________________
પ૪
કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ'
જ્યારે શીત ઋતુ આવતી ત્યારે સખત ઠંડી હોવાથી રાજકુમાર શ્રેણિક શરીરે તેલ ચોળાવી માલિશ કરાવતા હતા. તેઓ સોનાના ઢોલિયામાં પોઢતા હતા. ઢોલિયાના તળિયે લોબાન ઈત્યાદિ સુગંધી પદાર્થોનો ધૂપ થતો હતો. તેઓ અતિશય ઠંડીમાં અગરનું સુગંધી લાકડું સળગાવી તાપણીતપતા હતા. .. ર૨૯
ત્યારે ત્યાં સૂર્યની ગરમી જેવો તાપ તપતો હતો. સુનંદા પણ સુંદર આભૂષણોથી પોતાના દેહને શણગારતી તેમજ નિત્ય પતિનાં પગ દબાવી સેવા કરતી હતી. આ રીતે રાજકુમાર શ્રેણિક સંસારના ઉત્તમ સુખો ભોગવતાં હતાં.
... ૨૩૦ તેઓ ગરમા ગરમ સ્વાદિષ્ટ ભોજન આરોગતાં હતાં. ભોજન બાદ મુખવાસમાં નાગરવેલના પાન ખાતા હતાં. કુમાર પોતાના કહ્યાગરી પત્ની સુનંદા સાથે કલ્લોલ કરતા હતા, તેમણે દશે આંગળીઓમાં રત્નજડિત વીંટીઓ પહેરી હતી. તેમના કંઠમાં રત્નનો હાર હતો. કુમારના શરીરનો શણગાર અને તેમનું અનુપમ રૂપ જોઈ લાગતું કે જાણે સ્વર્ગના દેવનો અવતાર નહોય!
... ૨૩૧ રાજકુમાર શ્રેણિક અને સુનંદા દિવ્ય સુખમાં રાચતાં હતાં. અહીં પ્રથમ ખંડ પૂર્ણ થયો. સંઘવી સાંગણના પુત્ર કવિ ઋષભદાસ હવે બીજા ખંડ પર પ્રકાશ પાડે છે.
... ૨૩૨ ખંડ- ૨
દુહા : ૧૬ બીજા ખંડની વારતા, સુણો ધરીય નર કાન; હવઈ અધર રસ પરજીઉ, કરિ કરઈ કવિ ગાન
••• ૨૩૩ અર્થ - હે ભવ્ય જીવો! તમે બીજા ખંડની કથા એકાગ્ર ચિત્તે, કાન માંડીને શ્રવણ કરો. હવે કવિ બીજા ખંડની રચના કરે છે. તેને પરજીઓ રસમાં ગાય છે.
... ૨૩૩ ઢાળઃ ૧૩ કુશળ વ્યાપારી – રાજકુમાર શ્રેણિક
તુંગીયા ગીરિ સિખર સોહઈ એ દેશી. કરઈ ગાન કવિ સુણો ભાઈ, સેઠ ધનાવો રાય રે; જઈ ચોહeઈ હાર્ટિસિંઈ, કરઈ સબલ વિવસાય રે
•. ૨૩૪ સુણો શ્રેણિક રાસપંગિ... એ આંચલી એક દિવસ તે નગરમાંહિ, પઢો વાજઈ એક રે; શ્રક સંબોધન નાયક આવ્યો, લિઈ વરૂ અનેક રે
•.. ૨૩૫ સુ. ષટ માસ તસ આવતાં હુઆ, સવા લાખ તસ પોઠિ રે; અશ્વ ગજ તસ આવતાં હુઆ, નથી કાંઈ તસ ખોટિ રે
•.. ૨૩૬ સુ. છઠઈ માસિ શુક દેવદત્રા કહઈ, સુખિં આવ્યો અહિ રે; બેનાતટિ છઈ તેજનતુરી, લીઉ જઈ તુમ તિહાં રે
... ૨૩૭ સુ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org