________________
૪૧૫
૪ર)
• ૪૨૩
૪૨૪
પછઈ વીરને વંદન કરઈ, તાહરું જ્ઞાન છઈ સહુમાં શિરઈ માહરા ચિત્તનો ભાવ તું સહી, કોસંબીઈ પધારો સહી કષ્ટમાંહીથી કાઢો સહી, યમ પાસિં ઉગારયો અહીં; તિમ પાસ તુઝ તારો તેમ, સાલિભદ્ર ધનાની જેમ સમઝાવ્યો સ્વામી સુર રાય, ગૌતમ હઠયઅ લગાવ્યો પાય; સૂલિપાણી સમઝાવ્યો સહી, સુર કીધો ચંડકોસીલ અહી નિંદીષેણ નઈ મેઘકુમાર, અરજનમાલી દઢપ્રહાર; ચંદનબાલા તારી જસી, મૃગાવતી નઈ તારો તસી પૂણ્યથી સંચ્યા આવ્યા વીર, વાણી જેહની ગંગા નીર; સૂણવા લોક સહૂ કો જાય, આવ્યો ચંદપ્રદ્યોતન રાય દિઈ દેસના જિનવર સોય, વૅર વિરોધ મુંકો સહૂ કોય; મોટા જગમાં ચાર કષાય, જેથી જીવ દુખી બહુ થાય પાંચે ઈદ્રીના જે ભોગ, જીવિ મુંકવા તે સંયોગ; હરિ ચક્રી બલદેવા જેહ, ભોગિં ત્રપતિ ન પામ્યા તેહ ભવિ ભવિ સ્ત્રી ભોગવતો જીવ, તોહે ભુખ્યો મુઢ સદેવ; સોવનકાર પરિ કામ મનિ ધરઈ, કુમાર નંદિ તે દૂબઈ મરે મૃગાવતી સુણતા સમય, સ્વામી જિન મુઝ દખ્યા દેય; જિન કહે અનુમતિ આપઈ રાય, સતી તોહ જ દીક્ષા થાય દિ આદેશ અવંતી ધણી, હું શિષ્યણી થાઉં જિન તણી; જિન પૂછે લાજિં કહઈ હાય, મૃગાવતી તવ હરખ ન માય અવંતીનઈ પાસઈ જઈ, ઉદયન ખોલઈ થાપ્યો સહી; દીનોધાર કરી નીસરઈ, મહોશવ સંયમ ધરઈ અંગારવતી પરમુખ આઠ નારિ, અવંતીસનિં રાણી ધારી વીર હાથિ લીધી દીખ્યાય, મૃગાવતીના ગુણ ચિત ધ્યાય ચંદનબાલા ગુરણી સાથિં, વિચરઈ પાશિં રહે દીન રાતિ; ઉદયન કોસંબી થાપીઉં, અવંતીસ નીજ મંદીર ગયો ઉદયન રાજ વધતો જાય, ત્યાવઈ ભેટી ત્યાં મોટા રાય; રાજ કરઈ જિમ સરમેં હરી, ઘણી ભોમિ કીરતિ વીસારી કરાઈ રાય પણિ સુખ નહી રાય, ખિણ ખિણ સાંભરતી નીજ માય દરસણ વંદન કામિ તાંહિ, મૃગાવતી ધરતો મનમાંહિ
• ૪૨૫
•
૪૨૭
•
૪૨૮
•.. ૪૨૯
••. ૪૯o
.... ૪૩૧
.. ૪૩૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org