________________
૧૪૯
••. ૭૭૩
છે, તેમ પત્નીનો ત્યાગ કરવો પણ દુષ્કર છે.”
ધનાજીએ પત્નીને પડકાર ફેંકતા કહ્યું, “દેવી! મેં આજથી તમારા સહિત આઠે નારીઓનો આ ક્ષણે જ ત્યાગ કર્યો બસ!” (સુભદ્રાને પોતાની ભૂલ સમજાઈ) તેમણે પતિને વિનંતી કરતાં કહ્યું, “વામી! તમે અમને શા માટે ત્યાગો છો? નાથ! મેં તમને વાર્તા-વિનોદ કરતાં હસતાં હસતાં કહ્યું છે. હવામી! તમે માઠું લગાડી અમને છોડીને ન જાવ.”
.. ૭૭૪ જેમ સિંહ અપમાનિત થતાં તે સ્થાનમાં રહેતો નથી, તેમ ધનાજી પણ સુભદ્રાના મહેણાથી (જાગૃત બની) ક્ષણવારમાં મહેલ, સ્ત્રી ઈત્યાદિ છોડી ચાલ્યા. તેઓ શાલિભદ્રની હવેલીએ આવ્યા. તેમણે શાલિભદ્રને બૂમ પાડી) શાલિભદ્રને સાથે લઈ ધનાજી ભગવાન મહાવીર સ્વામી પાસે આવ્યા. તેમની પાસે પ્રવજિત થયા. (મહારાજા શ્રેણિક રવયં શાલિભદ્રના રથના છડીદાર બન્યા!) .. ૭૭૫
તેમણે માસક્ષમણની તપશ્ચર્યા કરી હોવાથી ભોજનનો ત્યાગ કર્યો તેમજ પાંચે ઈન્દ્રિયો પર નિયંત્રણ કર્યું. તપસ્વી અને ધૈર્યવાન મુનિઓ ગ્રામાનુગ્રામ વિહાર કરી રાજગૃહી નગરીના ઉદ્યાનમાં જ્યાં ભગવાન મહાવીર સ્વામી હતાં ત્યા પધાર્યા.
... ૭૭૬ શાલિભદ્ર મુનિ અને તેમની પાછળ ધનાજી મુનિ આ બંને શ્રમણોએ ભગવાન મહાવીર સ્વામીને ઊભા થઈ બે હાથ જોડી પૂછયું, “ભંતે! અમારું આજે માસક્ષમણનું પારણું ક્યાં થશે?” ભગવાન મહાવીર સ્વામીએ કહ્યું, “તમારી માતાના હાથે તમારું પારણું થશે.”
.. ૭૭૭ શાલિભદ્રમુનિ માસક્ષમણના ઉપવાસના પારણા માટે ગોચરી વહોરવા પોતાની હવેલીએ આવ્યા. હવેલીના બારણે ચારે બાજુ ઘણા દ્વારપાળો ચોકી કરતા હતા. શાલિભદ્ર મુનિનું શરીર અત્યંત દુર્બળ બન્યું હતું તેથી દ્વારપાળો તેમને ઓળખી ન શક્યા. તેમણે મુનિને હડસેલ્યા. શાલિભદ્ર પોતાની હવેલીમાં પ્રવેશી ન શક્યા. (શ્રી વીર પ્રભુ, શાલિભદ્ર અને ધન્ય મુનિ અહીં પધાર્યા છે તેથી વંદન કરવા જવાની ઉતાવળમાં સુભદ્રા માતાનું ધ્યાન ગયું નહીં. પત્નીઓ તૈયાર થતી હતી.)
•.. ૭૭૮ દુહા ઃ ૪૦ મણિ કંચન રનિંભરયું, સાલિભદ્ર ઘર સાર; સિર ઠાકુર જાણી કરી, મુકઈ નિજ પરિવાર તપ સંયમ નવિ આદરઈ, સાલિભદ્ર કહઈ તાપ; તુલ પાણિ પગ સારિખા, નરના દાસ જ થાય
... ૭૮૦ સાલિભદ્ર સુંદર સુખિ, તાપ ખમ્યો નવિ જાત; અસઈ અસ્યો તપ આદરયો, નવિ લિખતી માત
••• ૭૮૧ અર્થ - શાલિભદ્રની હવેલીમાં ઉત્તમ ચિંતામણિ રત્ન, સુવર્ણ, હીરા આદિ હતા. પોતાના માથે ઠાકુરનાથ છે' એવા શબ્દોથી તેમણે પરિવાર, ઘર, કુટુંબ આદિનો ત્યાગ કર્યો.
... ૭૭૯ શાલિભદ્ર સંસારમાં હતા ત્યાં સુધી કદી તપશ્ચર્યા કે યમ-નિયમ કર્યા ન હતા. તેઓ કદી પોતાની (૧) કથા પ્રબોધિકાઃ પૃ. ૧૨૭.
• ૭૭૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org