________________
૧૪૫
... ૭૩૯
સાલિભદ્ર ગયો નિજ ઘરિ, દ્વારપાલ બેઠાં બેહુ પરિ; દેખી દુબલો ઠલ્યો ત્યાંહીં, પઈસી ન સક્યો નિજ ઘરમાંહિ
... ૭૭૮ અર્થ - રાજગૃહી નગરીમાં મહારાજા શ્રેણિક સાધુ-સંતોની ખૂબ ધ્યાન રાખતા હતા. નગરમાં એક પળ પણ પ્રહાર-ઘા જેવા પ્રસંગો ઊભા થાય તો રાજા નિષ્ફળ કરતા. નગરજનોને કોઈ બંધન ન હતું. બધાં સ્વતંત્ર હતાં. લગ્ન પ્રસંગે હસ્તમિલાપ (હાથબંધન)નો પ્રસંગ આવતો.
... ૭૩૫ ચોરને ગળે ફાંસીનું બંધન ન બંધાતું. ફક્ત પનિહારીઓ પાણી ભરવા જતી ત્યારે ઘડાનાં કાંઠે દોરડાનું બંધન બાંધતી. સોગઠાબાજીમાં મારી’ શબ્દ બોલે તો તેને ઘણો દંડ ભરવો પડતો. . ૭૩૭
મહારાજા શ્રેણિકના રાજયમાં ગુનેગારને ચાંપવાની કે પાટુપ્રહાર કરી ઈજા પહોંચાડવાની મનાઈ હતી પરંતુ વરરાજા લગ્નપ્રસંગે ચોરીમાં પ્રવેશતાં માટીનાં કોડિયાંની જોડ(સંપુટ) પગ નીચે ચાંપીને જ પરણવા જતા. તેમના રાજ્યમાં સ્ત્રીઓ પર પતિ કદી હાથ ઉપાડતા નહીં. કોઈ ગર્ભવતી સ્ત્રી આત્મહત્યા (મોટું ઘટવું) કરતી નહીં.
.. ૭૩૮ લોકો પશુધનનું પણ જતન કરતા. તેઓ બળદનાં શરીરે આરિ કે તીક્ષ્ણ હથિયાર ચાંપતા નહીં પણ સ્ત્રીઓ હોશેથી નાક, કાન આદિ વધવતી હતી. રાજા નિરાધાર અબળા નારીને હાથ પકડી રંજાડતા ન હતા. ફક્ત મણિયારો સ્ત્રીઓના હાથમાં ચૂડો પહેરાવવા તેમનો હાથ પકડતો હતો.
રામ રાજ્ય જેવું સુખ મહારાજા શ્રેણિકના શાસનમાં હતું. ત્યાં અઢારે વર્ણના વિવિધ જ્ઞાતિના લોકો વસતા હતા. તેઓ જન્મથી જગૌરવશાળી હતા. ત્યાં ગોભદ્ર નામના શ્રેષ્ઠીવર્ય રહેતા હતા. ..૭૪૦
રાજગૃહી નગરીમાં (ગોભદ્ર શેઠ અને ભદ્રા શેઠાણીના પુત્ર) શાલિભદ્ર નામના શ્રેષ્ઠી રહેતા હતા. તેમની બત્રીસ આજ્ઞાંકિત નારીઓ હતી, જે પતિની આજ્ઞા અનુસાર કાર્ય કરતી હતી. શાલિભદ્ર પોતાની સાત માળની હવેલીમાં બત્રીસ સ્ત્રીઓ સાથે સ્વર્ગીય સુખો ભોગવતા હતા.
... ૭૪૧ એક દિવસ એક પરદેશી વેપારી રત્નકંબલ વેચવા નગરમાં આવ્યો. આ રત્નકંબલ અતિ કિંમતી હતા. “બહુમૂલ્ય રત્નકંબલ રાજા સિવાય કોણ વેચાતું લેશે.' એવું વિચારી વેપારી રત્નકંબલ લઈ સીધો રાજભવનમાં આવ્યો. તેણે પ્રત્યેક રત્નકંબલની કિંમત સવા લાખ રૂપિયા કહી.(એક રત્નકંબલ બનાવતાં બાર વર્ષ લાગતા હતા.)
... ૭૪૨ રત્નકંબલની આકરી કિંમત સાંભળી મહારાજા શ્રેણિકે ચેલણા રાણીને કહ્યું, “દેવી! આવું કિંમતી રત્નકંબલ આપણાથી ન લેવાય. (રાજ ભંડારમાં જે ધન છે તે પ્રજાનું ધન છે, તેના પર મારો કોઈ અધિકાર નથી) હું સવા લાખ રૂપિયા નહીં આપી શકું.” (આજના સત્તાધીશો શ્રેણિકરાજાને અનુસરી શકશે?) પરદેશી વેપારી નિરાશ થઈ રાજમહેલમાંથી પાછો વળ્યો. તે નગરની સડક ઉપર નિરાશ વદને જતો હતો ત્યારે નગરવાસીઓએ તેને શિખામણ આપી.
.. ૭૪૩ નગરજનોએ વેપારીને કહ્યું, “તમે આ નગરના શ્રેષ્ઠીવર્ય શાલિભદ્રની હવેલીમાં જાવ. તે પ્રેમથી તમારી બધી રત્નકંબલો લઈ લેશે.” વેપારી ભાગ્ય અજમાવવા શાલિભદ્ર નામના ધનાઢય શ્રેષ્ઠીની હવેલીએ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org