SearchBrowseAboutContactDonate
Page Preview
Page 381
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૦ કવિ ઋષભદાસ કૃત શ્રી રાજા ઉભા થઈ અભયકુમારને ભેટી પડયા . ...૯૪ શ્રેણિકરાજાએ સુનંદારાણીની ક્ષેમકુશળતાના સમાચાર પૂછતાં કહ્યું, ‘‘કુમાર ! તમારી જેમ તમારી માતા પણ સ્વસ્થ છે ને? તેમનું આરોગ્ય સારું છે ને?'' શ્રેણિકરાજા ક્ષણનો પણ વિલંબ કર્યા વિના પ્રસન્નતાપૂર્વક મોટા રસાલા સાથે સન્માન ભેર સુનંદારાણીને લેવા સામા ગયા . અભયકુમાર રાસ' ...૯૫ શ્રેણિકરાજાએ ઉદ્યાનમાં જઇ જોયું કે સતી સુનંદા અત્યંત દુઃખી (દુર્બળ) અસ્વસ્થામાં હતા. તેમના શરીર ઉપર કોઈ શણગાર ન હતો. તેમણે વાળમાં તેલ નાખ્યું ન હતું. કપાળે કંકુનું તિલક કે શરીરે ચંદનનું વિલેપન પણ કર્યું ન હતું. તેમના કૃશ દેહ ઉપરથી જણાતું હતું કે તેમણે ઘણા સમયથી મિષ્ટ, સરસ આહારનો ત્યાગ કર્યો હતો . ...૯૬ સુનંદારાણીની દયનીય સ્થિતિ જોઈને રાજાને ખૂબ દુ:ખ થયું. બીજી બાજુ સતી સુનંદા અભયકુમારની માતા છે. ‘એવું જાણી રાજા આનંદિત થયા રાજા સન્માનપૂર્વક માતા અને પુત્રને રાજમહેલમાં લાવ્યા. શ્રેણિકરાજાએ સુનંદારાણીની સર્વ અભિલાષાઓ પૂર્ણ કરી . ...૯૭ ...૯૮ રાજાએ પોતાના પુત્ર અભયકુમારને મુખ્યમંત્રીના સ્થાને નિયુક્ત કર્યા. રાજ્યની સર્વ જવાબદારી અભયકુમારના માથે સોંપી રાજા નિશ્ચિત બન્યા. મગધાધિપતિને સર્વત્ર ખ્યાતિ પ્રાપ્ત થઈ. શ્રેણિકરાજાને પુણ્ય પ્રભાવે બુદ્ધિનિધાન પુત્ર અને સ્વરૂપવાન સુનંદારાણી મળ્યા. કવિ ઋષભદાસ હવે અભયકુમારના ગુણોનું વર્ણન કરે છે. ...૯૯ Jain Education International દુહા : ૪ સજ્જનપુરુષો અભયકુમાર બુધિં વડો, લબધિં ગૌતમસ્વામિ દિશાનભદ્ર માંનિ ખરો, જિન વાંદેવા કાંમ. સાલભદ્ર સમ રીધિ નહીં, જંબૂ સમ વઈરાગ; કઈવન્નાના સારિખો, કોણ લહે સોભાગ નંદિષણની દેસના, સનતકુમાર સરુપ; કુમારપાલ સરીખો વલી, કોય ન હુઉ ભૂપ થૂલભદ્ર સમ નવિ હવો, જગમ્યાં જોગી જાંણિ; ... ૧૦૩ તિમ વલી અભયકુમાર સમ, કોય નહીં બુધિ ખાણિ અર્થ:- બુદ્ધિમાં અભયકુમાર શ્રેષ્ઠ છે. લબ્ધિમાં 'ગૌતમસ્વામી શ્રેષ્ઠ છે. અભિમાનમાં દશાર્ણભદ્રરાજા મોખરે છે. તેમણે પ્રભુ મહાવીરસ્વામીને વંદન કરવા જતાં ઈન્દ્ર મહારાજા સાથે હોડ કરી. ...૧૦૦ શાલિભદ્ર જેવી કોઈની પાસે સમૃદ્ધિ નથી. જંબુસ્વામી જેવો કોઈનો વૈરાગ્ય નથી. 'ક્યવન્ના કુમાર (૧-૨) જુઓ પરિશિષ્ટ વિભાગ. (૩) જંબુસ્વામી પરણ્યાની પ્રથમ રાત્રિએ આઠ કન્યાઓ, પ્રભવાદિ ૫૦૦ ચોરો, સાસુ-સસરા, માતા-પિતા સર્વને પ્રતિબોધિ ૫૨૭ જણાએ શ્રી સુધર્માસ્વામી પાસે દીક્ષા લીધી (ભરહેસરની કથા. પૃ. ૬૪) (૪) કયવન્ના કુમારની કથા – જુઓ અભયકુમાર૨ાસ, ઢાળ –૨૯. For Personal & Private Use Only ૧૦૦ ... ૧૦૧ ૧૦૨ www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy