________________
૪૧૬
કવિ ઋષભદાસ કૃત “શ્રી અભયકુમાર રાસ'
૪૩૫
જનની સમ નહી તીરથ કોય, સરગ મૃત પાતાલે જોય; જેણે માની પોતાની માય, સકલ તીરથ ઘરિ બઈઠાં તાહિં
... ૪૩૩ જેણિ માતાઈ ઉદરિ ધરયો, મલ મુત્ર ધોઈ ચોખો કરયો; તે માતા પૂજઈ પાય, ગુણ ઉસીકલ તોહિ ન થાય
•.. ૪૩૪ સોવન બરાબર તોલે કોય, ખેદ ધરી કરે તીરથ કોય; ઈદ્રમાલ પહિરાવૈ માય, ગુણ ઉંસીકલ તોહિ ન થાય પગ ધોઈને પાણી પીઈ, અમૃત કવલ માતા મુખે દીઈ; દેવ ચીવર પહિરાવે જોય, ગુણ ઉંસીકલ તોહિ ન થાય
.. ૪૩૬ અર્થ - ભોંઠા પડેલા (દાઝેલા) ચંડપ્રદ્યોતનરાજાએ કકળાટ કરતાં કહ્યું, “જગતમાં નારી ચરિત્ર સમજી શકાય એમ નથી.” ચંડપ્રદ્યોતનરાજા હવે ખૂબ શરમાયા. તેમણે મનમાં અફસોસ કરતાં કહ્યું, “મૃગાવતી રાણીએ મને મૂર્ખ બનાવી, પોતાની નગરીની ચારે બાજુ મજબૂત કિલ્લો બનાવી લીધો.'... ૪૧૬
(બીજી બાજુ) મૃગાવતી રાણીએ શુભ મુહૂર્ત જોઈ ઉદાયનકુમારને રાજ્યનો વારસદાર બનાવી, રાજગાદીએ બેસાડી રાજ્યાભિષેક કર્યો. યુગંધરાદિક ઘણા ઉત્તમ પુરુષોને પ્રધાનમંત્રી તેમજ સેનાપતિના પદે નિયુક્ત કર્યા તેમજ સુભટોને ખૂબ સન્માન આપ્યું.
... ૪૧૭ મૃગાવતી રાણીએ ત્યાર પછી પ્રભુ મહાવીરસવામી જે દિશામાં હતા ત્યાં વંદન કર્યા. તેમણે સંકલ્પ કરતાં) કહ્યું, “હે પરમાત્મા! આપનું જ્ઞાન આ સૃષ્ટિમાં સર્વ શ્રેષ્ઠ છે. આ જ્ઞાન મારા આત્માને ભાવિત કરે છે. આપ મારી વિનંતી શ્રવણ કરી કૌશાંબી નગરીમાં પધારો.
...૪૧૮ હે વિશ્વવંદનીય! મને આ સંકટમાંથી ઉગારો. તમે પાસે જઈ તિર્યંચગતિના ચંડકૌશિક સર્ષ પાસે જઈ તેને ઉગાર્યા, તેવી જ રીતે તમે મારી પાસે આવો. તમે ધન્નાજી અને શાલિભદ્રની જેમ મને પણ આ સંસારમાંથી ઉત્તારો.
... ૪૧૯ તમે દેવેન્દ્રને સમજાવી બોધિત કર્યો. ગૌતમ સ્વામીનો મિથ્યા આગ્રહ છોડાવ્યો. શૂલપાણિ યક્ષને અહિંસક કર્યો અને ચંડકૌશિક સર્પને ઉપશાંત બનાવી આઠમાદેવલોકનો દેવ બનાવ્યો. ... ૪૨૦
હે જગતના નાથ! તમે નંદીષેણ મુનિ, મેધમુનિ જેવા કેટલાય ધર્મથી પતિત થયેલા આત્માઓને, અર્જુન માળી અને દઢપ્રહારી જેવા ખૂની આત્માઓને તેમજ ચંદનબાળા જેવી રાજકન્યાઓને સંસાર સાગરમાંથી ઉગાર્યા છે, તેવી જ રીતે આ મૃગાવતીને પણ ભવસાગર પાર કરાવો.” ... ૪૨૧
(૧) શ્રી કલ્પસૂત્ર સં. દેવેન્દ્રમુનિ શાસ્ત્રી, પૃ. ૧૭૫, ૧૭૬ (૨) કથાકોશ પ્રકરણમ્ ભા-૧. પૃ.૧૫૪ થી ૧૮૧ (૩) શ્રી કલ્પસૂત્ર સં. દેવેન્દ્રમુનિ શાસ્ત્રી. પૃ. ૧૭૧. (૪) ભરફેસરની કથાઓ – પૃ. ૩૪, ૩૫. (૫) ભરોસરની કથાઓ - એજ પૃ ૧ર૧/૧રર (૬) શ્રી અંતગડદશાંગ સૂત્ર, વર્ગ-૯, અ.૩, પૃ ૧૧૭ થી ૧૩૫ (૭) ભરફેસરની કથાઓ – પૃ. ૧૧૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org