SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૪ કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ” *. ૧૬૮૪ ભ્રષ્ટ કહઈ તુચ્ચો પાડો એહ, મુનિ સુવ્રતનું શુભ છઈ જેહ; પાછો વલસઈ કોણી રાય, ચેડા ભૂપ તણઈ જય થાય. શુભ પાડવું માંડિલ જસઈ, કોણીનિ કહેરાવ્યું તસઈ; નગરી લેવા કરૂં ઉપાય, તું પાછેરો વલજે રાય. ... ૧૬૮૫ કોણી કટક તવ પાછાં ફરઈ, ત્યારઈ હરખ મનમાં બહુ ઘરઈ; ખણી મુલથી પાડિઉં જસઈ, કોણી કટક ફરયું તિહાં તસઈ. ૧૬૮૬ કપટી કુલવાલૂઉ જેહ, કરી અનરથનિ ચાલ્યો તેહ; મરી મુઢ તે નરગિં જાય, ઋષભ આવીઉં કોણીરાય. ... ૧૬૮૭ અર્થ - જેથી કોણિકરાજાનું કાર્ય પૂર્ણ થશે. તમે નિરર્થક શા માટે અતિશય લડો છો?” કોણિકરાજાએ દેવવાણી સાંભળી મગાધિકા ગણિકાને બોલાવી. રાજાએ કહ્યું, “કોશા! કૂળવાળુક મુનિને અહીં લાવવાનું કાર્યતારાથી જ થઈ શકે તેમ છે.” . ૧૬૫૬ માગધિકા કોશાએ રાજાનું બીડું સ્વીકાર્યું ત્યાં કોશાએ વિધવાનો સ્વાંગ સજ્યો. તે જૈન શ્રાવિકા બની. તેણે (શત્રુંજય તીર્થયાત્રાનો) સંઘ કઢાવ્યો. આ સંઘ ગ્રામનુગ્રામ વિચરણ કરતો જ્યાં યતિ અને શિષ્ય હતા ત્યાં આવ્યો. •. ૧૬૫૭ (કોશાએ યતિને કૂળવાળુક મુનિ વિશે પૂછયું ત્યારે ખબર પડી કે) શિષ્યનું નામ મૂળવાળુક મુનિ હતું. પૂર્વે તેમનું નામ બીજું હતું. તેઓ પ્રથમથી જ અવિનીત અને ગુરુના દુશ્મન હતા. એક દિવસ તેઓ વિહાર કરી શેત્રુંજય તીર્થ તરફ ચાલ્યા. .. ૧૬૫૮ તેઓ ત્યાં પહોંચી જિનેશ્વર ભગવંતને નમસ્કાર કરી પાછા વળ્યા, ત્યારે કૂળવાળુકમુનિએ પોતાના ગુરુને મારી નાખવા માટે પર્વત ઉપરથી એક મોટી શિલા ગબડાવી. શિલાના ગબડવાથી ખખડાટ થતાં ગુરુને અણસાર આવી જતાં તેઓ દૂર ભાગી ગયા. ગુરુને કોઈ ઈજા ન થઈ તેઓ બચી ગયા. ... ૧૬૫૯ ગુરુએ ત્યારે ભયંકર ગુસ્સામાં શિષ્યને શ્રાપ આપતાં કહ્યું, “અરે! દુષ્ટ નરાધમ, કુશિષ્ય! તારું પતન સ્ત્રીના સંગથી થશે. તું મરીને નરક ગતિમાં જઈશ.' .. ૧૬૬૦ કૂળવાળુક મુનિને અપમાનિત શબ્દો કહી તેમના ગુરુએ તગડી મૂક્યા. (તેઓ એકલા વિચરવા લાગ્યા.) તેઓ ચાલતાં ચાલતાં નદીના કાંઠાની નજીક પહોંચ્યા. ગુરુનાં વચનો અસત્ય સાબિત કરવા માટે તેમણે સ્ત્રીનાં (મુખના) દર્શન ન કરવાં એવો સંકલ્પ કર્યો. ... ૧૬૬૬ તેમણે માસક્ષમણના પારણે માસક્ષમણની તપશ્ચર્યા કરી. તેમણે ઈન્દ્રિયો (કાયા)ને ઘણું કષ્ટ આપ્યું. તેમની ઉગ્ર તપશ્ચર્યાથી પ્રભાવિત થઈ દેવો પણ તેમની સેવા કરવા લાગ્યા. વર્ષા ઋતુમાં નદીમાં પૂર આવ્યું. મુનિની રક્ષા કરવા દેવીએ ભક્તિથી નદીનાં નીર બીજે માર્ગે વાળ્યાં. .. ૧૬૬૨ તેથી તેમનું નામ “કુળવાલહ' (કુળવાળુક)મુનિ પડ્યું. માગધિકા કોશા (નદીના કિનારે ચાલતી ચાલતી) જ્યાં મુનિ હતા ત્યાં પહોંચી. તેણે મુનિને કપટ સહીત ત્રણ પ્રદક્ષિણા આપી વંદના કરી.... ૧૬૬૩ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy