________________
૧૧૮
કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ'
ઈ ચંદ્રનિ કૈચક રાવણ ઋષિ વડા રે, એણિં વ્યસનિ વિણસેહ; પુરુષ થઈનિ મુંજ સરીખો નરપતી રે, બહુ દુખ પામ્યો તેહ .. ૫૯૯ ગું કહઈ શતકી સુણિ રે શામા બાપડી રે, મુઝ નવિ મારઈ કોય; સર્ગ મૃત પાતાલિ પેલું એકલો રે, સાતમું કોય ન જોય ... ૬૦૦ ગું. ભોગ ભજું હું તુઝક્યું ઉમયા જવ વલી રે, કરઈ કો તિવારઈ પ્રહાર; તવ નવિ ચાલઈ માહરું માનો મચની રે, બાકી બલ અપાર ... ૬૦૧ ગું. એણઈ વચને આણંદિ મિયા એમ કહઈ રે, સુખિં રહો મુઝ વેરિ; ભાવ વિહુણી ભગતિ કરઈ તે ભામિની રે, કરઈ કપટ બહુ પરિ ... ૬૦૨ ગુ. ચંડપ્રદ્યોતન રાજાનિ આવી કહઈ રે, હણવા કેરો ભેદ; ભોગ ભજઈ તવ એહનિ આવી મારયો રે, મુઝ હણવુંઅ નિષેદ . ૬૦૩ ગું. સુર સુભટ તેડવા તહિં રાઈ આપણા રે, દેખાડઈ બાણ કલાય; બાલ ઉદરિ તે ઉપરિ મુક્યાં પાનડાં રે, કહઈ તેટલાં વિંધાય ... ૬૦૪ મું. એહ કલા દેખી તું ઉમિયા રીઝજે રે, તુઝ નવિ હણસે વેદ; સુભટ અમારો આવઈ સતકી કેવલી રે, સિર કરઈ તસ છેદ ... ૬૦૫ મું. સુણિ વચનનિ વકતી કોશા મંદિરિ રે, સુભટ મોકલાઈ રાય; એહનિ નવિ હુઈ સ્યું હોઈ આપણી રે, બેહું નિ થાય ...૬૦૬ વિરવાસઘાતી કૃતઘન ગુરૂનો દ્રોહ કરઈ રે, કરઈ ધણીની ઘાત; બાલચંદ ગોશાલો સુરીલંતા દુખી રે, મંત્રી અમાતી પરિવાત ૬૦૭ ગુ. વિરવાસઘાત કરતાં ઉમયા દુખ લહઈ રે, શાસ્ત્રિ સુધ જબાપ; જે કો તણાઈ વાડિ પરાઈ જઈ કરી રે, તો કિમ રહે તિ આપ . ૬૦૮ સજ થઈનિ સાઝિં સુભટ જ આવીઉં રે, નિશિ ભરિ થયો હુંસીઆર; ભોગ ભજંતાં બેહુનિ સુભટિ મારીયાં રે, નરગ લહઈ નિરધાર ... ૬૦૯ શું. કુવિસન સેવિ આગલિ સુખ ન પામીઈ રે, જાય લાજ સિર ખોય; વરરુચી બ્રાહ્મણ વેશાથી દુખ પામી રે, વિસન મ સેવો કોય .. ૬૧૦ ગું. કુરિસન પડીઉં ગયો સતકી નરગ માંહી રે, એ જિન દસમો થાય; એ શતકીર્તિ જિન તે નામ ધરાવસઈ રે, તેણેિ હું પ્રણમું પાય .. ૬૧૧ ગું. નંદી ઈશ્વર ચેલા બે સતકી તણા રે, કોપ્યા તેણીવાર; મરગી તે વિકરવી તે નગરીમાં વલી રે, કરઈ પુરુષનિ પ્રહાર » ૬૧૨ ગું. કહઈ અમ સામી રાય કાંય મરાવીઉં રે, તેણેિ અમે કરું ઉતપાત; મરગી ટાલું માગ્યું પુરૂં પુરનિ રે, જો એક માનો વાત ... ૬૧૩ મું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org