SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ ૨00 કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ' વીર વંદન જાતાં વલી રે, પુરું થયું તવ આય; શુભ ધ્યાનિ થયો દેવતા રે, જિનવર તણોઅ પસાયો રે. ... ૧૦૭૭ ભા. પ્રેમિં આવ્યો વાંદવા રે, ધરતો કુષ્ટી રે રૂપ; બાવન ચંદન ચરચતો રે, સહુ લહઈ રસીઆ સરૂપો રે. ... ૧૦૭૮ ભા. એ માયા સહુ દેવની રે, ન લહઈ કોય વિચાર; ઋષભ કહઈ નૃપ પૂછતો રે, છીંક તણો અધિકારો રે. ... ૧૦૭૯ ભા. અર્થ - ભગવાન મહાવીર સ્વામીને વંદન કરી દ્વારપાળ ધર્મદેશના શ્રવણ કરવા બેઠો. જિનવાણી મધુર અને ઉત્તમ છે. તેનો રસ સાકરથી પણ વધુ મીઠો છે. જે એકવાર જિનવાણીના રસનો આસ્વાદ કરે છે તે આ રસને ફરી ફરી પીવા મથે છે. આ રસ કોઈ રીતે છૂટયો છૂટતો નથી. ભગવાન મહાવીર સ્વામી કહે છે કે ભવ્ય જીવોને તે જ સમયે તત્ક્ષણ તેનો રંગ લાગે છે. તેની કથા સાંભળો. .. ૧૦૬૪ તે નગરની પોળમાં એક દુર્ગાદેવીનું મંદિર હતું. તે દેવી લોકોનાં પરચા પૂરી તેમનાં મનોરથો પૂર્ણ કરતાં હતાં. એકવાર ત્યાં દુર્ગાપૂજાનો અવસર હતો. ... ૧૦૬૫ દુર્ગામંદિરમાં પૂજા હોવાથી દૂર દૂરથી ઘણા લોકો આવ્યા હતા. તેઓ બાફેલા કઠોળના પુડલા, ખીર, ખાંડ, ધી અને લાપસી જેવી મીઠાઈઓ નૈવેદ તરીકે ધરાવવા લાવ્યા હતા. લોકોએ આ નૈવેદ દેવીને ભોગ ધરાવવા મંદિરમાં મૂક્યો. ... ૧૦૬૬ દેવીના મંદિરમાં લોકોએ મૂકેલાં નૈવેદ, લોકોના ગયા પછી સંડુક બ્રાહ્મણે અકરાંતિયા બની ખાધા. પાતળી કાગળની કોથળીમાં અણીદાર ખીલા ક્યાંથી રહી શકે? ... ૧૦૬૭ (અર્થાત્ થોડી જ ક્ષણમાં કોથળી ફાટી જાય) તેમ નબળી કાયાવાળો ભારે આહાર કેમ પચાવી શકે? સંડુક બ્રાહ્મણે મીઠાઈ આદિ ભારે ખોરાક ઠાંસી ઠાંસીને ખાધો, પછી તેને તીવ્ર પાણીની તરસ લાગી. તેને ક્યાંય પાણી ન મળ્યું. તે પાની વિના આકુળ-વ્યાકુળ થયો. તે દ્વારપાળના ભયથી સ્થાન છોડી ક્યાંય પાણી પીવા ન જઈ શક્યો. ... ૧૦૬૮ સેડુક બ્રાહ્મણ પાણી વિના તરફડતો મૃત્યુ પામ્યો. પાણીના ધ્યાનમાં તૃષાર્તપણે મૃત્યુ પામી (નગરના દ્વાર પાસેના) કૂવામાં દેડકો થયો. દેડકો હવે કૂવામાં રહી જલપાન કરતો રહ્યો ... ૧૦૬૯ એક વખત નગરમાં ભગવાન મહાવીર સ્વામી પધાર્યા. તીર્થંકર પરમાત્માના આગમનની જાણ નગરજનોને થઈ. કૂવાના કાંઠે પાણી ભરતી પનિહારીઓએ ત્યાં ભગવાન મહાવીર સ્વામીની પ્રશંસા અને આગમનની વાત કરી. ... ૧૦૭૦ પનિહારીઓએ કહ્યું, “ચાલો, ચાલો! આપણે ભગવાન મહાવીર સ્વામીનાં દર્શન કરી આપણા પાપ કર્મોને ધોઈ નાખીએ.” કૂવામાં રહેલા પંચેન્દ્રિય દેડકાએ આ વચનો સાંભળ્યા. તેનું અંતઃકરણ જાગૃત ... ૧૦૭૧ પૂર્વે પણ મેં પરમાત્માની ઉત્તમ વાતો સાંભળી છે અને આજે પણ મેં પરમાત્મા વિશે ઘણી ઉત્તમ થયું. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy