________________
૧૮૩
આવી વેશા ઉતાવલી, બોલઈ મુકી લાજ; ઉઠો દસમા તુમે સહી, જાણો બુઝયા આજ.
૯૮૨ સં. ઉછલનિ ઉતાવલો, વણ સાડઈ કાજ; દૂધથી માખણ કિમ લહઈ, જો જોઈઈ આજ.
૯૮૩ સં. અવસર દેખી બોલીઈ, એક અક્ષર સાર; અવસર પાખિં બોલીઈ, સહુ કો કહઈ ગુમાર.
. ૯૮૪ સં. અણ સમઝિઉં ડ્યુક આદરઈ, કરે હરડે આહાર; રેચ લાગો ઠંડલિ ગયો, વારસિં બે ચ્યાર.
... ૯૮૫ સં. અણસમઝી ગુણિકા બોલી, ઉતાવલી થાય; પ્રત્યગના પુરી થઈ, જા કહઈતાં જાય.
... ૯૮૬ સં. ભોગ કરમ ગુરૃ તદા, ઊધો મિહાતી લેહ; પુનરપિ આવ્યો વીર કિ, ફરી સંયમ લેહ.
. ૯૮૭ સં. જ્ઞાની પડયો પાછો વલઈ, મુરખ બેઠો ન થાય; સૂત્ર સહીત સૂઈ કરિ જડઈ, દોરા વિહુણી જાય.
. ૯૮૮ સં. નંદીષેણ જ્ઞાની ભલો, લીઈ સંયમ સાર; આરાધી સુરતે થયો, જિહાં ઋધિ અપાર.
... ૯૮૯ સં. શ્રેણિક નરવર રાસનો, ખઇડ ત્રીજો હોય; ચોથા ખંડમાં રસ ઘણો, કઈ ઋષભ સોય.
... ૯૯૦ સં. અર્થ:- નંદીષણકુમાર માતા-પિતાની આજ્ઞા લઈ ભગવાન પાસે પ્રવ્રજિત થવા આવ્યા. તેમને રસ્તામાં કુળદેવીએ આવીને ચેતવણી આપતાં કહ્યું, “હે નંદીષેણ!તમે સંયમ લેવાની ઉતાવળ ન કરો. ... ૯૬૪
તમારા ભોગાવલિ કર્મો પ્રબળ છે. તે ભોગવ્યા વિના તમને સંયમમાં સફળતા નહીં મળે.” સંયમના ઉત્કૃષ્ટ ભાવોને કારણે નંદીષેણકુમારે વિચાર્યું, “જેનું મન સંયમમાં દઢ છે. તેને ભોગો શું કરી શકે? દેવ વ્યર્થ બોલે છે.”
... ૯૬૫ સંયમના વર્ધમાન પરિણામ હોવાથી નંદીષેણકુમારે ભગવાન મહાવીર પાસેથી દીક્ષા લીધી. ત્યાર પછી ભગવાને તેમને આચાર ધર્મની અને જ્ઞાનની શિક્ષા માટે સ્થવીર ભગવંતોને સોંપ્યા. તેમણે ગુરુની સાથે રહી અગિયાર અંગ સૂત્રોનું અર્થ સહિત જ્ઞાન પ્રાપ્ત કર્યું.
... ૯૬૬ એક દિવસ તેઓ ભગવાન મહાવીર સ્વામી પાસે આવ્યા. તેમણે વંદન કરી, પ્રભુ પાસે પ્રામાનુગ્રામ એકલા વિચરણ કરવાની આજ્ઞા માંગી. (આ પ્રમાણે કરવા પાછળનો તેમનો આશય એ હતો કે ભોગાવલી (૧) નંદીષેણકુમારે ભગવાનને દીક્ષા આપવાની વિનંતી કરી ત્યારે ભગવાન મૌન રહ્યા. એક બાજુ પોતાની સંયમની તીવ્ર અભિલાષા અને બીજી બાજુ પ્રભુનું મૌન જોઈ નંદીકુમાર દ્વીધામાં પડયા. તેમણે અંતે સ્વયં દીક્ષા લીધી. (સંસાર સપના કોઈ નહિ અપના. પૃ. ૧૯૩.)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org