SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૮ કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ' ••• ૧૪૮૦ હાક્યો દુત ગયો નૃપ ભણી, વાત સુણાવી ચેડા તણી; શરણિ રાખ્યાનિ કિમ દેહ, તુમનિ તરણ સમા જ ગણેહ. ભિખારી હત્યાનાં આલ, એક જીમિં લખ્ય દીધી ગાલિ; સઘલી મિં મુખ કહી લજાય, મહા દુરદાંત એ ચેડો રાય. ... ૧૪૮૧ એકો નહી દુતડાનું કામ, ગ્રહી લંકા જો પોહતો રામ; વિષમ ઠામ વિષયો રાજાય, ઋષભ કહઈ તુમથી જ થાય. .. ૧૪૮૨ અર્થ:- દૂત મસ્તક નમાવી ચેડારાજા સમક્ષ રાજસભામાં ઊભો રહ્યો. તેણે કહ્યું, “હું કોણિકરાજાનો દૂત છું. રાજાના કાર્ય માટે અહીં આવ્યો છું. તમે મારા રાજાનો આ કાગળ વાંચો. તમે હલ-વિહલ કુમારને કયા કાર્ય માટે અહીં રાખ્યા છે? ... ૧૪૪૩ જો તમે હલ-વિહલ કુમારને સહારો આપી રાખ્યા હોય તો તેમને બહાર કાઢો. કોણિકરાજા કોઈની પણ શરમ નહીં રાખે. કોણિક રાજા બહુ શૂરવીર છે. તે તમારી સાથે યુદ્ધ કરશે તો સર્વનાશ થશે. તમારી શૂરવીરતાની પરીક્ષા ત્યારે યુદ્ધમાં જ થશે. .. ૧૪૪૪ તમે અત્યંત દુર્બળ, શક્તિહીન છો, જ્યારે કોણિકરાજા બળવાન અને પરાક્રમી છે. તમે તેમની સાથે યુદ્ધ કરી તમારા જીવનનો અંત લાવશો. જરાસંઘ ભારે બળવાન હતા છતાં અંતે તો શ્રી કૃષ્ણના હાથે નિશ્ચયથી મૃત્યુ પામ્યા. ... ૧૪૪૫ પરશુરામ પરાક્રમી અને પ્રતિષ્ઠિત હતા છતાં સુભૂમ ચક્રવર્તીએ તેમને મારીને તેમનું રાજ્ય જીતી લીધું. લંકાપતિ રાવણે ઘણા રાજાઓને જીત્યા હતા પરંતુ લક્ષ્મણના હાથે તેમનું મૃત્યુ થયું. .. ૧૪૪૬ સંભવ છે કે તમે બળવાન હશો પણ કોણિકરાજાની શૂરવીરતા પાસે તમારું કાંઈ નહીં ચાલે. ભલે બાહુબલિ રાજા ખૂબ બળવાન હતા છતાં અંતે રિસાઈને દીક્ષા લઈ સર્વ કર્મોથી મુક્તિ મેળવી.... ૧૪૪૭ નમિ અને વિનમી વિદ્યાધર રાજાઓએ ચક્રવર્તી ભરત મહારાજા સાથે યુદ્ધ કર્યું. તેઓ જ હારી ગયા. અંતે તેમણે ભગવાન ઋષભદેવ પાસે આવી તેમના ચરણે નમસ્કાર કર્યા. તેમનું શરણ સ્વીકારી, દીક્ષા લઈ જિનેશ્વર ભગવંતના શિષ્ય થયા. .. ૧૪૪૮ અત્યંત શૂરવીર અને બળવાન ઘણા વ્યક્તિઓ પણ ઈશ્વરની શક્તિ પાસે હારી જાય છે. ત્રણ ખંડના અધિપતિ પરાક્રમી કોણિકરાજાની આગળ કોઈ જીતીને જઈ શકે ખરું? ...૧૪૪૯ કોણિકરાજા તમારી ઈજ્જત કરે છે. તમે તેમનું વચન માન્ય રાખી કાર્ય કરો. તેમને હાર અને હાથી આપી તમે તમારું રાજ્ય સુરક્ષિત રાખો.” ... ૧૪૫૦ દૂતનો બડબડાટ ચાલુ હતો. તે બોલતો બંધ ન થયો ત્યારે બીજા ક્ષત્રિય રાજાઓ દાંત પીસી, મુખહોઠ મરડી, કોલાહલ કરવા લાગ્યા. તેમનું લોહી ગરમ થઈ ગયું) તેમણે ચેડારાજાને કહ્યું, “હે સ્વામી ! તમે આજ્ઞા આપો તો અમે તેને લોટની જેમ મસળી નાંખીએ.” ... ૧૪૫૧ ચેડારાજાએ કહ્યું, “હે નરવીરો! તમે એના પર ક્રોધ ન કરો. દૂત તો પત્થર સમાન છે. કૂતરો પત્થર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy