SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૯ કરો.” દેહરૂં કરાવી માંડો ગુરૂ તણી રે, પૂજ કરો વિણ કાલ; સકલ લોક તિહાં આવઈ રાજાણ્યું વલી રે, ટાલું રોગ તતકાલ ... ૬૧૪ મું. સુનિ કરાવી માંડી મુરતિ દોયની રે, કરતાં ભોગ સંભોગ; તેણેિ આકારિ દીસઈ પ્રતિમા તિહાં વલી રે, દીઠઈ નાસઈ રોગ .. ૬૧૫ ગં. ઈશ્વર ત્રિલોક નામ ધરાવીઉં રે, એહ સુચેષ્ટા પૂત; ઋષભ કહઈ હવઈ ચેલણા શ્રેણિકરાયનો રે, જોયો તુમ ઘર સૂત ... ૬૧૬ ગું. અર્થ:- એક દિવસ ઉમિયા ગણિકા સોળે શણગાર સજી પોતાના મહેલના ઝરૂખામાં બેઠી હતી. તેના હાથમાં કમળનું પુખ હતું. સત્યકીએ જોયું કે એક સ્વરૂપવાન સુંદરી હાથમાં કમળ લઈ મહેલના ગોખે બેઠી છે. તે તરત જ ત્યાં પહોંચી ગયો. સત્યકીએ કમળનું પુષ્પ ગણિકા પાસેથી માંગતાં કહ્યું, “તમે મારી સાથે પ્રીત ... ૫૯૪ ગણિકાએ કહ્યું, “તમે તો મારા અતિથિ છો હું તમારી સાથે કેવી રીતે પ્રીત કરી શકું? તમે તો અતિથિ (પરોણા) હોવાથી થોડા સમયમાં અહીંથી જતાં રહેશો. તમે મન નિશ્ચલ કરી એક સ્થાને ન રહો તો હું તમને મારું દિલ કઈ રીતે આપું? હું તમારી સાથે પ્રીત શા માટે બાંધું?' ... ૫૯૫ ઉમિયા ગણિકાના રૂપ-રંગ, તેની આવડત, તેના લટકા-મટકા, તેના સુંદર વસ્ત્રો અને આભૂષણો જોઈ સત્યની ખૂબ પ્રભાવિત થયો. ગણિકાએ તેને પ્રેમભર્યા વચનોથી મોહિત કર્યો.(સત્યકી ગણિકાના કામબાણોથી વધાયો) તેણે કહ્યું, “સુંદરી! મેં મારું મન તારી સાથે જોડી દીધું છે. શ્યામા! હું તારા ઘરમાં જ ... ૫૯૬ | (ગણિકાએ જાણ્યું કે હવે સત્યકી તેની જાળમાં ફસાયો છે.) ઉમિયા ગણિકા તેને લઈ પોતાના શયનગૃહમાં આવી. તેણે સત્યની સમક્ષ ખાવા માટે મેવા-મીઠાઈઓના થાળ મૂક્યા, ત્યાર પછી ગણિકાએ સત્યની સાથે સુવર્ણ ઢોલિયા પર શયન કર્યું. તેઓ બંને વિવિધ પ્રકારના ખૂબ ભોગ વિલાસ ભોગવવા લાગ્યા.(તે ઉમાપતિ તરીકે જાહેર થયો.) ...૫૯૭. એક દિવસ ઉમિયા ગણિકાએ રડતાં રડતાં સત્યકીને રોકતાં કહ્યું, “નાથ! તમે બીજાના ઘરે (પરઘરે) ન જશો. સ્વામી! તમને કોઈ એક પુરુષ મારી નાખશે. મારાથી તમારો વિરહ સહન નહીં થાય.' (ઉમાને કોઈપણ રીતે વિશ્વાસમાં લઈ સત્યકી પાસેથી મૃત્યુનું રહસ્ય જાણવું હતું.) ... ૫૯૮ ઈન્દ્ર, ચંદ્ર, કેચક, રાવણ અને મોટા મોટા ઋષિઓનો વિષયાભિલાષાની આસક્તિના કારણે નાશ થયો છે. 'માલવપતિ મુંજ પરાક્રમી પુરુષ હોવા છતાં મૃણાલિનીના કારણે ખૂબ દુઃખી થયા... ૫૯૯ રહીશ.” (૧) માલવપતિ મુંજે વૃદ્ધમંત્રી રદ્રાદિત્યની વાત ન માનતાં તેલંગ દેશ પર ચડાઈ કરી. તૈલપ રાજાએ તેને કેદી બનાવ્યો. મુંજના ભોજનનો પ્રબંધ તેની તલપ રાજાની બહેન મૃણાલિની કરતી હતી. બન્ને વચ્ચે પ્રીત બંધાણી. મુંજે સુરંગ વાટે ભાગી છૂટવાની યોજના કરી. મૃણાલિનીએ વિચાર્યું, “મુંજની ઘણી રાણીઓ છે. ભવિષ્યમાં મારો ત્યાગ કરશે. હું ભાઈ અને પતિ વિનાની થઈશ.' તેણીએ સુરંગની વાત તૈલપને કરી. તૈલપે દોરડા વડે બાંધી મુંજને રાજમાર્ગ પર ભિખારીની જેમ ઘેર ઘેર ભિક્ષા મંગાવી. (શ્રી જૈનકથા રત્ન મંજૂષા, પૃ. ૪૩૯ થી ૪૪૪.). Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy