________________
શ્રેણિક૨ાજાએ સત્વરે સેવકો દ્વારા અભયકુમારને તેડાવ્યા. તેમણે અભયકુમારને મંજૂરી આપતાં કહ્યું, ‘‘કુમાર ! આ નિર્જળ કૂવામાંથી મુદ્રિકા કાઢશો તો તમે આ રાજ્યના મુખ્યમંત્રી થઈ શકશો.''...૮૨ અભયકુમાર રાજાના વચનો સાંભળી ખુશ થયા. તેઓ કૂવાના કાંઠા ઉપર ચઠયા . ત્યાર પછી તેમણે બાજુની પોળમાંથી સેવકો દ્વારા તાજું કઠણ છાણ મંગાવ્યું.
...૮૩
તેમણે બરાબર નિશાન તાકીને છાણ મુદ્રિકા ઉપર ફેંક્યું. મુદ્રિકા છાણમાં દબાઈ ગઈ. ત્યાર પછી તેમણે ઘાસના પૂળા મંગાવી તેને અગ્નિ ચાંપી. (સળગતા પૂળા છાણ પર પડતાં અગ્નિથી તે સૂકું અને કડક બન્યું.) ત્યાર પછી બાજુમાં રહેલા કૂવામાંથી રહેંટ વડે નીક વાટે પાણી ખાલી કૂવામાં રેડયું. ...૮૪
કૂવો કાંઠા સુધી છલોછલ પાણીથી ભર્યો. છાણું પાણી પર તરવા લાગ્યું. અભયકુમારે છાણું લઈ તેમાંથી વીંટી કાઢી આંગળીમાં પહેરી લીધી. લોકો તેમની પ્રખર બુદ્ધિની પ્રસંશા કરવા લાગ્યા. ...૮૫
શ્રેણિક રાજાએ ખુશ થઈ પરદેશીનો પરિચય પૂછતાં કહ્યું, ‘‘કુમાર ! તમે કોણ છો તમારી સઘળી કથા કહો.’’ અભયકુમારે કહ્યું, “મહારાજ ! હું બેનાતટ નગરમાં હતો. હું ત્યાંની સર્વ વાતો જાણું છું.''...૮૬ રાજાએ બેનાતટ નગરનું નામ સાંભળી ચકિત થઈ કહ્યું, ‘“બેનાતટ નગરમાં એક વ્યાપારી રહે છે. તેમનું નામ ધનાવાહ શેઠ છે. તે અત્યંત પ્રેમાળ છે. તેમની એક પુત્રી છે. તે જ્યારે ગર્ભવતી બની ત્યારે તેને છોડીને તેનો પતિ પરદેશ જતો રહ્યો છે.’’
...૮૭
‘જો તમે તેમને ઓળખતા હો તો તેમના સમાચાર મને કહો. તે સુંદરીનું રૂપ કેવું છે. તેનો પુત્ર કેવો
છે ?’’
...૮૮
અભયકુમારે કહ્યું ‘“મહારાજ ! હું તે સ્વરૂપવાન સુંદરી અને તેના પુત્રને જાણું છું. મેં તેમને જોયા છે . મારે તેમની સાથે ખૂબ ઘનિષ્ઠ સંબંધ છે. મારે તેમની સાથે અદ્ભુત મૈત્રી છે.’'
...૮૯
રાજાએ ઉત્સુકતાપૂર્વક પૂછ્યું, “તે કુમાર દેખાવમાં કોના જેવો છે ? તેની કળા, રૂપ, વય કેવાં છે ? અભયકુમારે ચતુરાઈપૂર્વક કહ્યું, ‘“મહારાજ! મને જોઈને તમે તેનું સર્વ સ્વરૂપ સમજી જજો (મારી જ પ્રતિકૃતિ છે.)''
રાજાએ કહ્યું, “કુમાર ! હું તેને શી રીતે મળી શકું ?’’ અભયકુમારે કહ્યું, ‘‘રાજન્ ! તે કુમાર તીવ્ર બુદ્ધિશાળી છે. મને મળ્યા એટલે સમજી જજો કે તેને મળ્યા ! તેના અને મારા પ્રાણ એક જ છે.’' ...૯૧ (શ્રેણિકરાજાની અધિરાઈ વધી ગઈ.) તેમણે કહ્યું, ‘કુમાર ! તેઓને ત્યાં મૂકી તમે અહીં ક્યા કાર્ય માટે આ નગરમાં આવ્યા છો?’’ અભયકુમારે કહ્યું, “મહારાજ! હું મારા મિત્રની માતાને લઈને આ નગરમાં આવ્યો છું.
...૯૨
હું રથ સહિત તે સુંદરી (માતા) ને નગરની બહારના ઉદ્યાનમાં મૂકી આવ્યો છું.’’ શ્રેણિકરાજા આ વાત સાંભળી અત્યંત હર્ષિત થયા. તેમણે કુમારને કહ્યું “મને જલ્દીથી તે સુંદરી પાસે લઈ જાવ’’ ...૯૩ અભયકુમારે ચાલાકીપૂર્વક કહ્યું, “મને જોઈ લ્યો એટલે તેમને જોયા બરાબર છે. મારા જેવી જ માતા છે.’’ (અભયકુમારના વાર્તાલાપ ઉપરથી રાજા સમજી ગયા કે) ‘આ મારો જ પુત્ર છે.’ એવું જાણી
66
૩૫૯
Jain Education International
For Personal & Private Use Only
02***
www.jainelibrary.org