________________
૨૦૮
કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ”
અર્થ - મહારાજાએ પ્રેમપૂર્વક ચલણા રાણીને સુરરાજે આપેલ દિવ્યહાર આપ્યો તેમજ સુનંદા રાણીને બોલાવી માટીનો ગોળો આપ્યો. મહારાજાના આવા પક્ષપાત ભર્યા વર્તનથી ભોળી સુનંદા રાણીને ખૂબ ગુસ્સો આવ્યો. તેમણે ગુસ્સામાં માટીનો ગોળો હાથમાં લઈ દીવાલ પર ફેંક્યો. માટીનો ગોળો ભાંગી ગયો. તેમાંથી કુંડળની જોડ નીકળી. તે જોઈ સુનંદા રાણી રાજી રાજી થઈ ગયા.
..૧૧૧ર સુનંદા રાણીએ તે દિવ્ય કુંડલો કાનમાં પહેર્યા. ત્યાર પછી બીજો ગોળો લાવીને પછાડયો. ગોળો તૂટતાં તેમાંથી દિવ્ય વસ્ત્રોની જોડી નીકળી. સુનંદારાણી હવે ફરીથી ખુશ થયાં. . ૧૧૧૩
સુનંદા રાણીએ આ દિવ્ય વસ્ત્રો શરીરે પરિધાન કર્યા. તેમણે સોળ શણગાર સજ્યા. (તેઓ અત્યંત સુંદર દેખાતાં હતાં.) તેમને જોઈ મહારાજા શ્રેણિક તે વખતે હરખાયા. તે સમયે ચેલણા રાણીના ક્રોધનો કોઈ પાર ન રહ્યો. ચલણા રાણી ક્રોધથી બોલ્યા, “વામી! તમે મને ફક્ત એક જ હાર આપ્યો? (શું તમને મારા પ્રત્યે સ્નેહ નથી?)
... ૧૧૧૪ હે નાથ! (હું તમારી પટરાણી છું.) મને દિવ્ય વસ્ત્રો અને કુંડલ અપાવો.” મહારાજા શ્રેણિકે કહ્યું, દેવી! તમે અત્યંત ભોળાં-સાલસ છો. તમને તો મેં અત્યંત અમૂલ્ય હાર આપ્યો છે. તમને ખબર નથી, આ હારને જોઈ તમારી શોક્યો તમારી ઈર્ષા કરશે.'
.. ૧૧૧૫ ચેલણા રાણીએ ગુસ્સાથી છણકો કરતાં વળતો જવાબ આપતાં કહ્યું, “મહારાજા! રહેવા દો, તમે મને સારું લગાડવા આ પ્રમાણે બોલો છો. જો તમે મને કુંડલ અને દિવ્ય વસ્ત્રો નહીં લાવી આપો તો, આ ચેલણા હવે જીવતી નહીં રહે, તે મરી જશે.”
...૧૧૧૬ મહારાજા શ્રેણિકે ચેલણા રાણીને સમજાવતાં કહ્યું, “મહારાણી! જેનાં ભાગ્યનું હતું તેને મેં આપી દીધું. ભાગ્યયોગે તેને તે તે વસ્તુઓ મળી. સજ્જન પુરુષો બોલેલાં વચનો ફોક કરતાં નથી. શ્રી રામે આપેલ વચન અનુસાર રાવણના મૃત્યુ પછી લંકાનું રાજ્ય વિભીષણને જ આપ્યું.”
...૧૧૧૭ આ પ્રમાણે ચેલણા રાણીને સમજાવી મહારાજા શ્રેણિક ત્યાંથી ચાલ્યા ગયા.ચેલણા રાણી સ્ત્રીહઠે ચડયા. પોતાની ઈચ્છા અનુસાર ન થતાં રાણી મહેલનાં ગોખ પર આપઘાત કરવા માટે ચઢયા. જેવી તેમણે નીચે દૃષ્ટિ કરી તેવી તેમણે કોઈને નીચે વાર્તાલાપ કરતાં જોયાં.
.. ૧૧૧૮ મહારાજા શ્રેણિકનો મહાવત અને મગધસેના નામની ગણિકા પરસ્પર પ્રેમથી વાતો કરતાં હતાં. કવિ ઋષભદાસ કહે છે કે, તેને કુશળતાપૂર્વક સાંભળો.
. ૧૧૧૯ દુહા : ૫૭ કહઈ ગુણિકાકુંતાર તું, દઈ હસ્તિ આભર્ણ; અમ હસ્તિ પેહરાવ મ્યું, વાલું તેહનો વર્ણ.
... ૧૧૨૦ અર્થ - ગણિકાએ વિનંતી કરતાં મહાવતને કહ્યું, “તમે તમારા રાજાના હાથીના આભૂષણો મને આપો. આપણે આપણા હાથીને આ આભૂષણો પહેરાવશું તેથી આપણા હાથીનું સૌદર્યદીપી ઉઠશે.”... ૧૧૨૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org