SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ' .... ૭૬૪ “પુત્રશાલિભદ્ર ! નીચે ઉતરો. આપણા ઘરે (મગધના નાથ) શ્રેણિક આવ્યા છે.” દુન્યવી જ્ઞાનથી અનભિજ્ઞ શાલિભદ્રે કહ્યું, “માતા ! (મને શા માટે પૂછો છો?) શ્રેણિક(માલસામાન) આવ્યો છે તો તેને વખારમાં નાખો. જ્યારે વસ્તુના ભાવ વધશે, આપણને લાભ થશે ત્યારે તે બજારમાં વહેંચી દેશું.” માતાએ કહ્યું, “વત્સ! તું શુ બોલે છે? આપણા ઘરે મગધના નાથ, આપણા નાથ (૨વામી) પ્રજાપાલક મહારાજા શ્રેણિક આવ્યા છે.” ... ૭૬૫ (શાલિભદ્ર “નાથ', સ્વામી શબ્દથી ચોંક્યા.) તેઓ તરત જ નીચે આવ્યા. (કવિ શાલિભદ્રનાં સૌંદર્યનું વર્ણન કરે છે.) શ્રેષ્ઠીવર્ય શાલિભદ્રના મસ્તકે સુંદર મુગટ હતો. કાનમાં રત્નજડિત કુંડળો હતાં. ગળામાં નવસરી સાચા મોતીની માળા શોભતી હતી. કલ્પવૃક્ષ જેમ વિકસિત થયું હોય તેમ શાલિભદ્રનું યૌવન સોળે કળાએ ખીલી ઉઠયું હતું. સ્વર્ગના કામદેવ સમાન શાલિભદ્ર મગધેશ્વરને મળ્યા. ...૭૬૬ શાલિભદ્રને જોઈ મહારાજા શ્રેણિક અતિ પ્રસન્ન થયા. મહારાજાએ શાલિભદ્રને પ્રેમથી આલિંગન કર્યું. શાલિભદ્ર અતિ સુકોમળ હોવાથી તે હૂંફથી આકુળવ્યાકુળ થઈ ઊઠયા. મહારાજા શ્રેણિકે આ જોયું. તેમણે તરત જ કહ્યું, “શાલિભદ્ર ! તમે તમારા આવાસ પાછા જઈ શકો છો. અમારા નગરમાં તમારા જેવા શ્રેષ્ઠી રત્ન વસે છે તે અમારા માટે ગૌરવનું સ્થાન છે.” ... ૭૬૭ મહારાજા શ્રેણિક શાલિભદ્રની શ્રીમંતાઈની પ્રશંસા કરતા રાજમહેલમાં પાછા ફર્યા. બીજી બાજુ મારા માથે નાથ(સ્વામી)? આ શબ્દો સાંભળી શાલિભદ્રએ પોતાના આત્માના માલિક બનવા સંસારનો ત્યાગ કરવાનો નિશ્ચય કર્યો તેથી પોતાની એક-એક પત્નીનો તેમણે પ્રતિદિન ત્યાગ કર્યો. મારા મસ્તકે “નાથ” હોય? “નાથ” શબ્દ શાલિભદ્રના વેરાગ્યનો કારણ બન્યો. ... ૭૬૮ વર્તમાન કાળે કેટલાંક અધમ-નઠારાં જીવો છે, જેઓ ગધેડા પર ચઢી ઠોંસા ખાય છે. તેઓ જન્મથી જ દરીદ્રી, સેવક બની અપમાનિત, હડધૂત કે ડફણાં ખાવા છતાં ત્યાંથી ઊભા થતા નથી.... ૭૬૯ શાલિભદ્ર આ સંસારમાં ઉત્તમ પ્રકારના માનવ હતા. તેમણે નિત્ય એક એક સ્ત્રીનો ત્યાગ કર્યો. એક દિવસ કાકંદી નગરીમાં વસતા(શાલીભદ્રના બનેવી) ધના શ્રેષ્ઠીને તેમની પત્ની સુભદ્રા માથામાં તેલ નાખી માલિશ કરતી હતી. ત્યાં અચાનક ધનાજીના માથામાંથી પાણીની ધારા વહી. ... ૭૭૦ ધનાજીએ માથું ઊંચું કરી પાછળ ફરી જોયું તો પોતાની પત્ની સુભદ્રાની આંખોમાં અશ્રુની ધારાઓ વહેતી હતી. તેમણે પત્નીને પૂછયું, “વામિની! તમને શું દુ:ખ પડ્યું? તમે શા માટે રડો છો?" સુભદ્રાએ કહ્યું, “આર્યપુત્ર! શું કહું મારો એકનો એક બાંધવ જેને વૈરાગ્ય ઉત્પન થયો છે તે રોજ એક-એક પત્નીનો ત્યાગ કરે છે. તે ભાગવતી દીક્ષા ગ્રહણ કરશે.” ..૭૭૧ ધનાજીએ કહ્યું, “દેવી! તમારા ભાઈને હજી સાચો વૈરાગ્ય ઉત્પન થયો નથી. જો પ્રબળ વેરાગ્ય જાગે તો વિલંબ શાનો? એક એક કરીને છોડવું એ તો નર્યો દંભ કે ઢોંગાણું કરવા સમાન છે. (જેને છોડવું જ છે તો એક ઝાટકે જ છોડી દેવું જોઈએ. ધીરે ધીરે છોડવું એ કાયરતા છે.)” સુભદ્રાએ પતિને મહેણું મારતાં કહ્યું, “આર્યપુત્ર! સ્ત્રીનો ત્યાગ કરી સંયમિત થવું રણમાં જઈ યુદ્ધ કરવા સમાન મર્દાનગીની વાત છે. નાથ ! કથા કહેતાં રસ ઉત્પન્ન થાય છે પરંતુ આચરણ કરવું અતિ કઠિન ... ૭૭૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy