SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ' આવ્યો. તેની હવેલી (સાત માળની ઊંચી, વિશાળ) સુંદર હતી. ... ૭૪૪ પરદેશી વેપારી સુભદ્રા માતા પાસે આવ્યો. તેણે કહ્યું, “માતા! આ નગરમાં કોણ સુખી છે? નગરનાથ શ્રેણિક તો દુઃખી દેખાય છે. નગરજનોએ મને આપણી પાસે મોકલ્યો છે. હું ઘણી આશા લઈને અહીં આવ્યો છું. તમે રત્નકંબલ ખરીદશો કે નહીં?” .. ૭૪૫ સુભદ્રા માતાએ કહ્યું, “તારી પાસે કેટલાં રત્નકંબલો છે?” પરદેશી વેપારીએ તરત જ કહ્યું, “માતા!તમે વધુમાં વધુ એક રત્નકંબલ લેશો. તમે અનેક રત્નકંબલો માટે શા માટે પૂછો છો?... ૭૪૬ માતા! મારી પાસે સોળ રત્નકંબલો છે. એક રત્નકંબલની કિંમત સવા લાખ રૂપિયા છે.” (સુભદ્રા માતાને રત્નકંબલની કિંમત સાંભળી કોઈ આશ્ચર્ય ન થયું.) તેમણે વેપારીને કહ્યું, “હું પૈસાની ફિકર કરી અટકતી નથી પરંતુ સોળ રત્નકંબલો મને ઓછાં પડશે.” ... ૭૪૭ વેપારી! તારી પાસે બત્રીસ રત્નકંબલો હોય તો હું લઈ લઉં. મારી બત્રીસ પુત્રવધૂઓ છે. તે દરેકને એક એક વહેંચી આપીશ. તું અતિ હર્ષભેર આશા સહિત અહીં આવ્યો છે તો હું તને નિરાશ નહીં કરું. તારી પાસે રહેલા સોળ રત્નકંબલો તું મને આપ.” ... ૭૪૮ સુભદ્રા માતાએ વીસ લાખ રૂપિયા વેપારીને આપ્યા. તેમણે પ્રસન્નતાપૂર્વક વેપારી પાસેથી સોળ રત્નકંબલો ખરીદ્યાં. સુભદ્રા માતાએ પ્રત્યેક રત્નકંબલના બે ખંડ કરી પુત્રવધૂઓને વહેંચી આપ્યા. તેમણે આ રત્નકંબલો વડે શરીર લૂછયું. ત્યાર પછી રત્નકંબલો ફેંકી દીધાં. .. ૭૪૯ પરદેશી વેપારી આ જોઈને આશ્ચર્ય પામ્યો. (કિંમતી રત્નકંબલનો ફક્ત એક જ વાર ઉપયોગ કરી ફેંકી દેનાર આ શ્રેષ્ઠી કેવો શ્રીમંત હશે!) શાલિભદ્ર જેવા શ્રેષ્ઠી પુરુષનાં અવતારને ધન્ય છે ! નગરનાથે એક પણ રત્નકંબલ ન લીધું જ્યારે શાલિભદ્રની પત્નીઓએ શરીર (પગ) લૂછીને રત્નકંબલ ફેંકી દીધું.... ૭૫૦ મહારાજા શ્રેણિક એક પણ રત્નકંબલ ન લીધું તેથી રાજમહેલમાં ચલણા રાણી રીસાયા. રાજાએ તેમને મનાવવા ઘણાં પ્રયત્નો કર્યા, છતાં તે રાજા સાથે બોલવા તૈયાર જ ન હતા. રાણીએ છણકો કરતાં કહ્યું, “તમે મારાથી દૂર જાવ. તમે મગધેશ્વર થઈને પણ એક રત્નકંબલ ન લઈ શક્યાં? તમે પત્નીની એક ઈચ્છા પણ પૂર્ણ ન કરી શક્યા? શું તમારામાં આટલો વિવેક પણ નથી?' .. ૭૫૧ મહારાજા શ્રેણિકે ચેલણા રાણીના રીસાવાનું કારણ જ્યારે જાણ્યું ત્યારે તેમણે મહામંત્રી અભય કુમારને તેડાવી કહ્યું, “અભયકુમાર ! ચલણા રાણીને રત્નકંબલ જોઈએ છે. નગરમાં એક વેપારી રત્નકંબલ વેચવા આવ્યો છે. તે વેપારી રત્નકંબલ વેચવા નગરમાં ક્યાં ગયો છે?તેની તપાસ કરો.” .. ૭પર (સેવક દ્વારા તપાસ કરતાં) અભયકુમારે જાણ્યું કે રત્નકંબલો શાલિભદ્ર નામના શ્રેષ્ઠીવર્યને ત્યાં વેંચાયા છે. અભયકુમાર શાલિભદ્રના ઘરે આવ્યા. અભયકુમારે સુભદ્રામાતા પાસેથી રત્નકંબલ માંગતાં કહ્યું, “માતા ! રત્નકંબલની જે કિંમત હોય, તે કિંમત લઈને મને એક રત્નકંબલ આપો.” .. ૭૫૩ સુભદ્રા માતા બોલ્યા, “મહામંત્રીજી! તમે ખોટું ન લગાડશો. પરદેશી વેપારી પાસે ફક્ત સોળ જ રત્નકંબલો હતાં. મેં દરેક રત્નકંબલમાંથી બે-બે ટુકડા કરી મારી બત્રીસ પુત્રવધૂઓને આપી દીધાં છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy