________________
૩પ૮
કવિ ઋષભદાસ કૃત “શ્રી અભયકુમાર રાસ”
ધનાવાહ શેઠે પોતાની પુત્રીને ઘણો કરિયાવર આપ્યો. બંન્ને જણાએ કરીયાવર લઈ રથમાં બેસી રાજગૃહી નગરી તરફ જવા પ્રયાણ કર્યા. સુનંદારાણીએ માતા પિતાની તથા અભયકુમારે નાના-નાનીની તેમજ સ્વજનોની આજ્ઞા માંગી ચરણ સ્પર્શ કર્યા.
...૭૧ તેઓ પ્રવાસ કરતા વણજારા (વેપારીઓ) ના સમુદાય સાથે માર્ગમાં શુભ શુકન જોઈ ત્યાંથી આગળ વધ્યા. તેમને વળાવવા આવેલા શેઠ અને શેઠાણી જ્યારે રથ દેખાતો બંધ થયો ત્યારે પાછા ફર્યા. કેટલાક દિવસો પસાર થયા પછી તેઓ બન્ને રાજગૃહી નગરીની નજીકમાં આવી પહોંચ્યા. ...૭૨
અભયકુમારે રથ સહિત પોતાની માતાને રાજગૃહી નગરીની બહાર રહેલા ઉદ્યાનમાં મૂક્યા. અભયકુમારે માતાને (ભલામણ કરતાં) કહ્યું, “તમે અહીં બેસો હું નગરમાં જઈને તપાસ કરી આવું કે આ નગરીના રાજા કોણ છે?'
...૭૩ અભયકુમાર એમ કહી ત્યાંથી નીકળ્યા. તેઓ નગરની પોળમાં પ્રવેશ્યા. ત્યારે એક કુંવારી કન્યા હાથમાં થાળી લઈને આવી. તેની થાળીમાં શ્રીફળ અને ઘૂંટેલું કુમકુમ હતું.
કન્યાના બીજા હાથમાં અગાણું (માંગલિક પ્રસંગો વખતે ભરવામાં આવતું અખંડ અનાજનું પાત્ર) હતું. તેમાં સોપારી અને દુર્વા (દ્રરો) હતી. અભયકુમારને જાણે મન વાંછિત સારું કાર્ય થવાનું હોય તેવા શુકનના એંધાણ થયા.તેઓ શુભ શુકન જોઈ ઝડપથી નગરમાં પ્રવેશ્યા.
...૭૫ નગરીની સ્ત્રીઓ એકબીજાને સાદ કરી ચૌટામાં બોલાવતી હતી. સ્ત્રીઓનો અવાજ સાંભળી અભયકુમાર નગરમાં તે દિશા તરફ પ્રવેશ્યા. આ નગરના રાજાને પાંચસોમાં એક ઓછો અર્થાત્ ચારસો નવાણુ પ્રધાનો મળ્યા હતા.
તેમને એક મુખ્ય પ્રધાનની જરૂર હતી. મહામંત્રીની નિમણૂંક કરવા માટે રાજાએ પરીક્ષા ગોઠવી હતી. રાજાએ એક નિર્જળ સૂકો કૂવો જોઈ, તેમાં પોતાની આંગળીની મુદ્રિકા નાખી હતી. ...૭૭
અભયકુમારે નગરમાં જઈ લોકોની ભીડમાં જઈ પૂછયું “અહીં આટલા બધા લોકો શામાટે એકત્રિત થયાં છે?” એક પુરૂષે (શેઠે) ઉત્તર આપતાં કહ્યું “રાજાની મુદ્રિકા આ નિર્જળ કૂવામાં છે. તેને કૂવાના કાંઠે ઉભા રહી બહાર કાઢવાની યુક્તિ અજમાવવા લોકો આ સ્થાને આવ્યા છે. ...૭૮
(તે પુરૂષે પોતાની વાત આગળ કહેતાં કહ્યું) મગધના અધિપતિ મહારાજા શ્રેણિક છે. તેમની પાસે રાજ્યનું સંચાલન કરવા ઘણા મંત્રીઓ છે પરંતુ રાજા ને એક મુખ્ય મંત્રીની આવશ્યકતા છે. તેની પસંદગી કરવા કસોટી ગોઠવી છે. કસોટીમાંથી પાર ઉતરશે તેને રાજા મુખ્યમંત્રી બનાવશે.” ...૭૯
અભયકુમારે શેઠને પ્રશ્ન પૂછયો “આ કૂવામાંથી રાજાની વીંટી લઈ કોઈ પરદેશી તેને પોતાની આંગળીમાં પહેરે તો તેને તમારા રાજા પ્રધાનમંત્રીનું પદ આપશે? તમે જઈને રાજાને પૂછો.” ...૮૦
એક શ્રેષ્ઠીવર્યએ રાજાને જઈને અભયકુમારની વાત કહી. ત્યારે શ્રેણિક રાજાએ કહ્યું, “જે ગાયોના ધણ ચરાવવા જાય, તે ગોવાળને પણ પોતાનું ભાગ્ય અજમાવવાનો મોકો આજે અવશ્ય મળવો જોઈએ (અર્થાત્ પરદેશી પણ કૂવામાંથી અંગૂઠી કાઢી પ્રધાનમંત્રી બની શકે છે.)''
...૮૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org