SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ મારી સાથે વિવાહ કરી તારી શી દશા થશે? (હું વણજારાની જેમ ભટકતો રહીશ) તે સ્થિતિ વિશે તે કદી વિચાર કર્યો છે? તું આ નગરીના કોઈ યોગ્ય પુરુષને પરણી સુખી થા.(પરદેશી તો વાદળાની છાયા જેવા અસ્થિર હોય છે) થોડા દિવસમાં હું અહીંથી પરદેશ કમાવવા જતો રહીશ. (મારી સાથે લગ્ન કરી તને શું સુખ મળશે?)'' ... ૨૧૯ સુનંદાએ દઢપણે કહ્યું, “હે સુજાણ! તમે સાંભળો. પત્થરનો ઢગલો હોઈ શકે પણ રત્ન તો એક જ હોય છે. સોનું પ્રમાણમાં થોડું હોવા છતાં ઉત્તમ છે, જ્યારે લોઢું પ્રમાણમાં વધુ હોવાથી શું સરે? (રત્ન એક હોય પણ પત્થર ઘણાં હોય તેથી શું?) ... ૨૨૦ ચંદનનો નાનો ટુકડો અતિ કિંમતી છે, જ્યારે બળતણનો મોટો ભારો શું કરીએ? સજ્જનોનો ક્ષણવારનો સંગાથ માનવ જન્મને સફળ બનાવે છે. ... ર૨૧ મૂર્ખ સાથે જીવનભરનો સહવાસ મળે, છતાં તેની પ્રત્યે નો પ્રેમ આવે કેન પ્રીતિ ઉપજે. મેં તમારી સાથે થોડી જ ક્ષણે વાર્તાલાપ કર્યો તેમાં જ મારા ચિત્તને અપૂર્વ આનંદ પ્રાપ્ત થયો છે. ... રરર હે સ્વામી! જો મારી સાથે વિવાહ કરો તો જ્યાં સુધી આપનું મન માને ત્યાં સુધી અહીં રહેજો. (હું તમારા માર્ગમાં અંતરાયભૂત નહીં બનું) પછી તમે અહીંથી પરદેશ અથવા તમારા દેશમાં જજો. તે સ્થાનમાં તમે સુખ ભોગવજો. (હું તમારી યાદમાં જીવન પસાર કરીશ)” .. રર૩ સુનંદાનો અડગ નિર્ણય અને દઢ સંકલ્પ જોઈ રાજકુમાર મનોમન પ્રસન્ન થયા. તેમણે પણ રાજહંસી જેવી સુનંદાને મનોમન પરણવાનો છાનો નિશ્ચય કર્યો.(શેઠે ઉત્તમ મુહૂર્ત જાણી લગ્નોત્સવ કર્યો. રાજકુમાર શ્રેણિક અને સુનંદા લગ્નગ્રંથિએ જોડાયા.) તેઓ ધનાવાહ શેઠની હવેલીમાં સુખપૂર્વક ભોગવિલાસ ભોગવતાં દિવસો પસાર કરવા લાગ્યા. ...૨૨૪ તેઓ ગ્રીષ્મ ઋતુમાં ગરમી હોવાથી ચંદન જેવાં શીતળ, મુલાયમ વસ્ત્રો પહેરતાં હતાં. તેઓ સુગંધી પુષ્પયુક્ત નિર્મળ નીરથી સ્નાન કરતા હતા. તેઓ ગળામાં સુગંધી ચંપક પુષ્પોનો હાર પહેરતાં હતાં. ધનાવાહ શેઠની સુંદર હવેલીમાં બને ચતુર પતિ-પત્ની આનંદથી રહેતાં હતાં. .. ર૨૫ સુનંદા પણ હોંશિયાર અને પતિવ્રતા નારી હતી. તે રાજકુમાર શ્રેણિકની ઈચ્છાને અનુસરતી હતી. રાજકુમાર શ્રેણિક પણ ખુશ હતા. હવેલીના શયનખંડમાં મંદ મંદ શીતળ વાયુ વાતો હતો. સુનંદા મધુર કંઠે કેદારો રાગમાં ગીત ગાતી. . રર૬ જ્યારે વર્ષાઋતુ આવી ત્યારે સુનંદાએ મેઘ મલ્હાર રાગની સરગમ છેડી. તેઓ વર્ષાઋતુમાં ઋતુ અનુસાર દૂધ અને સાકર મિશ્રિત મધુર આહાર કરતા હતા. તેઓ વર્ગના દેવો જેવાં દિવ્ય સુખો ભોગવતાં હતાં. ... ર૨૭ તેઓ પોતાના મોભા અનુસાર પીળાં રેશમી વસ્ત્રો પહેરતાં હતાં તેમજ મુખમાં નાગરવેલનાં પાન ચાવતાં હતા. તેમનો શયનખંડ જાણે દેવનું વિમાન જોઈ લો! તેઓ નિત્ય ઘી થી બનાવેલા વિવિધ પકવાનો આરોગતાં હતાં. આ રીતે કુમાર વર્ષાકાળમાં ભોગીની જેમ સુખો ભોગવતાં હતાં ... ર૨૮ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy