SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૪ કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ' કર્મ ઉદયમાં આવે તે પહેલાં જ શરીરને ક્ષીણ કરવું જેથી સંયમમાં કલંક ન લાગે.) ભગવાન મૌન રહ્યા. નંદીષેણ મુનિએ મૌનને ભગવાનની અનુમતિ માની બીજા ગામમાં વિહાર કર્યો. ... ૯૬૭ તેઓ વિહાર કરતાં બીજા ગામમાં આવ્યા. ત્યાં ગોચરી માટે નીકળ્યા. તેમણે અજાણતાં ગણિકાના દ્વારે જઈ “ધર્મલાભ' કહ્યો. ગણિકાએ કહ્યું, “મુનિવર! આ શ્રાવકનું ઘર નથી. અહીં અર્થ લાભ કરે તે જ આવી શકે. અર્થ લાભથી જ સુખી થવાય છે.” (ગણિકાએ મુનિને મહેણું મારતાં કહ્યું, “તમે યુવાનીમાં સંયમ લીધો છે? શું તમારામાં કમાવવાની ત્રેવડ ન હતી? ધન વિનાનો નર પશુ સમાન છે. ધનથી જ પ્રાણી સુખી થાય છે.' મુનિનું લોહી ઉકળી ઉઠયું.) .. ૯૬૮ “નંદીષેણ મુનિએ પોતે ભિખારી નથી પણ એક સંત છે,” એવો ગર્વ કરી પોતાની શક્તિ દર્શાવવા ગણિકાની સમક્ષ (લબ્ધિનો પ્રયોગ કરવા) હવેલીના નેવે રહેલું તણખલું ખેંચ્યું. (તણખલું ખેંચી મંત્રોચ્ચાર કર્યો.) ત્યાં તો ગણિકાની હવેલીમાં સોના મહોરોની વૃષ્ટિ થઈ. મુનિ બોલ્યા, “કોશા! તને પૈસા જોઈએ છે ને? લે આ રહ્યા પૈસા.' આ જગતમાં અભિમાન બહુ ભયંકર છે. અભિમાનથી મસ્તક અને ધન ગુમાવાય છે. અભિમાન કરવાથી ધર્મ પણ દૂર હડસેલાય છે. અભિમાન કરવાથી ઉત્તમ કાર્યો નષ્ટ થાય છે. ...૯૭૦ અભિમાની વ્યક્તિ જ્ઞાન પ્રાપ્ત ન કરી શકે. તેઓ સંસાર સાગર પાર ન કરી શકે. નંદીષેણ મુનિએ પોતાની સંયમની તાકાત દર્શાવવા અભિમાન કર્યું. તેમણે લોભી ગણિકાને સુવર્ણ વૃષ્ટિ કરી પોતાની શક્તિનો પરિચય આપ્યો. (કામલતા ગણિકા અવાક બની ગઈ. જ્યાં મુનિએ જવા માટે પગ ઉપાડડ્યો ત્યાં) ... ૯૭૧ ચાલાક ગણિકાએ હાથ જોડી પગે પડી નંદીષેણ મુનિને વિનંતી કરતાં કહ્યું, “અરે! આ ધનને હું શું કરું? જો તમે અહીં રહો તો આપણે બંને દુનિયાના સુખો ભોગવીએ. હું તમને મારું તન-મન સમર્પિત કરીશ.”(હું તમને બારણાંની બહાર નહીં જવા દઉં) ...૯૭૨ ગણિકાના મુખના હાવભાવ, લટકા મટકા તેમજ મિષ્ટ વચનોથી નંદીષેણ મુનિનું મન લપસી ગયું. તેઓ વિચલિત થયા. ઉગ્ર તપસ્વી નંદીષેણ મુનિએ પ્રબળ ભોગાવલિ કર્મોના ઉદયના કારણે સંયમના ઉપકરણો - ઓઘો, મુહપત્તિ ખીંટીએ લટકાવ્યા. તેમણે ગૃહસ્થનો વેશ પહેર્યો. (દશવૈકાલિક સૂ. ના અ. ૫ માં શાસ્ત્રકારોએ બ્રહ્મચર્યનો ભંગ થવાની આશંકાથી વેશ્યાના ઘરમાં ગોચરી માટે જવાની ના પાડી છે.) રણ સંગ્રામમાં શત્રુઓની સામે દોડી જનારા શૂરવીર યોદ્ધાઓ, જંગલના પશુઓને પોતાના આધિપત્યમાં રાખનારો સિંહણનો સ્વામી સિંહ પણ નારી સમક્ષ બે હાથ જોડી નમી પડે છે. ...૯૭૪ (નંદીષેણ મુનિનું ભોગાવલિ કર્મ નિકાચિત હોવાથી, તેમને મનમાં પસ્તાવો થવા છતાં તેઓ કાંઈ ન કરી શક્યા.) તેઓ હવે ગણિકાના ઘરે રહી, નિત્ય વિવિધ પ્રકારના ભોગ સુખો ભોગવતા રહ્યા. “યૌવનકાળ કોશા (ગણિકા) સાથે વીતાવ્યા પછી હું અને કોશા સાથે સંયમ ગ્રહણ કરીશું.” 1 ..૯૭૫ આ પ્રમાણે વિચાર કરી નંદીષેણ મુનિએ સંયમના ઉપકરણોનો ત્યાગ કરી કોશાના આવાસે રહ્યા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy