________________
૩૦૫
કોશાએ કહ્યું, “હે મુનિવર! તમે મોટા ઋષિરાય છો. આપનાં દર્શન થતાં આજે હું ધન્ય બની ગઈ છું. મને આજે જંગમતીર્થ સમાન સદ્દગુરુનાં દર્શન થયાં છે. મારું પૂર્વભવનું પુણ્ય આજે ફળ્યું છે.... ૧૬૬૪
હે મુનિવર ! મારા પતિદેવ પરદેશ વ્યાપાર કરવા ગયા હતા. તેઓ પાછા ન આવ્યા. તેમનું પરદેશમાં જ મૃત્યુ થયું. મારા ચાર પુત્રો પણ પરદેશ ગયા હતા. તેમણે પરદેશથી આવીને જોયું કે પિતાનું નિધન થયું છે.
... ૧૬૬૫ અમને પાંચ જણને વૈરાગ્ય ઉત્પન થયો. આ સંસાર અસાર છે. મારી પાસે સંપત્તિ પુષ્કળ છે તેથી હું સંઘનાયિકા બની છું. શેત્રુંજય તીર્થની યાત્રા માટે સંઘ કઢાવી મારા પાપોનું પ્રક્ષાલન કરું છું... ૧૬૬૬
નદી તટમાં તમે રહો છો એવું જાણી હું તમારા દર્શન-વંદન કરી મનની અભિલાષા પૂર્ણ કરવા ઈચ્છું છું. હું થોડા દિવસ અહીં રહી તમારી વૈયાવચ્ચ કર્યું જેથી જલ્દીથી ભવસાગર પાર કરી શકું. ...૧૬૬૭
જ્યારે તમારું પારણું હોય ત્યારે મારી પાસેથી નિર્દોષ આહાર વહોરી અમને લાભ આપજો. જેમ ભગવાન મહાવીર સ્વામીએ બાકુળા વહોરી ચંદનબાળાનો ઉદ્ધાર કર્યો, તેમ મને પણ ઉગારજો.... ૧૬૬૮
ભગવાન ઋષભદેવે નિદોર્ષ ઈસુરત વહોરી શ્રેયાંસકુમારને સંસારરૂપી સમુદ્રમાંથી તાર્યા, તેમ છે મહાત્મા! મારા ઉપર કૃપા કરી ભાવપૂર્વક મારા અન્ન-પાણી વહોરી મારી ભાવના પૂર્ણ કરો.'... ૧૬૬૯
આ પ્રમાણે કહી ગણિકા ત્યાંથી ચાલી ગઈ. તેણે માસક્ષમણની તપશ્ચર્યા પૂર્ણ થતાં પારણાને દિવસે કૂળવાળુક મુનિને સ્વાદિષ્ટ રસોઈ વહોરાવી. તેઓ સ્વાદિષ્ટ રસોઈ ખાઈ અતિશય હરખાયા....૧૬૭૦.
ગણિકાએ સુખડ અને ચંદનનો લેપ ઘસી સુવર્ણના કટોરામાં ભર્યો. તેણે તે લેપ મુનિવરને આપ્યો. તેમણે પોતાના દેહ પર લેપ ચોપડડ્યો. મુનિવરનું તપશ્ચર્યાથી શ્યામ બનેલું રૂ૫ અધિક ખીલી ઉઠયું.... ૧૬૭૧
ગણિકાએ મુનિવરને ખાવા માટે સ્વાદિષ્ટ સુખડી, મેવા-મીઠાઈ, સિંહ કેસરિયા મોદક જેવાં (વિકારવર્ધક) ભોજનો આપ્યાં. ગણિકા મુનિવર સાથે ઠઠ્ઠી મશ્કરી (વાર્તા-વિનોદ) કરવા લાગી. ગણિકા ધીરેધીરે મુનિવર સમક્ષ કામાતુર બનાવે તેવા હાવભાવ અને ચેનચાળા કરવા લાગી. ...૧૬૭૨
એકવાર ગણિકાએ પ્રથમ પારણાના દિવસે મુનિવરને ચંદ્રહાસ મદિરા પીવડાવી. બીજા પારણામાં મુનિવરેને નેપાળો (જુલાબ)ની ઘણી ગોળીઓ આપી. (કૂળવાળુક મુનિને આવા પ્રકારનો આહાર વાદિષ્ટ લાગ્યો) મુનિવરને આવો(ઔષધ મિશ્રિત) આહાર કરતાં અતિસાર થયા.
... ૧૬૭૩ મુનિવરના શરીરનું વાચ્ય પૂછવા પાંચ શ્રાવિકા બહેનો ત્યાં આવી. તેમણે મુનિની નાજુક તબીયત જોઈ) તેઓ કપટ પૂર્વક મોટેથી રડવા લાગી. તેઓ બહારથી રડતી હતી પરંતુ મનમાં ખૂબ હરખાતી હતી. (કોશા તકનો લાભ લઈ મુનિવરને સારવાર કરવા માટે પોતાના ઘરે લઈ આવી) તેણે મુનિવરના શરીરને સ્પર્શ કરી સાફ કર્યું. મુનિના શરીરને સાફ કરતાં કરતાં કોશાના કમખાના ઉત્તમ, મુલાયમ, રેશમી વસ્ત્રોનો સ્પર્શ થયો.
.. ૧૬૭૪ ગણિકાએ મુનિવરની સારવાર કરવા ઔષધના બહાને તેમનો અંગ સ્પર્શ કર્યો. તેણે નિત્ય સેવા કરી મુનિવરને જલ્દીથી સ્વસ્થ કર્યા. ગણિકા અને કૂળવાળુક મુનિ બંનેનો ઘણો પરિચય વધ્યો. ત્યારે સ્ત્રી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org