________________
૧૧૭
જેમ લસણ ખાવું હોય તો તેની ગંધ છાની રહેતી નથી તેમ ઢાંકી રાખેલું છાનું પાપ પણ પ્રગટ થયા વિના રહેતું નથી. સત્યકીના આવા ત્રાસથી છૂટવા તેને મારવાના ઉજ્જયિની નરેશે અનેક ઉપાય કર્યા.. ૫૮૮
જ્યારે સત્યકી કોઈ રીતે માર્યો ન ગયો ત્યારે ચંડપ્રદ્યોતન રાજાએ નગરમાં પડહ વગાડ્યો. “જે વ્યક્તિ સત્યકી વિદ્યાધરને મારશે તેને રાજા તરફથી મોં માગ્યું ઈનામ મળશે.' ... ૫૮૯
ઉમિયા નામની રાજનર્તકીએ આ ઢંઢેરો સાંભળ્યો. તેણે સેવકો પાસે આવીને પડહને સ્પર્શ કર્યો. તેણે સત્યકીને મારવાનું બીડું ઝડપ્યું. તેણે કહ્યું “હું સત્યકી વિદ્યાધરને મારી રાજાને આપેલું વચન પૂર્ણ કરીશ.'
... ૫૯૦ પડહ વગાડનારા સેવકો ઉમિયાને રાજા પાસે લાવ્યા. ત્યારે ગણિકાએ રાજાને કહ્યું, “હું સત્યકીનો જરૂર વધ કરીશ.” ગણિકાના વચનો સાંભળી રાજાના હૈયે આનંદ છવાઈ ગયો. ... ૫૯૧
- રાજાએ ગદ્ગદિત થઈ ગણિકાને કહ્યું, “જો તું સત્યકીને મારીશ, તો હું તને શ્રેષ્ઠ ગજ, રથ, અશ્વ અને રત્નજડિત હાર આપીશ.” ગણિકાએ પ્રસન્નતાપૂર્વક બીડું સ્વીકાર્યું. તે પોતાના આવાસે આવી. કવિ ઋષભદાસ કહે છે કે, હવે તમે આગળની કથા સાંભળો.
... પ૯૨ દુહા : ૩૪ કથા કહેનર કેવલી, મારૂ રાગ કરે; ઉમિયા ગુણિકા છલ કરઈ, નર સુણયો સહુ કોઈ
... પ૯૩ અર્થ - હે ભવ્ય જીવો! આ કથા જિનેશ્વર ભગવંતે મારૂ રાગમાં કહી છે. ઉમિયા ગણિકા છળકપટ કરીને કેવી રીતે સત્યકી વિદ્યાધરને પકડશે તેની કથા સૌ કોઈ સાંભળો.
... પ૯૩ ઢાળ : ૨૭ સત્યકી વધ પધરથ રાજા વિતશોકા એ દેશી. રાગ: મારુણી. એક દિન બેઠી ગુણિકા મંદિર આપણઈ રે, કરતી શોલ શણગાર; હાથે કમલ તે દેખઈ સતકી સુંદરી રે, માગઈ તેણી વાર ગુણિકા નેહ કસ્યો રે.. આંચલી કહઈ ગુણિકા તું બહુ મંદિરનો પાહુણો રે, તુઝ મુઝ કસ્યો સનેહ; તું ન રહઈ મુઝ મંદિર બાંધી કરી રે, કિમ દેઉં મન જ એહ
•. ૫૯૫ ગુ. રૂપ કલાનિ ચીવર ભૂષણ દેખતાં રે, વનિ મોહ્યો ત્યાંહિ; મિં મન બાંધિઉં તુઝ મ્યું શામા સુંદરી રે, રહું તાહરા ઘરમાંહિ ... પ૯૬ ગુ. તવ સતકીનિ તેડી મંદિરમાં ગઈ રે, મૂક્યા મેવા થાલ; સોવન ઢોલીઈ પોઢઈ નારી પુરુષ સ્યું રે, વિલસઈ ભોગ વિશાલ ... ૫૯૭ શું. એક દિન રુદન કરતી વારઈ પુરુષનિં રે, પરઘરિ કંત ન જાય; તુઝનિ હણસઈ કંતા કો એક પુરુષને રે, તવ વિરહ ખમ્યો ન જાય ... ૫૯૮ ગું
* ૨૯૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org