________________
૩૦૬
કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ'
સંગથી મુનિવરનું મન વિચલિત (વિકારી) થયું.
.. ૧૬૭૫ મુનિવરે પોતાની ઈન્દ્રિયો પર કાબૂ ગુમાવ્યો. તેમણે વિલાસી બની ગણિકા પાસે ભોગની માંગણી માટે પ્રાર્થના કરી. ત્યારે કોશાએ કહ્યું, “હે ઋષિમુનિ! હું તો કોણિકરાજાની ગણિકા છું.” ... ૧૬૭૬
કોશાએ પોતાના શરીરે સોળ શણગાર સજ્યા. તેણે પગમાં પાયલ, ડોકમાં સુવર્ણ હાર, હાથમાં કંગન અને ચૂડીઓ, કાને કુંડળ અને ઝાલ પહેર્યા. ગણિકાએ પોતાની હંસગતિ જેવી ચાલ ચાલીને મુનિને આકર્ષા.
... ૧૬૭૭ તેણે અંબોડામાં ચંપક, જૂઈ જેવા સુગંધી પુષ્પોની વેણી પહેરી. ગણિકાના રૂપ અને શણગારને જોઈ કૂળવાળુક મુનિ કામાંધ બન્યા. તેમણે મનમાં વિચાર્યું, ‘આવી નારી વિના શું સંસાર?' મારો આ માનવ ભવ નિષ્ફળ ગયો.
... ૧૬૭૮ મુનિએ કામાતુર બની વારંવાર ગણિકાને વિષયભોગ માટે હાથ જોડી પ્રાર્થના કરી. ત્યારે ગણિકાએ કહ્યું, “તમે કોણિકરાજા પાસે આવો. તે જો તમને કહેશે તો હું તમારા ઘરે આવીશ.”... ૧૬૭૯
ગણિકાએ મુનિવરને વહેલમાં બેસાડયા. ગણિકા મુનિવરને કોણિકરાજા પાસે ચંપા નગરીમાં લાવી. રાજાએ મુનિવરને જોયા. રાજાએ તેમને બે હાથ જોડી વંદન કરી ચરણ સ્પર્શ કર્યા. ... ૧૬૮૦.
રાજાએ કહ્યું, “ભગવન્! એવો કોઈ માર્ગ બતાવો જેથી વિશાલા નગરીનો ક્ષય થાય.” મુનિએ કહ્યું, “તમે માગધિકાકોશા મને આપો તો હું વિશાલા નગરીના દ્વારને લાત મારી તોડી નાખું.”.. ૧૬૮૧
કોણિકરાજાએ કહ્યું, “હે મુનિવર ! તમે નિશ્ચિંત રહો. હું તમને રાજનર્તકી (ગણિકા) અને સુવર્ણ ભંડાર આપીશ.” આ સાંભળી સંયમ ભ્રષ્ટ, અજ્ઞાની કૂળવાળુકમુનિ ત્યાંથી વૈશાલીમાં સંચર્યા. તેમણે સંન્યાસીનો અનુપમ વેશ ધર્યો.
...૧૬૮૨ - સંન્યાસી જેવા વિશાલા નગરીમાં પ્રવેશ્યા તેવા જ નગરજનોએ આવીને તેમને વંદન કર્યા. લોકોએ પૂછયું, “સ્વામી! ચેડારાજાનો વિજય કેવી રીતે થશે? શત્રુ પક્ષનું લશ્કર અહીંથી ક્યારે જશે?'... ૧૬૮૩
ધૂર્ત મુનિવરે(અનુભવ જ્ઞાનથી જાણીને) કહ્યું, “હે પ્રજાજનો !તમે નગરમાં રહેલું મુનિસુવ્રતસ્વામીનું સૂપ જમીન દોસ્ત કરો તેથી કોણિકરાજાનું લશ્કર પાછું વળશે. ચેડારાજાનો વિજય થશે.”(કારણ કે આ સૂપમાં રહેલી પ્રતિમા ઉત્તમ હોવાથી પ્રબળપણે વિશાલા નગરીનું રક્ષણ કરતી હતી) ... ૧૬૮૪
લોકોએ વિચાર કર્યા વિના જ જેવા મુનિસુવ્રતસ્વામીનું સૂપ પાડવાની શરૂઆત કરી. (બીજીબાજુ) તેવા જ મુનિવરે કોણિકરાજાને ત્યાં સમાચાર મોકલાવ્યા કે, “હું નગરી પાછી મેળવવા ઉપાય કરું છું. હું સંકેત કરું ત્યારે તમે જલ્દીથી પાછા વળજો.”
.. ૧૬૮૫ કોણિકરાજાનું સૈન્ય પાછું હટી ગયું ત્યારે વિશાલા સૈન્યમાં આનંદ છવાઈ ગયો. લોકોએ જ્યારે મુનિસુવ્રત સ્વામીનું સૂપ ખોદી તેને મૂળમાંથી પાડી નાખ્યું, ત્યારે સંકેત અનુસાર કોણિકરાજાનું લશ્કર ધૂર્ત મુનિવરના કહેવાથી પાછું ફર્યું. (કોણિકરાજાએ વૈશાલીનો કોટ ભાંગી નાખ્યો.) ... ૧૬૮૬
(કપટી કૂળવાળુક મુનિએ વિશાલાનગરીના દેવો દ્વારા રક્ષિત દ્વાર લાત મારી તોડી નાખ્યા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org