________________
૧૪૭
તેઓએ દેહ લૂછી ખાળમાં નાખી દીધાં છે. આ ત્યજાયેલાં વસ્ત્રો મહેતરાણીને આપવામાં આવે છે.” (અભયકુમારને આશ્ચર્ય થયું. આટલા કિંમતી વસ્ત્રો એક વખત તન લૂંછી ફેંકી દીધાં!) ... ૭૫૪
| (સુભદ્રમાતાએ ત્યજાયેલાં આભૂષણોના કૂવા તરફ જોવાનો સંકેત કર્યો) અભયકુમારે જોયું તો આખો કૂવો ઘરેણાંથી ભરેલો હતો. અભયકુમારે સુભદ્રા માતાને પૂછયું, “આટલાં બધાં કિંમતી આભૂષણો ક્યાંથી?'' સુભદ્રા માતાએ કહ્યું, “મંત્રીશ્વર ! આ બધાં આભૂષણો પુત્રવધૂઓ દ્વારા ત્યજાયેલાં છે.” ૭૫૫
આજે પહેરેલાં વસ્ત્રો, આભૂષણો બહુ પહેર્યા સમજી બીજે દિવસે (તેને નિરર્થક સમજી) ત્યજી દેવામાં આવે છે. મહામંત્રી અભયકુમાર શાલિભદ્રની સમૃદ્ધિ જોઈ મનમાં અત્યંત ખુશ થયા. તેમણે વિચાર્યું, કેવું અનુપમ સુખ ભોગવો છે, શાલિભદ્ર !'
... ૭૫૬ મહામંત્રી અભયકુમાર મહારાજા શ્રેણિક પાસે આવ્યા. તેમણે મહારાજાને બધી વાત કરી. અભયકુમારે કહ્યું. “પિતાજી! રત્નકંબલો નિરર્થક સમજી ત્યજી દેવામાં આવ્યા છે. જે કૂવામાં રત્નકંબલ ફેંકી દીધાં છે, ત્યાં નિત્ય પહેરેલાં આભૂષણો પણ બીજે દેવસે ફેંકી દેવામાં આવે છે.” ... ૭૫૭
મહારાજા શ્રેણિક આશ્ચર્યચકિત થયા. રાજગૃહીના શ્રેષ્ઠીવર્ય શાલિભદ્રની હવેલી જોવાની રાજાને ઉત્કંઠા થઈ. અભયકુમારે શ્રેષ્ઠીવર્ય શાલિભદ્રની હવેલીએ જઈ સુભદ્રા માતાને કહ્યું કે, “મહારાજા શ્રેણિક તમારી હવેલીએ પધારશે.”
.. ૭૫૮ મગધેશ્વર શ્રેણિક રાજા આપણા ઘરે પધારે છે; એવું જાણી સુભદ્રા માતાએ સેવકો દ્વારા ઘરની સુંદર સજાવટ કરાવી. રાજગૃહીના મહારાજા હવેલીમાં આવી પહોંચ્યા. મહારાજા સાત પોળ છોડી શાલિભદ્રની હવેલીમાં જઈ ઊભા રહ્યા.
.. ૭૫૯ હવેલીની પીઠિકા રૂપાથી બનાવેલી હતી. તે પારદર્શક હોવાથી મહારાજા દૂર ચાલ્યા. હવેલીનું ભોંયતળિયું સુવર્ણનું બનેલું હતું. હવેલીની દિવાલો કાચના અરીસાથી શોભતી હતી. ... ૭૬૦
મહારાજા શ્રેણિકે હવેલીમાં પ્રવેશ કર્યો. તેઓ આગળ ચાલ્યા. તેમની પાછળ મહામંત્રી અભયકુમાર ચાલ્યા. તે સ્થાનમાં નીચે કાચ ઢાળેલો હતો. મહારાજા શ્રેણિકને મનમાં શંકા થઈ કે “અહીં પાણી છે. તેથી તેમણે વસ્ત્રો ભીનાં ન થાય તે હેતુથી ઊંચા પકડવાં.
બુદ્ધિનિધાન અભયકુમારે ચોકસાઈ કરવા પોતાની આંગળીમાંથી વીંટી ઉતારી નીચે ફેંકી. વીંટીના પડવાથી ખણખણાટનો અવાજ ઉત્પન થયો તેથી ખબર પડી કે “આ ભૂમિ છે.' મહારાજા શ્રેણિક અભયકુમારની આ ચેષ્ટા જોઈ ખુશ થયાં. તેઓ હવેલીના ચોથા માળે સિંહાસન ઉપર જઈ બેઠા.... ૭૬૨
હવેલીમાં અનેક લોકોને જોઈ મહારાજા શ્રેણિકે પૂછયું, “આ સર્વમાં શાલિભદ્ર કોણ છે?” સુભદ્રા માતાએ કહ્યું “અહીંશાલિભદ્ર નથી.”
(મહારાજા શ્રેણિક શાલિભદ્રને મળવા માંગે છે એવું જાણી માતા સુભદ્રાએ તરત જ સાદ પાડી શાલિભદ્રને બોલાવ્યા. શાલિભદ્ર હવેલીના સાતમે માળેથી બહાર આવ્યા.) મહારાજા શ્રેણિક શાલિભદ્રને જોવા ઉત્સુક છે એવું જાણી માતા સુભદ્રા સ્વયં તેડવા ગયા. તેઓ હવેલીના સાતમે માળે પહોંચ્યા. તેમણે કહ્યું,
... ૭૬૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org