________________
ઓળંગી જાય છે. મહારાજા શ્રેણિકે ક્ષાયિક સમકિત મેળવ્યું. તેઓ આગામી ભવમાં ઉત્સર્પિણી કાળના પ્રથમ તીર્થંકરનો (જિનપદ) અવતાર પ્રાપ્ત કરશે.
૧૧૦૮
આ પ્રમાણે કહી દેવે પોતાનું વાસ્તવિક રૂપ પ્રગટ કર્યું. દેવે પ્રશંસા કરતાં કહ્યું, ‘‘ધન્ય છે ! ક્ષાયિક સમકિતના ધણી મહારાજા શ્રેણિકને ! સૌધર્મેન્દ્રે જેવી ધર્મ શ્રદ્ધાની પ્રશંસા કરી હતી તેના કરતાં પણ આપની શ્રદ્ધા કંઈક વિશેષ શ્રેષ્ઠ અને ચઢિયાતી છે.’’
૧૧૦૯
દુર્દર દેવે પ્રસન્ન થઈ મહારાજા શ્રેણિકને સુંદર માટીના (બે) ગોળા અને (અઢારસરો વંકચૂલ નામનો) દિવ્યહાર પરિહારમાં આપ્યો. આ હારની વિશિષ્ટતા બતાવતાં દેવે કહ્યું, ‘‘જો હાર તૂટી જાય તો તેને સાંધવાવાળો નહીં મળે. સંભવ છે કે કદાચ સાંધવાવાળો મળે, તે પ્રયત્ન કરી હાર પરોવશે તો તેનું તત્કાળ મૃત્યુ થશે.
૧૧૧૦
આ પ્રમાણે કહી સુરરાજ પોતાના સ્થાને આકાશ (સ્વર્ગ)માં ચાલ્યા ગયા. સુ૨૨ાજે સૌધર્મેન્દ્ર દેવ પાસે જઈ પૃથ્વીલોકના ક્ષાયિક સમકિતી મહારાજા શ્રેણિકના ગુણગ્રામ કર્યા. જ્યારે મહારાજા શ્રેણિક રાજમહેલમાં પાછા ફર્યા ત્યારે તેમણે પોતાની પ્રિય પટરાણી ચેલણા રાણીને બોલાવ્યા.
૧૧૧૧
ચેલણા રાણીનો આપઘાત પ્રયાસ
આપ્યો તેહનિં પ્રેમિ હારો રે, ગોલા સુણંદાનિં તેણી વારો રે; ખીજી નિજ મતિ ભોલી ભંજઈ રે, કુંડલ દોય દેખીનિં રંજઈ રે. ઘાલઈ કુંડલ કાને રાણી રે, ભાંજઈ ગોલો બીજો આણી રે; વસ્ત્ર નીકલ્યાં તિહાંથી દોયો રે, રંજઈ રાણી ફરી જોયો રે. પેહરઈ વસ્ત્રનિં ક૨ઈ સિણગારો રે, હરખઈ શ્રેણિક તેણી વારો રે; ખીજી ચેલણા અતિહિં અપારો રે, મુઝનિં સ્યું દીધો તુમ્યો હીરો રે. ચીવર કુંડલ અપાવો હારો રે, શ્રેણીક કહઈ તું ભોલી અત્યંતો રે; લહી અમુલિક આપ્યો હારો રે, ખીજી સોકિં તુઝ તામ અપારો રે. હવઈ બોલતાં લાગઈ નર તું રે, ખીજી ચિલણા ભાખઈ વલતું રે; કુંડલ વસ્ત્ર ન આપો આણી રે, તો મરસઈ સહી ચિલણા રાણી રે. નૃપ કહઈ મેિં આપિઉં જેહ જેહિનેં રે, કરમિં ભાગું તે વલી તેહિનં રે; સુપુરૂષ બોલ્યો ફરીય ન જાય રે, રાત્રિં થાપ્યો બંભીષણ રાય રે. અસ્તું કહીનઈ શ્રેણિક જાય રે, ચિલણા ગોખિ ચઢી મરવાય રે; નીચી દૃષ્ટિ કરી વલી જેવારઈ રે, દેખઈ આલોચ કરતાં વલી તિવારઈ નૃપ શ્રેણિક તણો કુતારો રે, માગધસેના ગુણિકા સારો રે; તે બેહુ વાત કરતાં પ્રેમિં રે, ઋષભ કહઈ તે સુણયો ખેમિં રે. (૧) જુઓ પરિશિષ્ટ વિભાગ - આગામી ઉત્સપિર્ણી કાળના ચોવીસ તીર્થંકરોના નામ.
Jain Education International
For Personal & Private Use Only
૨૦૭
...
... ૧૧૧૩
...
૧૧૧૨
૧૧૧૪
૧૧૧૫
૧૧૧૬
૧૧૧૭
૧૧૧૮
૧૧૧૯
www.jainelibrary.org