________________
પર
કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ'
વિવાહ કરવા યોગ્ય સ્થાન વિશે જાણો છો? નીતિ શાસ્ત્રમાં પણ કહ્યું છે કે, “ષ સ્થાનમાં દીકરીનાં વિવાહન કરવા જોઈએ.
... ૨૦૮ દરિદ્રી, મૂર્ખ, અસુર(દૈત્ય-રાક્ષસ) ને ત્યાં દીકરીને કદી ઘણું સુખ પ્રાપ્ત ન થાય. જેને મોક્ષની તીવ્ર અભિલાષા છે, તેવા વૈરાગ્યવાન પુરુષને ત્યાં દીકરી ન આપવી.
... ૨૦૯ કન્યાથી વરની ઉંમર વધુમાં વધુ ત્રણ વર્ષ મોટી હોવી જોઈએ. તેનાથી વધુ ઉંમરવાળાને કન્યા ન આપવી. મોટી ઉંમરનાં વૃદ્ધ પુરુષને તેમજ પરદેશમાં રહેતા પુરુષને કન્યાન આપવી.” ... ૨૧૦
શેઠજી! હું તો પરદેશી છું, તેથી તમારી પુત્રીના વિવાહ મારી સાથે શા માટે કરો છો? નીતિશાસ્ત્રમાં પણ પરદેશી વ્યક્તિના હાથમાં દીકરીનો હાથ આપવાની ના પાડી છે, તે સાંભળીને જ હું તમને કહું છું.
... ૨૧૧ હે મહાનુભવ! જેનું ઉત્તમ કુળ હોય, જે શ્રીમંત હોય, જે સદાચારી હોય, જેનાં શરીરમાં નખમાં પણ રોગ ન હોય તેવા નિરોગીને કન્યાનો હાથ સોંપવો જોઈએ.
... ૨૧ર જે શૂરવીર, વરૂપવાન અને વિદ્યાવંત હોય તેને કન્યા આપવી જોઈએ તેમજ જેના મસ્તકે માતાપિતાની છત્રછાયા હોય તેવા વ્યક્તિને કુંવારી કન્યાનો હાથ આપવો જોઈએ.
.. ૨૧૩ શેઠજી! મારા મસ્તકે માતા-પિતાની કૃપા, આશીર્વાદ કે છત્રછાયા નથી છતાં તમે તમારી સુંદર અને બુદ્ધિશાળી પુત્રી મારા જેવા અનાથ સાથે શા માટે પરણાવવા તૈયાર થયા છો?” શેઠે કહ્યું, “કુમાર! તમે શા માટે જીદ કરો છો? હવે પ્રશ્નોત્તર કરવાનું છોડો. હું ઉત્તમ પુરુષના હાથમાં મારી પુત્રીનો હાથ સોપું છું, એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે.
... ૨૧૪ જો તમે મારી પુત્રી સાથે વિવાહ કરવા હા પાડશો તો હું યોગ્ય સમયે ભોજન કરીશ, નહીં તો ભોજનનો ત્યાગ કરીશ. કુમાર! લગ્ન કરવાની હા પાડી દો. આજે લગ્ન યોગનું શુભ મુહૂર્ત છે. તમે આ વાત માન્ય કરો.”
...૨૧૫ (એટલામાં સુનંદા તેની માતા સાથે ચિત્રશાળા (Drawing Room)માં પ્રવેશી. તેણે કુમારની બધી વાત સાંભળી હતી, જ્યારે કુમારે લગ્ન સંબંધમાં કોઈ નિર્ણય ન લીધો ત્યારે સુનંદાએ સ્ત્રી મર્યાદાનો ભંગ કરી કહ્યું, “હે પરદેશી ! જેમ ચાંદની રાતમાં ચંદ્રમાં ઢાંક્યો રહેતો નથી, તેમ તમારા વર્તણૂક પરથી તમારી જ્ઞાતિ અજ્ઞાત રહી શકતી નથી.
... ૨૧૬ - સૂર્યની તેજસ્વિતા કદી ઢાંકેલી રહે છે ખરી? શું દરિદ્રતા દૂર કરનારી લક્ષ્મી કદી ઢાંકી રહી શકે ખરી? મેં તમારા જેવા ઉત્તમ પુરુષને ઓળખી લીધા છે. આ ભવમાં તો તમે જ મારા ભરથાર છો. (રાજહંસ જેવા તમે શ્રેષ્ઠ છો. તમારી ભાષા અને આકૃતિ ઉત્તમતાના સૂચક છે.)
... ર૧૭ આ ભવમાં જો તમે મારી સાથે લગ્નગ્રંથિથી નહીં જોડાવો તો હું સંયમ લઈશ. હું તમને વિનંતી કરું છું કે તમે હવે માયા ત્યજી મારી સાથે વિવાહ કરો.” ત્યારે રાજકુમાર શ્રેણિકે સુનંદાની પરીક્ષા કરવા કહ્યું, “હું અજાણ્યો પરદેશી વ્યાપારી છું.
•.. ૨૧૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org