પૂર્વે હું દેડકો હતો. ભગવાન મહાવીર સ્વામીને વંદન કરવા જતાં હું રાજાના ઘોડાના પગ નીચે ચગદાયો. મારું આયુષ્ય પૂર્ણ થયું. હું શુભધ્યાનમાં મૃત્યુ પામી દેવનો અવતાર પામ્યો. આ બધો પરમાત્મા મહાવીર સ્વામીનો પ્રભાવ છે !
... ૧૦૭૭ તેથી હે શ્રેણિક મહારાજા! આ દેવ અહોભાવપૂર્વક મને વંદન કરવા અહીં આવ્યો છે. તેણે કોઢિયાનું રૂપ લીધું હતું. તે સુગંધી, શ્રેષ્ઠ પ્રકારનું બાવના ચંદન મને પગે ચોપડતો હતો. ત્યારે સર્વને રસી ચોપડતો હોય તેવું લાગતું હતું.
... ૧૦૭૮ આ બધી દેવની માયાજાળ હતી. તેને કોઈ પામી શકતું નથી.” કવિ ઋષભદાસ કહે છે કે, મહારાજા શ્રેણિક હવે ઉત્સુક બની પ્રભુ મહાવીર સ્વામીને છીંક વિશેનો અધિકાર પૂછે છે. .... ૧૦૭૯
દુહા : પપ છીંક્યો વીર જિણસરૂ, બોલ્યો તામ એ સાર; વીર કહઈ બોલ્યો ખરૂં, સુખ સંસાર અસાર.
.. ૧૦૮૦ ભા. અર્થ - જિનેશ્વર ભગવંત મહાવીર સ્વામીને જ્યારે છીંક આવી ત્યારે કોઢિયો બોલ્યો કે, “જલ્દી મરો” કોઢિયાનું આ વચન ઉત્તમ છે. ભગવાન મહાવીર સ્વામીએ કહ્યું, “હે રાજનું! તે કોઢિયાનું વચન સત્ય છે. આ સંસારના સુખો અસાર, નશવંત, ક્ષણિક છે.”
... ૧૦૮૦ (૧) તાપસ ઉપકરણોની રજનું પ્રમાર્જન કરતાં કરતાં પ્રસન્નચંદ્ર રાજર્ષિના ભાઈ વલ્કલચિરિએ ઊંડા આધ્યાત્મમાં ઉતરી કર્મરજનું પ્રમાર્જન કર્યું. તેમણે કૈવલ્ય મેળવ્યું. તેમણે પિતા સોમચંદ્રને શ્રમણ બનાવ્યા અને પ્રસન્નચંદ્રને અણુવ્રતધારી (શ્રાવક) બનાવ્યા. (શ્રી જૈન કથા રત્ન મંજૂષા, પૃ.૯૧).
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org